android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જૈનાબાદમાં નિઃશુલ્ક હિજામા (કૅપિંગ) થેરાપી કેમ્પ યોજાયો
calendar_today January 30, 2026

Surendranagar: જૈનાબાદમાં નિઃશુલ્ક હિજામા (કૅપિંગ) થેરાપી કેમ્પ યોજાયો

જૈનાબાદમાં નવ સૈયદ પીર ટ્રસ્ટના સહયોગથી ગત તા. 26મીએ નિરાલા ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક હિજામા (કૅપિંગ) થેરાપી કેમ્પનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડૉ. એ. એમ. ખોખર (MD)અને મહિલા ડૉ. સાયરાબેન અને તેમની ટીમ ભાવનગરથી ઉપસ્થિત રહી હતી. આરોગ્યલક્ષી કાર્યક્રમમાં ધ્રાંગધ્રા, ખારાઘોઢા, પાટડી, ચિકાસર, વણોદ, સુરેન્દ્રનગર, જૈનાબાદના કુલ 200 લોકોએ ભાગ લઈ થેરાપીનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફ્ળ બનાવવા નવ સૈયદ પીર ટ્રસ્ટ અને નિરાલા ગ્રુપના યુવાનોએ જહેમત ઊઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: હેબતપુરા પાટિયા પાસે ઈકો વાન કાર સાથે અથડાઈને પલટતા છ વ્યક્તિને ઈજા
calendar_today January 30, 2026

Dhandhuka: હેબતપુરા પાટિયા પાસે ઈકો વાન કાર સાથે અથડાઈને પલટતા છ વ્યક્તિને ઈજા

અમદાવાદ જિલ્લામાં ધોલેરા-ભાવનગર હાઈવે પર હેબતપુર પાટિયા નજીક શુક્રવારે ઈકો કાર અને અન્ય કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઢાળ ચડતી વખતે ઈકો કાર રોડ પર બીજી કાર સાથે ટકરાયા બાદ પલ્ટી ખાઈ ગઈ હતી, જેના કારણે કારમાં સવાર લોકોને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર તથા ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તોને ધંધુકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હેબતપુર પાટિયા નજીક ઢાળ ચડતી જગ્યાએ વારંવાર અકસ્માતો સર્જાતા હોવાને કારણે સ્થાનિક લોકો દ્વારા તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: ટીકર ગામે મોડી સાંજે મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતાં માતા-પુત્રને ઈજા
calendar_today January 30, 2026

Halvad: ટીકર ગામે મોડી સાંજે મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતાં માતા-પુત્રને ઈજા

હળવદ તાલુકાના ટીકર ગામે આવેલા એક રહેણાંક મકાન માં સ્લેબ તોડતી વખતે અચાનક ધરાશાયી થતાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અને સારવાર માટે હળવદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છેઘટનાની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે મોડી સાંજે મકાનનો સ્લેબ તોડતી વખતે આખો સ્લેબ ધરાશાય થતા માતા પુત્ર ને ઇજા પહોંચી હતી ઈજાગ્રસ્તોમાં 48 વર્ષીય નયનાબેન નારાયણભાઈ દેત્રોજા અને તેમના 23 વર્ષીય પુત્ર આકાશભાઈ નારાયણભાઈ દેત્રોજાનો સમાવેશ થાય છે. તેઓ પોતાના મકાનનો છતનો સ્લેબ તોડી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને ભાજપના આગેવાન ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.માતા-પુત્રને તાત્કાલિક હળવદની સરા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી દાખલ કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હાલ માતા અને પુત્ર બંનેની તબિયત સુધારા પર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward