android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઘી કાંટાની નવતાડની પોળમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે 3 થી 4 વ્યક્તિઓ દટાયાની આશંકા!
calendar_today January 29, 2026

Ahmedabad: ઘી કાંટાની નવતાડની પોળમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે 3 થી 4 વ્યક્તિઓ દટાયાની આશંકા!

અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટા વિસ્તારની નવતાડની પોળમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વર્ષો જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું એક મકાન અચાનક ધરાશાયી થઈ જતાં આસપાસના રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પત્તાના મહેલની જેમ મકાન નીચે આવતાની સાથે જ આખો વિસ્તાર ધૂળની ડમરીઓ અને ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. 3 થી 4 લોકો દબાયા હોવાની આશંકા મળતી માહિતી પ્રમાણે, તાત્કાલિક ધોરણે મદદ શરૂ કરી હતી અને ફાયર વિજ્યારે આ મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કેટલાક લોકો હાજર હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3 થી 4 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયેલા છે. સ્થાનિક લોકોએ ભાગને જાણ કરી હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોની સ્થિતિ અંગે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમને જીવતા બહાર કાઢવા માટે સમય સામે હોડ જામી છે. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સાંકડી પોળ હોવાને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ ફાયરના જવાનોએ અત્યાધુનિક સાધનો સાથે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે જેથી ભીડને નિયંત્રિત કરી શકાય અને રેસ્ક્યુ કામગીરી ઝડપથી ચાલી શકે. આ ઘટનાએ ફરી એકવાર કોટ વિસ્તારના જોખમી અને જર્જરિત મકાનોના પ્રશ્નને એરણે મૂક્યો છે. આ પણ વાંચોઃ Rajkot: જંગલેશ્વર ડિમોલિશન મામલે નેતાજીના બે રુપ, નરેન્દ્ર ડવનો પત્ર થયો વાયરલ 

Read Full Story arrow_forward
Bharuch News: એક બસ બીજી બસ સાથે અથડાતા સોસાયટીની દીવાલ ધરાશાયી
calendar_today January 29, 2026

Bharuch News: એક બસ બીજી બસ સાથે અથડાતા સોસાયટીની દીવાલ ધરાશાયી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એસટી ડેપોમાં આજે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. ડેપોમાં પાર્ક કરેલી એક બસની પાછળ અન્ય એક એસટી બસ જોરદાર ધડાકા સાથે અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, પાર્ક કરેલી બસ ધસીને નજીકની સોસાયટીની દીવાલ સાથે અથડાઈ હતી.સોસાયટીની દીવાલને વ્યાપક નુકસાન ઘટનાની મળતી માહિતી અનુસાર, ડેપોમાં એક બસ સ્થિર ઊભી હતી, ત્યારે પાછળથી આવી રહેલી અન્ય એસટી બસના ચાલકે કાબૂ ગુમાવતા તે ઉભેલી બસમાં ભટકાઈ હતી. ટક્કરને કારણે આગળ ઉભેલી બસ ડેપોની અડીને આવેલી ગુલનાર સોસાયટીની દીવાલ સાથે જઈ અથડાઈ હતી. જેના કારણે દીવાલને મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આવી જ રીતે એસટી બસ અથડાવાને કારણે આ દીવાલને નુકસાન થયું હતું. CCTV ફૂટેજ આવ્યા સામે આ સમગ્ર અકસ્માતની ઘટના ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક બસ બીજી બસને ટક્કર મારે છે અને ત્યારબાદ બસ દીવાલ સાથે અથડાય છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એસટી તંત્રની બેદરકારી અને ડ્રાઈવિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. હાલ એસટી વિભાગ દ્વારા આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો - Ankleshwar : 50 લાખ સામે રૂ. 1.26 કરોડ રુપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં વેપારીને ધમકી આપનારા ત્રણ વ્યાજખોર ઝડપાયા

Read Full Story arrow_forward
Dang : આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી તપાસ શરુ કરી
calendar_today January 29, 2026

Dang : આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી તપાસ શરુ કરી

ડાંગની એક આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ થતા પોલીસે આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ જગતને લજવતી ઘટના ડાંગ જિલ્લાની એક આશ્રમશાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. 15 વર્ષીય બાળકીની માતા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમશાળાના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે. સોનલ નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને બોલાવી ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની સાથે સાતથી આઠ દિવસ પહેલા આશ્રમમાં રસોઈકામ કરતી સોનલ નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને "રસોડામાં કામ છે" તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી. ત્યારબાદ સોનલે આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી. બળજબરીપૂર્વક દૂષ્કર્મ કર્યું કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી આરોપી પ્રફુલ નાયક તેને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક દૂષ્કર્મ કર્યું પોલીસે પ્રફુલ નાયક અને સોનલ સામે ગુનો નોંધ્યો બાળકીએ ઘટનાની તેની માતાને કરતા તેઓ આશ્રમમાં આવીને દીકરી સાથે વાત કરી હતી જ્યા ભોગ બનનારે સમગ્ર માહિતી આપતા આખરે તેની માતા એ આરોપી પ્રફુલ નાયક અને તેને આ કૃત્યમાં મદદ કરનાર રસોઇ બનવનાર સોનલ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward