android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : અંજાર પોલીસને મળી સફળતા, વકીલના ઘરે ચોરી કરેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા
calendar_today January 22, 2026

Kutch News : અંજાર પોલીસને મળી સફળતા, વકીલના ઘરે ચોરી કરેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોને અટકાવવા અને વણ ઉકેલ્યા ગુનાઓને ઉકેલવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. થોડાં દિવસો અગાઉ અંજાર શહેરના પોશ વિસ્તાર ગણાતી જૈન કોલોનીમાં રહેતા એક વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અલગ અલગ 9 જેટલી ટીમોની રચના કરાઇ મળતી માહિતી પ્રમાણે અંજારમાં થયેલી ચોરીને પગલે પોલીસે આરોપીઓને પકડવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા અલગ અલગ 9 જેટલી ટીમોની રચના કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે શહેરના વિવિધ માર્ગો અને ચોરીના સ્થળની આસપાસના આશરે 350 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજનું ઝીણવટભર્યુ એનાલિસિસ કર્યુ હતું. સીસીટીવી કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓને દબોચ્યા ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આખરે બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓએ માત્ર વકીલના ઘરે જ નહીં, પરંતુ અંજાર અને આદિપુર વિસ્તારમાં અન્ય ઘરફોડ ચોરીઓને પણ અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના આભૂષણો, ગુનામાં ઉપયોગમાં લેવાયેલું સ્કૂટર અને મોબાઈલ ફોન સહિતનો કિંમતી મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી બદલ અંજાર પોલીસની ટીમની પ્રશંસા થઈ રહી છે અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, 26 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ

Read Full Story arrow_forward
Dahod News: ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.85 કરોડનો દારૂ જપ્ત કરાયો
calendar_today January 22, 2026

Dahod News: ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.85 કરોડનો દારૂ જપ્ત કરાયો

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે લાખો નહીં પરંતુ કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોના મેલા મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.ખંગેલા ચેકપોસ્ટ પર ફિલ્મી ઢબે ઓપરેશન દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, ખંગેલા ચેકપોસ્ટ માર્ગે મોટી માત્રામાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેને પગલે પોલીસે ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વાહનમાંથી અંદાજે રૂપિયા 1 કરોડ 85 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત LCB એ માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં વપરાયેલ વાહનો મળી કુલ 2 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા શહેરોમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. રાજસ્થાનથી આરોપીની ધરપકડ આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે, જેમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. આ પણ વાંચો - Dahod News: 4 વર્ષના માસૂમ પર કુતરાએ કર્યો હુમલો

Read Full Story arrow_forward
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ
calendar_today January 22, 2026

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ

ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે પોલીસ અને એક યુવક વચ્ચે ગંભીર ઝઘડો થયો હતો. ઘટનામાં રોડ પરથી માલ-ઢોર દૂર કરવા બાબતે પોલીસ દ્વારા કહેવામાં આવતા એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને GRD જવાન પર અને PSI પર હુમલો કર્યો હતો PSI રાજેશ યાદવ પર પણ આરોપીનો હુમલો હુમલો અટકાવવા વચ્ચે પડેલા PSI રાજેશ યાદવ પર પણ આરોપીનો હુમલો થયો. આ ઘટનામાં PSI અને GRD જવાન નાગજીભાઈ ગિલાતર સહિત બંનેને ઇજા પહોંચી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. GRD જવાનને ટાંકા આવ્યા GRD જવાન નાગજીભાઈને માથામાં ગંભીર ઇજા લાગતાં તેમને તાત્કાલિક ટાંકા લેવામાં આવ્યા હતા. સામે પક્ષના ભાવેશ સોસલાને પણ ઇજા પહોંચી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી સ્થાનિક લોકોમાં આ હુમલાની ઘટના પર ભારે ચકચાર મચી ગઈ છે. PSI રાજેશ યાદવ દ્વારા ભાવેશ સોસલાના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ રાખી ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે.આ પણ વાંચો----   Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward