android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patdi: બજાણા રોડનું કામ ગોકળગતિએ ચાલતા વેપારીઓ હેરાન-પરેશાન
calendar_today January 30, 2026

Patdi: બજાણા રોડનું કામ ગોકળગતિએ ચાલતા વેપારીઓ હેરાન-પરેશાન

પાટડી બજાણા હાઇવેનું ફોરલેન રોડનું કામ ચાલુ થયા બાદ ગોકળગતિએ કામ કરાતુ હોવાથી લોકોને ભારે મુસ્કેલી પડી રહી છે.અગાઉ રોડનું કામ બંધ થયા બાદ પંદર દિવસ પહેલા ફરીથી ચાલુ થયુ તુરંત કામ બંધ કરી દેવાયુ છે.જેના કારણે રોડ તોડેલી જગ્યાની આજુબાજુનાં વેપારીઓની દુકાનદારને ભારે મુસ્કેલી પડી રહી છે.જેથી કમલેશભાઇ,મુનાભાઇ અને અનવરભાઇ સહિતના વેપારીઓએ ડેપ્યુટી કલેકટર દ્વારા કોન્ટ્રાકટર સામે કડક પગલા લઇ કડકમાં કડક કાર્યવાહી કરી તાત્કાલીક રોડનું કામ ચાલુ થાય એવી માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: ઉઘરોજ-રાણીપુરા માઈનોર કેનાલ બની ત્યારથી તેમાં પાણી આવ્યું નથી
calendar_today January 30, 2026

Mandal: ઉઘરોજ-રાણીપુરા માઈનોર કેનાલ બની ત્યારથી તેમાં પાણી આવ્યું નથી

માંડલ તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ બની ત્યારથી લઈ આજદીન સુધી પાણી આવ્યું નથી તેવી સ્થાનિક ખેડુતોની રાવ છે. ખેડુતો ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી અને અન્ય ખેતીની સીઝનોમાં નજીકના સીમ તળાવોના પાણીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યાં છે. હાલ રાણીપુરાના ખેડુતોએ રવિપાકનું વાવેતર કર્યુ છે અને હાલ પાણી પીવડાવવાની સીઝન ચાલી રહી છે પરંતુ તલાવડીમાં પાણી ખુટી પડતાં ખેડુતોની હાલત કફોડી બની છે. પાણી વગરના ખેતરોમાં ઉભો પાક સુકાવવાની ભીંતી છે આ સમસ્યાને લઈ સ્થાનિક આગેવાન જુવાનસિંહે નર્મદાના અધિકારીઓને આ બાબતે પુછતાં યોગ્ય જવાબ મળ્યો નથી, સત્વરે આ કેનાલમાં ઉભી નીકળેલાં ગાંડા બાવળો,ઘાસ સહિતની વનસ્પતિને ચોખ્ખી કરાવી કેનાલોમાં ખેતી માટે પાણી છોડવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યાં છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: શિયાળ ગામે નવનિર્મિત શાળાનું બાંધકામ થતું ગામલોકોએ અટકાવ્યું
calendar_today January 30, 2026

Bavla: શિયાળ ગામે નવનિર્મિત શાળાનું બાંધકામ થતું ગામલોકોએ અટકાવ્યું

બાવળા તાલુકાના શિયાળ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવી શાળાનું બિલ્ડીંગ બનાવવા મંજૂરી આપી હતી. જેમા 15થી વધુ ઓરડા અને ત્રણ માળ બનાવવા મંજૂરી આપેલ અને કોન્ટ્રકાર દ્વારા શાળાના બિલ્ડીંગના બાધકામનું કામ પણ હાથ ધરાયું હતું. ત્યારે શિયાળ ગામના જાગૃત પઢાર જ્ઞાતિના લોકોને જાણવા મળેલ કે શાળાની ઈમારતના બાંધકામમાં વપરાતુ મટીરિયલ નિમ્નકક્ષાનું અને હલકી ગુણવતાવાળું એસ્ટીમેન્ટ પ્રમાણે થતુ નથી. તેથી શુક્રવારે ગામલોકો મોટી સંખ્યામાં ભેગા થઈ સ્થળ પર તપાસ કરતા તેમણે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાકાર દ્વારા જે એસ્ટીમેન્ટ પ્રમાણે માલસામાન અને બાંધકામ થવુ જોઈએ એ પ્રમાણે થતુ નથી. 40 ફુટની પાયલ અમુક જગ્યાએ 20 ફુટની જ છે. જેમાં M 25ના રેશિયાથી માલસામન વપરાવો જોઈએ. તે M 10થી પણ નીચી કક્ષાનો વાપર્યો છે. જેથી ગામ લોકોએ સમગ્ર કામ બંધ રખાવ્યુ હતું અને સરકારને રજૂઆત કરી છે કે જો એસ્ટીમેન્ટ પ્રમાણે કામ અને M 25ના રેશિયાથી માલસામાન વપરાય તો જ બાંધકામ કરવામાં આવે નહીંતર અમારા બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ હશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward