android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને 12 લાખની છેતરપિડીં, સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાયો ગુનો
calendar_today January 30, 2026

Gandhinagar : હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને 12 લાખની છેતરપિડીં, સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાયો ગુનો

ગાંધીનગરમાં હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2025માં ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી માટે જાહેરાત બહાર પડતા આ તકનો લાભ લઈ ઠગબાજે એક યુવક પાસેથી રૂ.12 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.નોકરીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 3 વિસ્તારમાં રહેતા એક ભાડુઆતે નોકરીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. આરોપીએ 12 લાખ વસૂલ્યા આરોપીએ પોતાની ઓળખાણ હોવાનો દાવો કરી ડ્રાઈવર તરીકે નિશ્ચિત નોકરી અપાવવાનું કહી રૂપિયા માંગ્યા હતા. વિશ્વાસમાં લઈ આરોપીએ 12 લાખ વસૂલ્યા હતા. પોલીસ દ્વારા પાર્થિવ કપૂર સામે છેતરપિંડીનો ગુનો સમય વિતવા છતાં નોકરી ન મળતા અને સંપર્ક તૂટતા પીડિતને છેતરપિંડીની શંકા જતા સમગ્ર મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા પાર્થિવ કપૂર સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો-----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward
Rajkot News: ભાયાવાદરમાં નબીરાએ નશાની હાલતમાં થાર ગાડીથી વાહનોને અડફેટે લીધા, પોલીસે રિવોલ્વર કાઢી
calendar_today January 30, 2026

Rajkot News: ભાયાવાદરમાં નબીરાએ નશાની હાલતમાં થાર ગાડીથી વાહનોને અડફેટે લીધા, પોલીસે રિવોલ્વર કાઢી

ગુજરાતમાં માલેતુજાર પરિવારના નબિરાઓ બેફામ બન્યાં છે. તથ્ય પટેલ બાદ અનેક નબિરાઓ દ્વારા થયેલા અકસ્માત સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં એક નબીરો બેફામ બન્યો હતો. નશાની હાલતમાં ચારથી પાંચ વહાનોને થાર ગાડીથી ટક્કર મારી ફરાર થવાની કોશિશ કરી હતી. પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી આ નબીરાને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે આરોપીનો પીછો કરીને રોક્યો હતો. શેઠ વડાળા પોલીસે ભાયાવદર પોલીસને જાણ કરતાં પોલીસના કાફલાએ સરદાર ચોકમાં થાર ગાડી પકડવા માટે નાકા બંધી કરી દીધી હતી. થાર ચાલક ભાયાવદર પહોંચતા જ પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે 112 નંબરની ગાડી વચ્ચે નાંખી હતી. થાર ચાલક નશામાં હોવાથી ગાડી નહોતો ઉભી રાખતો. રિવોલ્વર કાઢીને ચેતવણી આપી પોલીસે થાર ચાલક નબીરાને રોકવા માટે રિવોલ્વર કાઢીને ચેતવણી આપી ગાડી ઉભી રાખવા માટે પ્રયત્ન કર્યો હતો. આરોપીને પોલીસે પકડી પાડતાં પબ્લિક મેદાનમાં આવી હતી અને તેને બહાર કાઢીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ત્યાંથી પોલીસ થાર ચાલક આરોપીને પકડીને લઈ ગઈ હતી. ભાયાવદરમાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી. આ પણ વાંચોઃ Bharuch : દધેડા ગામમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અંકલેશ્વર કોર્ટે 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી

Read Full Story arrow_forward
Dang: વાતાવરણમાં અચાનક પલટો,આહવા અને સાપુતારા પંથકમાં વરસાદી ઝાપટા
calendar_today January 30, 2026

Dang: વાતાવરણમાં અચાનક પલટો,આહવા અને સાપુતારા પંથકમાં વરસાદી ઝાપટા

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ ભારે પવન ફૂંકાવા સાથે વાતાવરણ પલટાયું હતું, ત્યારબાદ આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ભારે પવન બાદ વરસાદનું આગમનજિલ્લામાં સવારથી જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને આકાશ વાદળછાયું બની ગયું હતું. ત્યારબાદ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં આહલાદક ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને પ્રવાસન ધામ સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.આ પણ વાંચો: Mehsana: ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, ધરોઈથી 49 કિમી દૂર 3.1ની તીવ્રતા નોંધાઈ

Read Full Story arrow_forward