android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
FASTagમાંથી ખોટા ટોલ કપાત? NHAIએ 18 લાખ કેસ પરત કર્યા!
calendar_today January 30, 2026

FASTagમાંથી ખોટા ટોલ કપાત? NHAIએ 18 લાખ કેસ પરત કર્યા!

આપની કાર ઘરે પાર્ક હોવા છતાં FASTagમાંથી ટોલ કાપવાનો મુદ્દો હવે NHAI દ્વારા જાહેર થયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (NHAI) 2025 દરમિયાન આશરે 1.8 મિલિયન ખોટા ટોલ કેસોમાં રિફંડ આપ્યું છે. આમાં આશરે 35% કેસોમાં, વાહન ટોલ પ્લાઝા સુધી પહોંચી નથી પણ છતાં FASTagમાંથી રકમ કાપવામાં આવતો હતો. સરકારીન માહિતી સરકારી માહિતી મુજબ, આ ખોટી કપાતનો મુખ્ય કારણ મેન્યુઅલ એન્ટ્રી છે. ટોલ પ્લાઝા પર ટેકનિકલ સમસ્યાઓ અથવા સિસ્ટમ નિષ્ફળ થવાથી કર્મચારીઓ વાહન નંબર મેન્યુઅલી દાખલ કરે છે, જેની લીધે ખોટા વાહનના FASTagમાંથી રકમ કાપી લેવામાં આવે છે. NHAI અને NPCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 4.64 અબજ FASTag વ્યવહારોમાં માત્ર 0.03% ખોટી કપાત થઈ, પરંતુ સરકાર આને ગંભીરતાથી લઇ રહી છે.  હવે મેન્યુઅલ એન્ટ્રીને દૂર કરવા માટે તૈયારી સરકાર હવે મેન્યુઅલ એન્ટ્રીને દૂર કરવા માટે તૈયારી કરી રહી છે, જેથી ખોટી ટોલ કપાત અટકાવી શકાય અને જનતાને અસુવિધા ન થાય. FASTag લાગુ થવાથી ટોલ પ્લાઝા પાર થવાનો સમય નોંધપાત્ર રીતે ઘટીને સરેરાશ 12.2 મિનિટથી માત્ર 40 સેકન્ડ થયો છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં રાષ્ટ્રીય હાઈવે અને એક્સપ્રેસવે નેટવર્ક પરથી ટોલ વસૂલાત ₹50,195 કરોડ રહી છે. તમારા FASTag પર એલર્ટ સેટ કરી શકો FASTag વપરાશકર્તાઓ માટે સાવચેતી મહત્વપૂર્ણ છે. તમે તમારા FASTag પર એલર્ટ સેટ કરી શકો છો જેથી કોઈ પણ ખોટી કપાતની માહિતી તરત મળે. તમારા બેંક FASTag એપ અથવા પોર્ટલ પર લોગઈન કરી “એલર્ટ” અથવા “નોટિફિકેશન” સેટ કરી શકો છો. ન્યૂનતમ બેલેન્સ મર્યાદા સેટ કરીને જ્યારે બેલેન્સ ઓછું થાય ત્યારે તરત SMS ચેતવણી મેળવો. વધુમાં, મિસ્ડ કોલ દ્વારા પણ બેલેન્સ ચેક કરી શકાય છે. ખાતરી કરો કે FASTag સક્રિય અને યોગ્ય મોબાઇલ નંબર સાથે લિંક થયેલ છે. આ રીતે, ખોટી ટોલ કપાતથી બચવું અને તમારી FASTag વ્યવહારો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું શક્ય છે. આ પણ વાંચો : Union Budget 2026 : આર્થિક સર્વે પછી બજેટ 2026 કેવું હશે? જાણો શું બદલાશે

Read Full Story arrow_forward
Railway News : હિંમતનગરથી ખેડબ્રહ્મા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર, વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી
calendar_today January 30, 2026

Railway News : હિંમતનગરથી ખેડબ્રહ્મા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર, વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી

હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે 55.672 કિમી નવનિર્મિત બ્રોડ ગેજ રેલખંડનું 25 કેવી, 50 હર્ટ્ઝ, એ.સી. ઇલેક્ટ્રિક ટ્રેક્શન પ્રણાલી સાથે ઇલેક્ટ્રિફિકેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હિંમતનગર–ખેડબ્રહ્મા મીટર ગેજ સેક્શન પર 01 જાન્યુઆરી 2017થી રેલ યાતાયાત બંધ કરવામાં આવ્યો હતો. આ સેક્શનને યાત્રી અને માલગાડી સેવાઓ માટે અધિકૃત કરાયો ત્યારબાદ હિંમતનગર–ખેડબ્રહ્મા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ, જે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમીથી વધુની દૂરીને આવરી લે છે, આ પ્રોજેક્ટને 2 જૂન 2022ના રોજ ₹482 કરોડની કિંમતે મંજૂરી મળી હતી. પ્રધાનમંત્રી દ્વારા 18 જૂન 2022ના રોજ આ ગેજ પરિવર્તનનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, જેને લગભગ 3 વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર (PCEE)રજનીશ કુમાર ગોયલ, IRSEE દ્વારા 28 જાન્યુઆરી 2026ના રોજ આ સેક્શનને યાત્રી અને માલગાડી સેવાઓ માટે વિદ્યુત એન્જિનોના સંચાલન હેતુ અધિકૃત કરી દેવામાં આવ્યો છે. આ ખંડને વિદ્યુત સંચાલન હેતુ મંજૂરી આપવામાં આવી છે આ ખંડ પર ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), ટ્રેક્શન સબ-સ્ટેશન, સેક્શનિંગ અને પેરેલલિંગ પોસ્ટ, બોન્ડિંગ અને અર્થિંગ વ્યવસ્થા તથા સિગ્નલિંગ અને દૂરસંચાર પ્રણાલીઓ સાથે આ સમન્વય જેવા બધા તકનીકી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સેક્શન પર 08 જાન્યુઆરી 2026ના રોજ ઇલેક્ટ્રિક લોકોનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. PCEE તથા અમદાવાદ મંડળ અને નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ પછી રેલવે (Opening for Public Carriage of Passengers)નિયમોના પ્રાવધાનો હેઠળ આ ખંડને વિદ્યુત સંચાલન હેતુ મંજૂરી આપવામાં આવી છે. આ ખંડ પર વિદ્યુત એન્જિનનો સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું જેમાં OHE,વિદ્યુત આપુર્તિ વ્યવસ્થા, ટર્નઆઉટ, ક્રોસઓવર તથા અન્ય સુરક્ષા અને સંરક્ષણ પ્રણાલીઓની કાર્યક્ષમતા ઠીક મળી છે. આ વિદ્યુતીકરણથી ઇંધણની બચત, પર્યાવરણ સંરક્ષણ, માલ ઢુલાઈ ક્ષમતામાં વધારો, યાત્રી ગાડીઓની વધુ સારી ગતિ અને ત્વરણ તથા સંચાલન ખર્ચમાં ઘટાડો જેવા મહત્વપૂર્ણ લાભ મળશે, જેનાથી વિસ્તારમાં સુરક્ષિત, કુશળ અને હરિત રેલ પરિવહનને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં રેલ સંચાલન વધુ આધુનિક, પર્યાવરણ અનુકૂળ અને ઊર્જા કુશળ બનશે, જેનાથી યાત્રીઓને વધુ સારી સેવા અને માલ પરિવહનને ગતિ મળશે.આ પણ વાંચો : Rajkot News : આટકોટ-ગોંડલ રોડ પર કાર પુલ પરથી નીચે ખાબકી, કારમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા

Read Full Story arrow_forward
Junagadh News: કેશોદ સોની બજારમાં CGST ત્રાટકી, ટપોટપ શટર પડ્યા
calendar_today January 30, 2026

Junagadh News: કેશોદ સોની બજારમાં CGST ત્રાટકી, ટપોટપ શટર પડ્યા

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. જે કારણે સોની બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગના અધિકારીઓએ કેશોદ શહેરના નામાંકિત જ્વેલર્સ પર સપાટો બોલાવ્યો છે, જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.એ.જે. અને ધકાણ જ્વેલર્સ પર તપાસનો ધમધમાટ મળતી માહિતી અનુસાર, કેશોદની સોની બજારમાં આવેલી 'એ.જે. જ્વેલર્સ' અને 'ધકાણ જ્વેલર્સ' પર જીએસટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા જ્વેલર્સના હિસાબી ચોપડા, સ્ટોક રજિસ્ટર અને બિલિંગ દસ્તાવેજોની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાચા બિલ અને ટેક્સ ભર્યા વગરના વ્યવહારો પર વિભાગની બાજ નજર હોવાનું માનવામાં આવી રહ્યું છે. રેડના પગલે બજારમાં સન્નાટો જીએસટી વિભાગની રેડના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસર્યા હતા. જે બાદ કેશોદની અન્ય જ્વેલર્સ દુકાનોના શટર ટપોટપ પડવા લાગ્યા હતા. અનેક વેપારીઓ તપાસના ડરથી પોતાની દુકાનો છોડીને ભાગી ગયા હતા, જેના કારણે સમગ્ર સોની બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. હાલમાં આ તપાસમાં કેટલી બેનામી સંપત્તિ કે ટેક્સ ચોરી ઝડપાય છે તેની રાહ જોવાઈ રહી છે. આ પણ વાંચો - Junagadh : કેશોદના સોંદરડા GIDCમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી, ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો

Read Full Story arrow_forward