android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Petrol Diesel Price Today: મંગળવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર
calendar_today January 27, 2026

Petrol Diesel Price Today: મંગળવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર

ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે, જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર પર આધારિત હોય છે. દેશની મોટી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજની કિંમત નક્કી કરે છે અને તેને જાહેર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી ઊથલપાથલ ભારતીય બજારમાં ઇંધણના દરને અસર પહોંચાડે છે. તેથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કે ઘટાડો જોવા મળે છે.આજે બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ ? આજે 27 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવદેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ ડીઝલઅમદાવાદ 94.63 રૂપિયા 90.30 રૂપિયાભાવનગર 96.10 રૂપિયા 91.78 રૂપિયાભાવનગર 96.10 રૂપિયા 91.78 રૂપિયાસુરત 95.05 રૂપિયા 90.75 રૂપિયાજામનગર 94.39 રૂપિયા 91.06 રૂપિયારાજકોટ 94.26 રૂપિયા 84.95 રૂપિયાએસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. 77માં પ્રજાસત્તાક પર્વ પર પીએમ મોદીએ પહેરી આકર્ષક પાઘડી, જુઓ તસવીરો

Read Full Story arrow_forward
India-EU Trade Deal:ટ્રમ્પને મળશે સણસણતો જવાબ, આજે India-EU ડીલ પર લાગશે મહોર
calendar_today January 27, 2026

India-EU Trade Deal:ટ્રમ્પને મળશે સણસણતો જવાબ, આજે India-EU ડીલ પર લાગશે મહોર

ટેરિફ લાગુ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સતત તેજ ગતિએ આગળ વધી રહી છે અને ભારત એક પછી એક મોટી ટ્રેડ ડીલ કરીને વૈશ્વિક મંચ પર પોતાની મજબૂત હાજરી દર્શાવી રહ્યું છે.આ ડીલને ટ્રંપની ટેરિફ નીતિઓને કરારો જવાબ તરીકે જોવામાં આવી રહી છે ઓમાન અને ન્યૂઝીલેન્ડ બાદ હવે 27 જાન્યુઆરી, મંગળવારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક મોટા મુક્ત વેપાર કરાર (Free Trade Agreement)નું સત્તાવાર એલાન થવાની શક્યતા છે. આ ડીલને ટ્રંપની ટેરિફ નીતિઓને કરારો જવાબ તરીકે જોવામાં આવી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે આ કરારથી ભારતને યુરોપિયન બજારમાં વધુ સારી પહોંચ મળશે, નિકાસમાં વધારો થશે અને વિદેશી રોકાણને પણ પ્રોત્સાહન મળશે. આ રીતે, વૈશ્વિક દબાણો વચ્ચે પણ ભારત પોતાની આર્થિક નીતિઓ અને વ્યૂહરચનાથી મજબૂત રીતે આગળ વધતું જઈ રહ્યું છે. ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચાઓ પર આજે મહત્વની મહોર લાગી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડીલ વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સંરક્ષણવાદી વેપાર નીતિઓને કરારો જવાબ આપશે.ભારત પોતાની આર્થિક નીતિઓ અને વ્યૂહરચનાથી મજબૂત રીતે આગળ વધતું જઈ રહ્યું છે.  ટ્રંપના કાર્યકાળ દરમિયાન “અમેરિકા ફર્સ્ટ” નીતિ હેઠળ ટેરિફમાં વધારો અને વેપાર પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા, જેના કારણે વૈશ્વિક બજારો પર અસર પડી હતી. આવી સ્થિતિમાં ભારત-EU ડીલને મુક્ત અને સંતુલિત વેપારની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. India-EU FTAનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે ભારતીય ઉત્પાદનોને યુરોપિયન બજારમાં વધુ સરળ અને વ્યાપક પ્રવેશ મળશે. ટેક્સટાઇલ, ફાર્મા, આઈટી સર્વિસિસ, ઓટો પાર્ટ્સ અને કૃષિ ઉત્પાદનો પર લાગતા ઊંચા ટેરિફમાં ઘટાડો થવાની શક્યતા છે. પરિણામે ભારતના નિકાસમાં વધારો થશે, વિદેશી રોકાણ આકર્ષિત થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. સાથે જ યુરોપિયન કંપનીઓને ભારતના વિશાળ ઉપભોક્તા બજારમાં સરળ પ્રવેશ મળશે, જેના કારણે ટેક્નોલોજી અને મૂડીનો પ્રવાહ વધશે.આ ડીલ સાથે કેટલીક પડકારો અને નુકસાનની શક્યતાઓ પણ જોડાયેલી છે. જો કે, આ ડીલ સાથે કેટલીક પડકારો અને નુકસાનની શક્યતાઓ પણ જોડાયેલી છે. યુરોપિયન યુનિયનના કડક પર્યાવરણ, શ્રમ કાયદા અને ડેટા સુરક્ષા સંબંધિત ધોરણોનું પાલન કરવું ભારતીય કંપનીઓ માટે મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો પર તેનો વધારે ભાર પડશે. ઉપરાંત, ડેરી અને કૃષિ ક્ષેત્રમાં યુરોપિયન સ્પર્ધાના કારણે ભારતીય ખેડૂતોને નુકસાન થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષજ્ઞોના મતે જો સરકાર સંતુલિત શરતો સાથે આ FTA અમલમાં મૂકે, તો લાંબા ગાળે આ કરાર ભારત માટે લાભદાયક સાબિત થઈ શકે છે. બદલાતા વૈશ્વિક વેપાર પરિસ્થિતિઓ વચ્ચે India-EU ડીલ ભારતને આર્થિક રીતે મજબૂત બનાવશે અને એક વિશ્વસનીય વૈશ્વિક ટ્રેડ પાર્ટનર તરીકે તેની ઓળખ વધુ મજબૂત કરશે.આ પણ વાંચો: Military Officials Purge: શું જિનપિંગને છે કોઇથી ખતરો? ટોપ જનરલ શંકાના ઘેરામાં

