Gujarat News: બનાસકાંઠા અને બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, કોર્ટ અને એરપોર્ટ બાદ હવે સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવા માંડી છે. બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક ઈમેલ દ્વારા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે પોલીસનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. પોલીસ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા કચેરીમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પાલનપુર કલેકટર કચેરીને ઉડાવી દેવાની ધમકી આજે બનાસકાંઠામાં પાલનપુરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને પગલે પોલીસનો કાફલો કચેરીમાં પહોંચી ગયો હતો. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીમાં તપાસ હાથ ધરાઈ હતી. પાર્ક કરેલી ગાડીઓ અને કમ્પાઉન્ડમાં પણ તપાસ કરાઈ હતી. આ ધમકીને પગલે કલેક્ટર કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ પણ કચેરીને ધમકી મળી હતી. આ પણ વાંચોઃ Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા
Read Full Story arrow_forward