android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Opening: મંગળવારે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 344 પોઇન્ટ ઘટ્યો
calendar_today January 27, 2026

Stock Market Opening: મંગળવારે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 344 પોઇન્ટ ઘટ્યો

એશિયન બજારોમાં મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજારો મંગળવારે ભારતીય શેરબજાર લાલ નિશાને ખૂલ્યુ.   નિફ્ટી ફ્યુચર્સ સવારે 8 વાગ્યે 95 પોઈન્ટ વધીને 25,185 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ બેન્ચમાર્ક નિફ્ટી 50 માટે ગ્રીન ઓપનિંગ સૂચવે છે પરંતુ સવારે 9.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું,.લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર સેન્સેક્સ પોઇન્ટના ઘટાડા સાથે અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી પોઇન્ટના ઘટાડા સાથે અંકે ખૂલ્યો. ઉલ્લેખનીય છે તે  ભારતીય શેરબજાર સોમવાર, 26 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસને કારણે બંધ થયું હતું.આ પરિબળો શેરબજારને કરી રહ્યા છે અસર રોકાણકારો ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ની ઔપચારિક જાહેરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે આ નવી ભાગીદારીનો પાયો નાખશે. આ અઠવાડિયે, રોકાણકારો ભારત-યુએસ વેપાર સોદો, યુનિયન બજેટ 2026, યુએસ ફેડરલ રિઝર્વ બેઠક, ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને ગ્રીનલેન્ડ સંબંધિત ભૂ-રાજકીય વિકાસ સહિત અનેક મુખ્ય પરિબળો પર નજર રાખશે.વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? એશિયન શેરબજારોમાં હળવી અસ્થિરતા જોવા મળી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયા પર વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપી. આનાથી રોકાણકારોની ચિંતા વધી. શરૂઆતના ઘટાડા પછી, દક્ષિણ કોરિયાનો સ્ટોક ઇન્ડેક્સ સુધર્યો અને લગભગ 0.7 ટકા વધ્યો. છેલ્લા અપડેટ સુધી જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.1 ટકા વધ્યો હતો. સોમવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા. રોકાણકારો મોટી કંપનીઓના પરિણામો અને આ અઠવાડિયે વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વની બેઠકની રાહ જોઈ રહ્યા છે. S&P 500 ઇન્ડેક્સ 0.50 ટકા, નાસ્ડેક કમ્પોઝિટ 0.43 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.64 ટકા વધ્યો.77માં પ્રજાસત્તાક પર્વ પર પીએમ મોદીએ પહેરી આકર્ષક પાઘડી, જુઓ તસવીરો

Read Full Story arrow_forward
જમ્મુ-કાશ્મીર હિમવર્ષાથી સફેદ ચાદર છવાઇ
calendar_today January 27, 2026

જમ્મુ-કાશ્મીર હિમવર્ષાથી સફેદ ચાદર છવાઇ

રસ્તાઓ, છતો, વૃક્ષો અને ખુલ્લા મેદાનો પર જામેલી તાજી બરફની પરતથી શહેર અદભૂત દ્રશ્યમાં ફેરવાઈ ગયું છે. 

Read Full Story arrow_forward
Punjab પોલીસની મોટી કાર્યવાહી, ગેંગસ્ટર ગોલ્ડી બરારના માતા-પિતાની ધરપકડ
calendar_today January 27, 2026

Punjab પોલીસની મોટી કાર્યવાહી, ગેંગસ્ટર ગોલ્ડી બરારના માતા-પિતાની ધરપકડ

પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર સાથે જોડાયેલા એક કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગોલ્ડી બરારના માતા-પિતાને ખંડણી અને જાનની મારી નાખવાની ધમકી સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડ શ્રી મુક્તસર સાહિબ સ્ટેશનમાં વર્ષ 2024માં દાખલ એક FIRના આધાર પર કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી શમશેર સિંહ અને તેની પત્ની પ્રીતપાલ કૌરની 2024માં નોંધાયેલી FIR હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી શ્રી મુક્તસર સાહિબના કોટકપુરા રોડ સ્થિત આદેશનગરના રહેવાસી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (4), 351 (1) અને 351(3) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર કેસ? આ કેસના ફરિયાદી સતનામ સિંહ છે, જે ગામના ઉદેકરનના રહેવાસી છે અને છેલ્લા 33 વર્ષથી શિક્ષણ વિભાગમાં કાર્યરત છે, હાલમાં તે સરકારી ગર્લ્સ સીનિયર સેકેન્ડરી સમ્રાટ સ્કુલ, ભઠિંડા રોડમાં SLAના પદ પર તૈનાત છે. સતનામ સિંહે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે 27 નવેમ્બર 2024એ સવારે લગભગ 10.30થી 11 વાગ્યાની વચ્ચે ફરજ દરમિયાન તેમને એક વિદેશી વોટસએપ નંબરથી કોલ આવ્યો. કોલ કરનારા વ્યક્તિએ પોતાને બંબીહા ગ્રુપનો સભ્ય ગણાવ્યો અને તેની ઓળખની પુષ્ટી કરીને 50 લાખ રૂપિયાની ખંડણી માગી. આરોપીએ ધમકી આપી કે રકમ નહીં આપે તો તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. કોલરે તેમના પરિવાર અને કોટકપૂરા રોડ સ્થિત ઘરની સમગ્ર જાણકારી હોવાનો પણ દાવો કર્યો. ધમકીભર્યા ફોન લગભગ 3 વખત આવ્યા ફરિયાદીના જણાવ્યા મુજબ તે દિવસે આ પ્રકારની ધમકીભર્યા ફોન લગભગ 3 વખત આવ્યા, ત્યારબાદ તેઓ ખરાબ રીતે ડરી ગયા અને કોઈ વાતની જાણકારી આપી નહીં. 3 ડિસેમ્બર 2024એ ફરી એક વખત તે વિદેશી નંબરથી કોલ આવ્યો, જે તેમને ડરના કારણે રિસિવ ના કર્યો, આખો દિવસ તે માનસિક રીતે પરેશાન રહ્યા. ત્યારબાદ પરિવારના લોકો સાથે ચર્ચા કર્યા બાદ સતનામ સિંહ પોતાના ભાર ગુરસેવક સિંહની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી, ત્યારબાદ ગોલ્ડી બરારના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે ધમકી અને ખંડણીનું ષડયંત્ર રચવામાં કોણ-કોણ સામેલ છે. ગોલ્ડી બરારના માતા-પિતાની અમૃતસરથી ધરપકડ SSP શ્રી મુક્તસર સાહિબે પુષ્ટી કરી અને કહ્યું કે ગોલ્ડી બરારના માતા-પિતાની અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે, તેમને હવે કોર્ટમાં હાજર કરવામાં આવશે. તે દરબાર સાહિબની પાસે એક હોટલમાં રોકાયેલા હતા, જે સમયે FIR દાખલ કરવામાં આવી હતી, બંબીહા ગેંગ અને ગોલ્ડી બરાર એક સાથે કામ કરી રહ્યા હતા. તેમના માતા-પિતા આમાં સામેલ છે, કારણ કે તેમની કમાણી કરવાનું અન્ય કોઈ સાધન નથી અને તે ખંડણી માગીને તે પૈસા પર ગુજરાન ચલાવે છે.        આ પણ વાંચો : Delhi Mumbai Expressway Accident: મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા 5 લોકો, ટ્રકની અડફેટે 4ના મોત

Read Full Story arrow_forward