અજીત પવાર અંતિમ સંસ્કાર, પુત્રોએ આપી મુખાગ્નિ, પત્ની સુનેત્રા પવારે આંખમા આંસુ સાથે ભારે હૃદયે પતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપી
અજિત પવારના અંતિમ સંસ્કાર તેમના રાજકીય ગઢ બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. બારામતી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારનું નિધન થયું હતું. આજે 29 જાન્યુઆરીના દિવસે અજિત પવારની અંતિમ યાત્રા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.
Read Full Story arrow_forward