android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: મુખ્યમંત્રીએ જિલ્લામાં એક જ દિવસમાં 23401 લાખના વિકાસ કામોની ભેટ આપી
calendar_today January 30, 2026

Anand News: મુખ્યમંત્રીએ જિલ્લામાં એક જ દિવસમાં 23401 લાખના વિકાસ કામોની ભેટ આપી

આણંદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુના નિર્વાણ દિને તેમની દિવ્ય ચેતનાને ભાવાંજલિ અર્પણ કરી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ બાપુના સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને આત્મસાત કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આજે પણ જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત થાય છે ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગે છે. વડાપ્રધાનના વિઝીનરી લીડરશીપનો મહત્તમ ફાયદો ગુજરાત રાજ્યને વડાપ્રધાનના વિઝીનરી લીડરશીપનો મહત્તમ ફાયદો થઇ રહ્યો છે.૨૦૦૩માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ધંધા, રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુદ્રઢ વ્યવસ્થા ગુજરાતમાં છે. દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં છે. વાઇબ્રન્ટએ ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવ્યું છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આણંદ જિલ્લાનું ખંભાત પતંગ માટે પ્રખ્યાત હતું. વડાપ્રધાનના પતંગોત્સવ કાર્યક્રમની પહેલના કારણે આજે ખંભાત સમગ્ર રાજ્યમાં પતંગના ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે.ગુજરાત ફાયનાશિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ માટે બજેટ ૫૮૫ કરોડ હતું જે આ વર્ષે વધારીને ૩૦ હાજર કરોડ થયું છે. ગુણાવત્તાયુક્ત કામ થાય તે ખુબ જરૂરી તેમણે ઉમેર્યું કે, શહેરી વિકાસની વાત હોય ત્યારે ગુણાવત્તાયુક્ત કામ થાય તે ખુબ જરૂરી છે. તેમણે નાગરિકોને દરેક વિકાસના કામોમાં સાથ સહકાર આપી કામો પૂર્ણ કરાવવા અપીલ કરી હતી.પ્રધાનમંત્રીનો અભિગમ છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવાનો રહ્યો છે જેનો સૌથી મોટો ફાયદો ગુજરાતને થઇ રહ્યો છે. 'સેચ્યુરેશન'નો વિચાર માત્ર કરવો અને તેને અમલમાં મૂકવો એ બે અલગ બાબતો છે, પરંતુ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સેચ્યુરેશન સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે વડાપ્રધાન મોદીએ કર્યો છે. આજે આયુષ્માન કાર્ડ દ્વારા ઘરે ઘરે આરોગ્ય સુવિધાને સુનિશ્ચિત કરી છે. એટલું જ નહીં પરંતુ વિજળી, પાણી, રોડ- રસ્તાઓની સુવિધા ગ્રામ્ય વિસ્તાર સુધી સુદ્રઢ રીતે પહોંચી છે. આ પણ વાંચોઃ Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

Read Full Story arrow_forward
Agriculture News: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકનું મહત્વ અને લાભો
calendar_today January 30, 2026

Agriculture News: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકનું મહત્વ અને લાભો

