android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: વિદ્યાર્થિનીએ પોતાની બચતમાંથી 50 હજાર રૂપિયા શહિદોના પરિવારોને મોકલ્યા
calendar_today January 30, 2026

Vadodara News: વિદ્યાર્થિનીએ પોતાની બચતમાંથી 50 હજાર રૂપિયા શહિદોના પરિવારોને મોકલ્યા

વડોદરા શહેરમાં રહેતી એક યુવતીએ ભારતીય સેનાના સૈનિકો પ્રત્યે અનોખો ભાવ છે.વિધિ જાદવ નામક આ યુવતી પ્રસંગોપાત પોતાના પોકેટમની,લોક સહયોગથી શાહિદ સૈનિકોના પરિવારોને મદદ કરતી રહે છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા ૧૦ સૈનિકોના પરિવારોને રૂ. ૫૦ હજારની સહાય મોકલી છે.હાલમાં અભ્યાસ કરતી આ સહાય પોતાની અંગત બચતમાંથી મોકલી છે. આને કહેવાય સાચી દેશભક્તિ તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ચંબા આંતરરાજ્ય માર્ગ પર ૯૦૦૦ ફૂટ ઊંચા પહાડી વિસ્તાર પર આંતકવાદી વિરોધી કાર્યવાહી માટે આપણાં દેશની સેનાનું એક વાહન જઈ રહ્યું હતું જે ઊંડી ખીણમાં પડી જતા દેશના ૧૦ વીર સૈનિકો શહીદ થયાં હતા. આ શહીદ થયેલા જવાનો ના તમામ પરિવારોને વિધિ જાદવે સાંત્વના પાઠવતો પત્ર તેમજ આ દરેક શહીદ પરિવારને રુ ૫૦૦૦ મોકલી આપ્યા છે. પરિવારજનોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તારીખ ૩૦ જાન્યુઆરી એટલે દેશભરમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ એટલે માત્ર ઉજવણી માટે નહીં પરંતુ દેશભક્તિ અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોને નમન કરવાનો અવસર, આપણાં દેશના વીર શહીદોની બહાદુરી અને બલિદાનને સલામ કરવાનો અવસર છે જે આ વિધિ જાદવએ ખરા અર્થમાં ચરિતાર્થ કરીને આપણા દેશના શહીદો અને તેમના પરિવારજનોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. આ પણ વાંચોઃ Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

Read Full Story arrow_forward
Gandhinagar: TET-1 પરીક્ષાનું પરિણામ જાહેર, ત્રણેય માધ્યમનું સરેરાશ પરિણામ 12.01 ટકા
calendar_today January 30, 2026

Gandhinagar: TET-1 પરીક્ષાનું પરિણામ જાહેર, ત્રણેય માધ્યમનું સરેરાશ પરિણામ 12.01 ટકા

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-1) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 21 ડિસેમ્બર 2025 ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ વર્ષે ત્રણેય માધ્યમોનું કુલ સરેરાશ પરિણામ 12.01 ટકા નોંધાયું છે.માધ્યમ પ્રમાણે પરિણામની વિગતપરીક્ષાના પરિણામમાં ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ અન્ય માધ્યમોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે.ગુજરાતી માધ્યમ: 12.21 ટકા,અંગ્રેજી માધ્યમ: 8.90 ટકા,હિન્દી માધ્યમ: 5.57 ટકા.પરિણામનું વિશ્લેષણઆ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે પરીક્ષાનું સ્તર ઘણું કઠિન રહ્યું છે, જેના કારણે સરેરાશ પરિણામ માત્ર 12 ટકાની આસપાસ જળવાઈ રહ્યું છે. ખાસ કરીને હિન્દી માધ્યમમાં પરિણામ ઘણું નીચું (5.57%) જોવા મળ્યું છે. 21 ડિસેમ્બરે યોજાયેલી આ પરીક્ષા દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની યોગ્યતા નક્કી કરવામાં આવે છે.આ પણ વાંચો: Dang: વાતાવરણમાં અચાનક પલટો,આહવા અને સાપુતારા પંથકમાં વરસાદી ઝાપટા

Read Full Story arrow_forward
Surat : કીમ-માંડવી રોડ પર ટેમ્પો ચાલક બેફામ , ચાલકે ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો
calendar_today January 30, 2026

Surat : કીમ-માંડવી રોડ પર ટેમ્પો ચાલક બેફામ , ચાલકે ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો

સુરત જિલ્લાના કીમ–માંડવી રોડ પર ટેમ્પોચાલકની બેફામ ડ્રાઈવિંગથી ગંભીર અકસ્માત સર્જાયો હતો.કારને ટક્કર મારીને કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો અરેઠ તાલુકાના કરંજ ટોલનાકા ખાતે બનેલી આ ઘટનામાં ટેમ્પોચાલકે પહેલા એક કારને ટક્કર મારી અને બાદમાં ભાગવા જતા સીધો ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો હતો. ટોલનાકાનું કેબિન આડું પડી જતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો અકસ્માતના કારણે ટોલનાકાનું કેબિન આડું પડી જતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કેબિનમાં હાજર બે કર્મચારીઓને સામાન્ય ઇજા થવાની માહિતી મળી છે.  ટેમ્પોચાલકની અટકાયત ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેમ્પોચાલકની અટકાયત કરી હતી. ક્રેન બોલાવી ટોલનાકાનું કેબિન સાઈડમાં ખસેડી માર્ગ પરથી અડચણ દૂર કરી પોલીસે અકસ્માત બાદ ક્રેન બોલાવી ટોલનાકાનું કેબિન સાઈડમાં ખસેડી માર્ગ પરથી અડચણ દૂર કરી હતી, જેના કારણે ટ્રાફિક ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો.  ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બેફામ વાહનચાલન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.આ પણ વાંચો----     DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward