Surat News : કામરેજમાં હાઈવે પર જતી એસટી બસની બ્રેક ફેઈલ થતાં કન્ટેનરમાં ઘૂસી, 6 મુસાફરો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં એસટી બસના અકસ્માતની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. સુરત શહેરમાં એસટી બસના અકસ્માતની ઘટના સામે આવી છે. બ્રેક ફેઈલ થતાં બસ એક કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 6 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સુરતના કામરેજમાં એસટી બસને અકસ્માત નડ્યો સુરતના કામરેજમાં એસટી બસને અકસ્માત નડ્યો હતો. કામરેજના નવા પારડી પાસે નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની હતી. બ્રેક ફેઈલ થઈ જતાં એસટી બસ હાઈવે પર આગળ ચાલી રહેલા કન્ટેનરને ટકરાઈ હતી. જેના કારણે એસટી બસનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. આ અકસ્માતમાં 6 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમને હોસ્પિટલ ખસેડવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરાયો હતો. 108 મારફતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફ બહાર ખસેડાયો
Read Full Story arrow_forward