આજના સમયગાળામાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે મિશ્ર પાક પદ્ધતિ માત્ર વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. વધતા ખેતી ખર્ચ, જમીનની ઘટતી ઉર્વરતા અને રસાયણિક દવાઓથી થતી પર્યાવરણીય હાનિને ધ્યાનમાં લઈએ તો મિશ્ર પાક પ્રાકૃતિક ખેતીનું મજબૂત આધારસ્તંભ સાબિત થાય છે. યોગ્ય સહજીવી પાકની પસંદગી, જમીનને પોષક તત્વો પૂરા પાડતી કુદરતી પદ્ધતિઓ અને કુદરતી કીટક નિયંત્રણ દ્વારા મિશ્ર પાકના સંપૂર્ણ લાભો મેળવી શકાય છે. સહજીવી પાકની યોગ્ય પસંદગી મિશ્ર પાકમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે મુખ્ય પાક અને સહજીવી પાક વચ્ચેનું સહયોગી સંબંધ. સામાન્ય રીતે, જ્યારે મુખ્ય પાક એકદળ (જેમ કે ઘઉં) હોય ત્યારે તેની સાથે દ્વિદળ પાકો લેવાનું વધુ લાભદાયક બને છે.ઘઉં સાથે ચણા, મસૂર, વટાણા,સરસવ અથવા ધાણા જેવા પાકો ઉગાડવાથી જમીનમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધે છે અને મુખ્ય પાકની વૃદ્ધિ સુધરે છે.જો મુખ્ય પાકના મૂળ જમીનમાં ઊંડા જતા હોય તો સહજીવી પાકના મૂળ સપાટી પાસે રહે તેવો પાક પસંદ કરવો જોઈએ. કપાસ અને તુવેરના મૂળ ઊંડા જતા હોય છે,જ્યારે મગ અને અડદ જેવા પાકોના મૂળ ઉપર રહે છે.આ પ્રકારની સંયોજનથી જમીનના પોષક તત્વોનો સંતુલિત ઉપયોગ થાય છે.સહજીવી પાક મુખ્ય પાક કરતાં ઓછા સમયગાળામાં તૈયાર થતો હોવો જોઈએ. જમીન પોષણ અને કુદરતી સંરક્ષણ સહજીવી પાક ઝડપથી વધતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ, જેથી જમીનનું ભેજ જળવાઈ રહે અને નિંદામણ ઓછું થાય. દ્વિદળ વર્ગના તમામ પાકો, તેમજ તરબૂચ, ચીભડા, કાકડી જેવા પાકો આ માટે યોગ્ય છે.મુખ્ય પાકમાં પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો પસંદ કરવો જોઈએ કે જેમાં પાન વધુ ખરતા હોય. ખાસ કરીને કઠોળ વર્ગના પાકોમાં પાન ખરવાથી જમીનમાં સજીવ પદાર્થ વધે છે અને જમીનની ઉર્વરતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે.મિશ્ર પાક પદ્ધતિ કુદરતી રીતે કીટક નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો જેવા પાકોમાં મિત્ર કીટકો આકર્ષાય છે. આવા પાકોને સહજીવી રૂપે વાવવાથી મુખ્ય પાકમાં હાનિકારક જીવાતો પર નિયંત્રણ રહે છે અને રસાયણિક દવાઓનો ઉપયોગ ઘટે છે. મિશ્ર પાકના મુખ્ય લાભો મુખ્ય પાક સાથે સહાયક પાક લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેતીનો કુલ ખર્ચ સહાયક પાકમાંથી મળતા વળતરથી મોટા ભાગે વળગી જાય છે. સાથે જ, સહજીવી પાકના મૂળમાં રહેલા રાઈઝોબિયમ, એઝોસ્પીરીલમ અને એઝોટોબેક્ટર જેવા જીવાણુઓ જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે, જે મુખ્ય પાકની વૃદ્ધિને વધુ મજબૂત બનાવે છે.આ રીતે, પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી માત્ર ઉપજમાં વધારો જ નથી થતો, પરંતુ જમીન સ્વસ્થ રહે છે, કીટક નિયંત્રણ કુદરતી રીતે શક્ય બને છે અને ખેતી લાંબા ગાળે વધુ ટકાઉ બને છે. ખેડૂતો જો વૈજ્ઞાનિક રીતે યોગ્ય મિશ્ર પાકની પસંદગી કરે તો પ્રાકૃતિક કૃષિમાં સફળતા નિશ્ચિત છે.આ પણ વાંચોઃ Union Budget 2026: કેન્દ્રીય બજેટ 2026માં કૃષિ ક્ષેત્રની અપેક્ષાઓ

Read Full Story arrow_forward
Ahmedabad: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ પોલીસ ભરતી કેન્દ્રની મુલાકાતે, RFID, CCTV મોનીટરીંગ સહિત બાબતોનું અવલોકન કર્યું
calendar_today January 30, 2026

Ahmedabad: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ પોલીસ ભરતી કેન્દ્રની મુલાકાતે, RFID, CCTV મોનીટરીંગ સહિત બાબતોનું અવલોકન કર્યું

ગુજરાત પોલીસ ભરતી-2026 અંતર્ગત ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે અમદાવાદ સ્થિત ગ્રાઉન્ડ ખાતે આવેલા શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લીધી હતી. શારીરિક કસોટી કેન્દ્રમાં ઉમેદવારો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું રાજ્યના પોલીસ વડાએ શારીરિક કસોટી કેન્દ્રમાં ઉમેદવારો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. RFID ટેકનોલોજીનું અવલોકન કર્યું આ દરમિયાન ભરતી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી RFID ટેકનોલોજી, CCTV મોનીટરીંગ સહિતની વ્યવસ્થાઓનું પણ તેમણે વિગતવાર અવલોકન કર્યું હતું  ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવવા સૂચના ડૉ. કે.એલ.એન. રાવે અધિકારીઓને સૂચના આપી હતી કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, નિષ્પક્ષ અને ચોકસાઈપૂર્ણ રહે તે માટે તમામ ટેક્નિકલ અને વહીવટી વ્યવસ્થાઓ કડક રીતે અમલમાં મૂકવામાં આવે. આ પણ વાંચો----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward