android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: નડિયાદ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
calendar_today January 25, 2026

Kheda: નડિયાદ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

તા. 25મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભે નડિયાદ શહેર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમ્યાંન સમગ્ર વર્ષ દરમિયાન ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સહયોગ આપનારા જિલ્લાના મતદાતાઓ અને ચૂંટણી કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.યુવા, સિનિયર સિટીઝન, ટ્રાન્સજેન્ડર, દિવ્યાંગ કેટગરી સહિત તમામ વયજૂથ અને સમુદાયના મતદારોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા સુપરવાઇઝર, બીએલઓ અને ઓપરેટર સહિતના કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવવામાં આવી હતી. નવા યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપી મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિએ રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજાવ્યું હતુ. તથા જિલ્લા ચૂંટણી તંત્રના તમામ સ્ટાફ્ની કામગીરીને બિરદાવી હતી. વધુમાં, ચૂંટણી અને મતદારયાદી લગતી કોઈ પણ માહિતી માર્ગદર્શન માટે નિઃસંકોચ ચૂંટણી તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આ તકે મતદારોએ પણ તેમનો પ્રતિભાવ આપી સન્માન બદલ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ લોકતાંત્રિક પરંપરાઓની ગરિમા જાળવી પારદર્શી, ભયમુક્ત અને ન્યાયી પ્રક્રિયાથી મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમબેન પ્રજાપતિ, નડિયાદ સિટી મામલતદાર સંદીપ મિસ્ત્ર્રી, ચૂંટણી તંત્રનો સ્ટાફ્, તમામ વય જૂથ અને સમુદાયના મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઊજવણી
calendar_today January 25, 2026

Kheda: સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઊજવણી

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે 05/01/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ મતદાતા વિદ્યાર્થિનીનું તુલસીના છોડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના PSI રાજેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય પ્રો. ડૉ. મહેન્દ્રકુમાર દવે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને મતદાન નાગરિકત્વની ફરજ અને દરેક વ્યક્તિએ લોકશાહીને જીવંત રાખવા મતદાન અવશ્ય કરવું જ જોઈએ. આવનારી ચૂંટણીઓમાં દેશના દરેક નાગરિક મતદાન કરે જ તે માટે વિદ્યાર્થીઓને વિશેષ સમજ આપીહતી. NSS પ્રોગ્રામ ઓફ્સિર ડો. પ્રકાશભાઈ વિછીયા, ડૉ. કલ્પનાબેન ત્રિવેદી અને કોલેજના દરેક અધ્યાપક મિત્રોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: ઈકબાલગઢ પાસે અકસ્માતમાં 7 વ્યક્તિનો જીવ લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
calendar_today January 25, 2026

Palanpur: ઈકબાલગઢ પાસે અકસ્માતમાં 7 વ્યક્તિનો જીવ લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

પાલનપુર આબુહાઈવે પર ઈકબાલગઢ નજીક ગંગાસાગર પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. જેમાં પોલીસે ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને એફએસએલની ટીમ દ્વારા આ અંગે ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. પાલનપુર આબુહાઈવે પર પાલનપુરથી આબુરોડ તરફ જઈ રહેલી ઈનોવા કારને સામેથી પુરઝડપે આવી રહેલ આઈસર ટ્રકને ડીવાઈડર કુદાવી અને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ સાત વ્યક્તિના મોત નિપજ્યા છે અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. આ બાબતે અમીરગઢ પોલીસ મથકે મૃતક મહેન્દ્રભાઈ શંકરલાલ રાવળ રહે.વાટેરા, તા.પિંડવાડા, રાજસ્થાનવાળાના નાના ભાઈ કાંતીલાલ શંકરલાલ રાવળે અમીરગઢ પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર ઉપરોકત બનાવમાં ટ્રક ચાલકે પુરઝડપે આવી અને ટક્કર મારી હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમાં સાત વ્યક્તિઓના મોત બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત ગમખ્વાર અકસ્માતની તપાસ બાબતે પોલીસે એફએસએલની ટીમ બોલાવી છે અને આ અકસ્માત બાબતે ટ્રક અને ઈનોવા કારની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માતનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા બે દર્દીઓને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા બે વ્યક્તિઓને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં એક બાળક અને દિપકસિંહ ગોપાલસિંહ રાજપુતનો સમાવેશ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward