android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ થયો
calendar_today January 30, 2026

Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ થયો

આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. ૦૩ ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ ૭૫ સ્ટોલ તથા ૧૧૨ હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રીએ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા. હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રાકૃતિક, કુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તેને બ્રાન્ડ બનાવી શક્યા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છે, જેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમ, આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે. આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે સમાજમાં ફાસ્ટ ફૂડવાળા ખોરાકને કારણે અનેક રોગ વધ્યા છે. આ રોગોને નિવારવા માટે પ્રાકૃતિક પેદાશોવાળા ખોરાકની ખૂબ જ જરૂરિયાત છે. આગામી સમયમાં પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખૂબ આવશ્યકતા રહેવાની હોવાથી આ પ્રાકૃતિક અને પરંપરાગત ચીજ વસ્તુઓ જાળવી રાખવી અત્યંત જરૂરી છે. મંત્રી પટેલે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, પોશાક, ભાષા, નૃત્ય, ખોરાક, વન ઔષધીઓ, વિચારો, આધ્યાત્મિકતા વગેરેનું સવિશેષ સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યા છે. જે માટે તેમણે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે. વેપારમાં નુકસાન થાય તો ડરવું નહીં, પરંતુ મનોમંથન કરવું આવશ્યક છે મને ગર્વ છે કે હું હિન્દુ છું, મને ગર્વ છે કે હું ભારતીય છું અને તેનાથી પણ સવિશેષ મને ગર્વ છે કે હું આદિવાસી છું, તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયે મારામાં પ્રાકૃતિક અને જમીની સ્તરના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાના વ્યાવસાયિક અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દી નાના ફટાકડાના ધંધાથી શરૂ કરી હતી. આજે તેઓ જુદા જુદા વ્યવસાયો કરીને એક ઉત્તમ વેપારી બની શક્યા છે. વેપારમાં સાહસિકતા, ધૈર્ય અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. વેપારમાં નુકસાન થાય તો ડરવું નહીં, પરંતુ મનોમંથન કરવું આવશ્યક છે. આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીનો પરિચય અને સોસાયટી દ્વારા આદિવાસી સમુદાયના સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધન, તાલીમ, આદિવાસી મેળાઓ વગેરે સંબંધિત કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત યોજનાઓ જેમકે PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે સાબરમતી વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ રાણા, લાંભા વોર્ડના કોર્પોરેટર જશોદાબેન અમલીયાર, આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોનું દર્દ છલકાયું, બટાકાનું ઉત્પાદન થયું પણ જોઈએ એ રીતે પોષણક્ષમ ભાવ ના મળ્યા

Read Full Story arrow_forward
Junagadh News : મહાશિવરાત્રી મેળાની ભવ્ય તૈયારીઓ, હર્ષ સંઘવીના તંત્રને કડક આદેશ, જાણો ક્યારે થશે પ્રારંભ...
calendar_today January 30, 2026

Junagadh News : મહાશિવરાત્રી મેળાની ભવ્ય તૈયારીઓ, હર્ષ સંઘવીના તંત્રને કડક આદેશ, જાણો ક્યારે થશે પ્રારંભ...

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢના ભવનાથમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાના આયોજન માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપા તંત્ર, કલેક્ટર, એસપી, ધારાસભ્યો અને ભવનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ DyCM એ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભવ્ય મેળો હશે. શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 500 મીટર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુલાકાતીઓ માટે સુવિધાજનક રહેશે. આ સાથે જ મેળાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું છે.હજારો પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત ભક્તો અને સાધુ-સંતોની સુરક્ષા માટે તંત્ર સજ્જ છે, જેમાં 2900થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. 11 ફેબ્રુઆરીએ સંતોના આગમન પ્રસંગે એક ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે, જે મેળાના આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર રવેડી રૂટ પર સરકાર દ્વારા વિશેષ ડેકોરેશન અને લાઈટિંગ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને આ મેળો આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે. આ પણ વાંચો : Vadodara News : પાણીગેટ હત્યાકાંડમાં પત્નીનો ધડાકો, "મારા બદલે મારા પતિએ જીવ ગુમાવ્યો!"

Read Full Story arrow_forward
Ahmedabad: બોમ્બની ધમકી મળતા કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
calendar_today January 30, 2026

Ahmedabad: બોમ્બની ધમકી મળતા કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

કુવૈતથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે વિમાનમાં બોમ્બ હોવાની લેખિત ધમકી મળી. આ ગંભીર સૂચના મળતા જ પાઇલટે તુરંત કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો અને સાવચેતીના ભાગરૂપે વિમાનને નજીકના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. પેપર પર લખેલી ધમકીએ વધારી ચિંતા મળતી માહિતી અનુસાર, ફ્લાઇટ દરમિયાન એક કાગળ પર લખેલી ધમકી મળી હતી, જેમાં વિમાનમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠી મળતાની સાથે જ ક્રૂ મેમ્બર્સ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. વિમાનમાં કુલ 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રોટોકોલ મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત જેવું વિમાન અમદાવાદ રનવે પર લેન્ડ થયું, તેને તુરંત આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી સદનસીબે, પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ધમકી કોણે આપી અને તેનો હેતુ શું હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અવારનવાર વિમાનોને મળતી આવી ફેક ધમકીઓને કારણે એરપોર્ટ ઓથોરિટી હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ થયો

Read Full Story arrow_forward