android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News : પરષોત્તમ સોલંકીના 'ધોકાવાળી' નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું, આહીર સેનાના આકરા પ્રહાર
calendar_today January 30, 2026

Morbi News : પરષોત્તમ સોલંકીના 'ધોકાવાળી' નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું, આહીર સેનાના આકરા પ્રહાર

ગુજરાત સરકારના મંત્રી પરષોત્તમ સોલંકીએ તાજેતરમાં આપેલા એક નિવેદને રાજ્યમાં નવા વિવાદને જન્મ આપ્યો છે. મંત્રીએ જાહેર મંચ પરથી 'જરૂર પડે ધોકા ઉપાડીશું' તેવું વિધાન કરતા સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોરબી આહીર સેનાએ આ નિવેદન સામે લાલઆંખ કરી છે.શું છે સમગ્ર વિવાદ? એક કાર્યક્રમ દરમિયાન મંત્રી પરષોત્તમ સોલંકીએ આક્રમક શૈલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. આ નિવેદનને ગંભીરતાથી લેતા મોરબી આહીર સેનાના આગેવાન મહેન્દ્ર કછોટ મેદાનમાં આવ્યા છે. તેમણે મંત્રીની ગરિમા અને જવાબદારી સામે સવાલો ઉઠાવ્યા છે. આહીર સેનાના વેધક સવાલો મોરબી આહીર સેનાના આગેવાન મહેન્દ્ર કછોટે કહ્યું કે, "જો સરકાર પોતાની કામગીરી વ્યવસ્થિત રીતે કરતી હોય, તો મંત્રીએ ધોકા ઉપાડવાની વાત કરવાની જરૂર જ શું છે?" સત્તાધારી પક્ષ ભાજપના એક જવાબદાર મંત્રી જ્યારે આ પ્રકારની ભાષા વાપરે ત્યારે તે સમાજમાં ખોટો સંદેશ આપે છે. આવા નિવેદનોથી બે જ્ઞાતિઓ કે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થવાની અને ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. "સમાજ કોઈપણ ભોગે સામસામે ન આવવો જોઈએ. મંત્રીએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ આ 'ધોકા' કોના માટે અને કયા કારણસર ઉપાડવાની વાત કરી રહ્યા છે." - શાંતિ જોખમાવાની ભીતિ આહીર સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં જવાબદાર હોદ્દા પર બેઠેલા વ્યક્તિએ વાણી વિલાસ ટાળવો જોઈએ. મંત્રીનું આ નિવેદન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉભા કરે છે. જો મંત્રી જ ધોકા ઉપાડવાની વાત કરતા હોય, તો પોલીસ અને ન્યાયતંત્રની શું ભૂમિકા રહેશે? આ પણ વાંચો : 

Read Full Story arrow_forward
Surat News: મેકઅપ કરતા લોકો સાવધાન! ઝડપાયું નકલી કોસ્મેટિક બનાવતું કારખાનું
calendar_today January 30, 2026

Surat News: મેકઅપ કરતા લોકો સાવધાન! ઝડપાયું નકલી કોસ્મેટિક બનાવતું કારખાનું

ડાયમંડ સિટી સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરીને મોટા પાયે નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ્સના નામે ડુપ્લીકેટ સૌંદર્ય પ્રસાધનો બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર સસ્તા ભાવે વેચવામાં આવતા હતા.ઓનલાઇન વેચાણ દ્વારા છેતરપિંડી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હિતેશ કાતરીયા છેલ્લા 8 મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. તે બ્રાન્ડેડ કોસ્મેટિક પ્રોડક્ટ્સની હૂબહૂ નકલ તૈયાર કરી તેને મૂળ કિંમત કરતાં અડધી કિંમતે ઓનલાઇન વેચતો હતો. ગ્રાહકો સસ્તી વસ્તુની લાલચમાં આવીને આ નકલી પ્રોડક્ટ્સ ખરીદતા હતા, જે ત્વચા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો ગોડાદરા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કારખાના પર રેડ કરીને કુલ રૂપિયા 8.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. જેમાં તૈયાર કોસ્મેટિક પ્રોડક્ટ્સ, ખાલી બોટલો, સ્ટીકરો અને પેકેજિંગ મશીનરીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર હિતેશ કાતરીયાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Surat news: ડાયમંડ સિટી બન્યું ક્રાઈમ હબ, દર દસમા દિવસે હત્યાની ઘટના

Read Full Story arrow_forward
Gandhi Jayanti : મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ, PM અને રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ
calendar_today January 30, 2026

Gandhi Jayanti : મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ, PM અને રાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી, જેઓને બાપૂ તરીકે ઓળખવામાં આવે છે, ભારતને સ્વતંત્રતાની દિશામાં લાવીનાર મહાન રાષ્ટ્રીય નેતા હતા. આજે તેમની 78મી પુણ્યતિથિ છે અને સમગ્ર દેશ તેમની વિચારસરણી અને જીવનશૈલીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત દેશના મુખ્ય નેતાઓએ બાપૂને શ્રદ્ધાંજલિ આપી, તેમનું જીવન અને સિદ્ધાંતો સ્મર્યા. ટ્વિટ કરીને મહાત્મા ગાંધીને નમન વડાપ્રધાનએ ટ્વિટ કરીને મહાત્મા ગાંધીને નમન કર્યું અને જણાવ્યું કે બાપૂના વિચારો આજે પણ આપણા દેશના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ માટે માર્ગદર્શક છે. તેમણે જણાવ્યું કે બાપૂએ દરેક સમયે સ્વદેશી પર ભાર મૂક્યો અને દેશને પોતાનાં સાધનો અને સ્રોતો દ્વારા આગળ વધારવા પ્રેરણા આપી. સત્યની મહત્વપૂર્ણ ભૂમિકા બાપૂના જીવનમાં અહિંસા અને સત્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે માનવતાની સુરક્ષા માટે હિંસાને અવગણવા અને સહિષ્ણુતાના માર્ગે ચાલવા પ્રોત્સાહિત કર્યું. તેમની આ વિચારો આજે પણ શાંતિ, સમજૂતી અને વિકાસના માર્ગદર્શક રૂપે કામ કરે છે.બાપૂના મૂલ્યો માત્ર રાજકીય સીમાઓ  બાપૂના મૂલ્યો માત્ર રાજકીય સીમાઓ સુધી મર્યાદિત ન હતા, પરંતુ તે સમાજના દરેક સ્તરે લાગુ પડે છે. આજે આપણા દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં બાપૂના વિચારો પ્રેરણારૂપ બની શકે છે. સ્વદેશી, સત્ય, અહિંસા અને સચોટ જીવનશૈલી – આ બધી બાબતો બાપૂના જીવનના મુખ્ય તત્ત્વ હતા, જેને આજે નવી પેઢી પણ શીખી શકે છે.દેશના દરેક નાગરિક માટે બાપૂના વિચારને જીવનમાં લાવવાનું  આ પુણ્યતિથિ પર દેશના દરેક નાગરિક માટે બાપૂના વિચારને જીવનમાં લાવવાનું અને સમાજમાં શાંતિ અને સર્વાંગી વિકાસ લાવવાનું એક સુવર્ણ અવસર છે. મહાત્મા ગાંધીના આદર્શો અને સંકલ્પો આજે પણ ભારતને આગળ વધારવા માટે માર્ગદર્શન આપે છે.આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ

Read Full Story arrow_forward