android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad ના રિંગરોડના વિસ્તારો તરસ્યા નહીં રહે, નર્મદાનું શુદ્ધ પાણી આપવા સરકારની લીલીઝંડી
calendar_today January 30, 2026

Ahmedabad ના રિંગરોડના વિસ્તારો તરસ્યા નહીં રહે, નર્મદાનું શુદ્ધ પાણી આપવા સરકારની લીલીઝંડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને રિંગરોડ આસપાસના નવા ભળેલા વિસ્તારો માટે પીવાના પાણીની વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા AMCને દૈનિક 467 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) નર્મદાના પાણીનો વધારાનો જથ્થો આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ જથ્થો ખાસ કરીને બોપલ, વેજલપુર, શેલા અને મણિપુર જેવા વિસ્તારોમાં રહેતા હજારો પરિવારો માટે વરદાન સાબિત થશે. નર્મદાનું આ પાણી સીધું જ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચાડવામાં આવશે, જ્યાંથી શુદ્ધિકરણ બાદ તેનું વિતરણ કરવામાં આવશે.અમદાવાદમાં જળક્રાંતિ હાલમાં અમદાવાદ શહેરમાં દૈનિક ધોરણે અંદાજે 1600 MLD પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ વસ્તી વધારા અને નવા વિસ્તારોના સમાવેશને કારણે પાણીની માંગ સતત વધી રહી હતી. રિંગરોડના આ પટ્ટામાં નર્મદાના નીર પહોંચતા લોકોની બોરવેલ પરની નિર્ભરતા ઘટશે અને ગ્રાઉન્ડ વોટર લેવલ જાળવવામાં પણ મદદ મળશે. આ આયોજનને કારણે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ ચોવીસ કલાક પૂરતું અને શુદ્ધ પાણી મળે તે દિશામાં તંત્રએ નક્કર કદમ ઉઠાવ્યું છે. આ પણ વાંચો : Gondal હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃત થયેલાની ઓળખ થઈ, ચેસિસ નંબર અને પર્સ બની ઓળખના સાધન

Read Full Story arrow_forward
Ahmedabad News: બુલેટ ટ્રેનની કામગીરી માટે ફરી શાહિબાગ અંડરપાસ બંધ રખાશે, જાણો વાહન વ્યવહાર માટેનો વૈકલ્પિક રૂટ
calendar_today January 30, 2026

Ahmedabad News: બુલેટ ટ્રેનની કામગીરી માટે ફરી શાહિબાગ અંડરપાસ બંધ રખાશે, જાણો વાહન વ્યવહાર માટેનો વૈકલ્પિક રૂટ

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ 23 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યાથી 28 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે ફરીવાર આ અંડરપાસને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજથી આગામી 4 ફેબ્રુઆરી સુધી આ અંડરપાસ રાત્રે 11થી સવારે 06 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. અંડરપાસ બંધ કરવાનો નિર્ણય લેવાની સાથે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરીને કારણે અંડરપાસ બંધ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ફરીવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આજથી આગામી 4 ફેબ્રુઆરી સુધી રાત્રે 11થી સવારે 06 વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની પણ તૈયારી કરવામાં આવી છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતો ટ્રાફિક કે જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુભાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઇ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા,ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે. ગીરધરનગર-અસારવા તરફથી આવતો ટ્રાફિક જે જેને ગાંધીનગર,એરપોર્ટ તરફ જવાનું છે તે ટ્રાફિક શાહીબાગ થઇ અનેક્ષી, ગાયત્રી મંદીર થઇ આર્મી કેન્ટોનમેન્ટ થઇ એરપોર્ટ તેમજ ઇન્દીરાબ્રીજ ગાંધીનગર તરફ જઇ શકાશે. આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફ બહાર ખસેડાયો

Read Full Story arrow_forward
Ahmedabad: AMCના સ્વિમિંગ પૂલ હવે રાત્રે 8:30 સુધી ખુલ્લા રહેશે, લોકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય
calendar_today January 30, 2026

Ahmedabad: AMCના સ્વિમિંગ પૂલ હવે રાત્રે 8:30 સુધી ખુલ્લા રહેશે, લોકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય

શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ લોકો ઠંડક મેળવવા માટે સ્વિમિંગ પૂલ તરફ વળતા હોય છે. નાગરિકોની વધતી જતી માંગ અને ભારે ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્વિમિંગ પૂલના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સ્વિમિંગ પૂલના સમયમાં એક કલાકનો વધારોહાલના નિયમ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલ સાંજે 7:30 કલાકે બંધ કરી દેવામાં આવે છે. જોકે, ઉનાળામાં મોડી સાંજ સુધી ગરમીનું પ્રમાણ રહેતું હોવાથી અને નોકરી-ધંધાથી પરવારીને આવતા લોકોની સુવિધા માટે હવે આ સમય લંબાવીને રાત્રે 8:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.વધતી માંગને પગલે લેવાયો નિર્ણયAMC સંચાલિત સ્વિમિંગ પૂલમાં સભ્યોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન વેકેશન અને ગરમીને કારણે સ્વિમિંગ પૂલનો વપરાશ અને માંગ અનેકગણી વધી જાય છે. પૂલ પર થતી ભીડને નિયંત્રિત કરવા અને વધુમાં વધુ નાગરિકો સ્વિમિંગનો લાભ લઈ શકે તે હેતુથી વહીવટીતંત્રે આ સમયમાં ફેરફાર કર્યો છે.આ પણ વાંચો: સેટેલાઇટમાં ડૉક્ટરના બંધ બંગલામાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને ઝડપ્યા

Read Full Story arrow_forward