Read Full Story arrow_forward
Budget 2026 : આરોગ્ય ક્ષેત્ર પર ખર્ચ વધારી શકે છે સરકાર, સસ્તી દવા અને સારવાર પર થશે જાહેરાત?
calendar_today January 27, 2026

Budget 2026 : આરોગ્ય ક્ષેત્ર પર ખર્ચ વધારી શકે છે સરકાર, સસ્તી દવા અને સારવાર પર થશે જાહેરાત?

1 ફેબ્રુઆરી, 2026એ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. આ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનું સતત નવમું બજેટ હશે, જે પોતાનામાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ છે. આ વખતે બજેટમાંથી સૌથી વધુ અપેક્ષાઓ આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્રિત છે. કોવિડ-19 મહામારી પછી, લોકો સમજી ગયા છે કે મજબૂત આરોગ્યસંભાળ વ્યવસ્થા કોઈપણ દેશની કરોડરજ્જુ છે.આજે પણ ભારતમાં તબીબી સારવારનો ખર્ચ સામાન્ય માણસ માટે એક મહત્વપૂર્ણ પડકાર છે. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ છે અને ખાનગી હોસ્પિટલો ખુબ જ મોંઘી છે. તેથી, એવું માનવામાં આવે છે કે સરકાર 2026ના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર ખર્ચ વધારી શકે છે. ભારતમાં આરોગ્ય પાછળ હજુ પણ ખર્ચ ઓછો અન્ય દેશોની તુલનામાં ભારત હજુ પણ આરોગ્ય સંભાળ પર નોંધપાત્ર રીતે ઓછો ખર્ચ કરે છે. યુનાઈટેડ સ્ટેટ્સ તેના GDPના આશરે 17થી 18 ટકા આરોગ્ય સંભાળ પર ખર્ચ કરે છે. જાપાન પણ તબીબી સંભાળ અને આરોગ્ય સંભાળ પર 10 ટકાથી વધુ ખર્ચ કરે છે. દરમિયાન, ભારતનો આરોગ્ય સંભાળ ખર્ચ હજુ પણ ઘણા વિકાસશીલ દેશો કરતા ઓછો માનવામાં આવે છે. જોકે સરકારે તાજેતરના વર્ષોમાં આ દિશામાં પ્રગતિ કરી છે, ડિજિટલ આરોગ્ય, આયુષ્માન ભારત યોજના, મેડિકલ કોલેજોના વિસ્તરણ અને સસ્તી દવાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરિયાત નોંધપાત્ર રહે છે. ગયા બજેટમાં આરોગ્ય ક્ષેત્રને શું મળ્યું? નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં આરોગ્ય મંત્રાલય માટે લગભગ રૂપિયા 1 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ રકમ પાછલા વર્ષ કરતા લગભગ 11 ટકા વધુ હતી. આમાં આયુષ્માન ભારત યોજનાનું વિસ્તરણ, કેન્સરની દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ અને નવી AIIMS અને મેડિકલ કોલેજો ખોલવા જેવી જાહેરાતો સામેલ હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આરોગ્ય ક્ષેત્ર સરકાર માટે પ્રાથમિકતા છે. ફાર્મા ક્ષેત્રને પણ સમર્થનની જરૂર નિષ્ણાતો માને છે કે બજેટમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પણ ટેકો મળવો જોઈએ. વૈશ્વિક સપ્લાય ચેઈન મુદ્દાઓ, ભૂ-રાજકીય તણાવ અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવા દેશોની વેપાર નીતિઓ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને અસર કરી રહી છે. તેથી, સ્થાનિક ઉત્પાદન અને સંશોધનને પ્રોત્સાહન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ભારતે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં બાળકોની વસ્તી મોટી છે, પરંતુ તેમના સ્વાસ્થ્ય અને પોષણ પર ખર્ચ પ્રમાણમાં ઓછો છે. નિષ્ણાતો માને છે કે બાળકોમાં રોકાણ વધારવાથી લાંબા ગાળે સ્વસ્થ અને મજબૂત ભારતનો પાયો નાખી શકાય છે. શું દવાઓ થશે વધુ સસ્તી? બજેટ 2026માં સરકારી હોસ્પિટલોની સંખ્યા અને સુવિધાઓમાં વધારો થવાની, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય માળખાને મજબૂત બનાવવાની, દવાઓને વધુ સસ્તી બનાવવાની અને આયુષ્માન ભારત જેવી યોજનાઓનો વ્યાપ વધારવાની અપેક્ષા છે. જો આવું થાય તો સામાન્ય માણસના ખિસ્સા પર તબીબી સારવારનો બોજ ચોક્કસપણે કંઈક અંશે ઓછો થશે.આ પણ વાંચો : Union Budget 2026 : નાણાપ્રધાન નિર્મલા સીતારમણની બજેટ ટીમમાં કોણ-કોણ સામેલ?

Read Full Story arrow_forward