Dhandhuka: એક સમયે મહેમાન માટે રાત્રિ રોકાણ પણ મુશ્કેલ હતું, કારણ પીવાના પાણીની સમસ્યા
દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વરણી પ્રસંગે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત ભાવુક અને સંવેદનશીલ સંભારણું શેર કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય નેતા જે.પી. નડ્ડા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે વડાપ્રધાને પોતાના સમાજિક જીવનના દિવસોને યાદ કરતાં ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરની યાદોને શાબ્દિક રીતે વ્યક્ત કરી હતી.વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે તેઓ સમાજિક જીવનમાં સક્રિય હતા અને પ્રવાસ દરમિયાન ધંધૂકા આવતા, ત્યારે ધંધૂકાના લોકો ઘણીવાર તેમને રાત રોકાણ કરવાની ના પાડતા. આ બાબત તેમને આશ્ચર્યજનક લાગતી હતી. જ્યારે તેમણે લોકો પાસે તેનું કારણ પૂછયું, ત્યારે સ્થાનિક લોકોએ દીકરીને બંધુકે દેજો, પણ ધંધૂકે ના આપતાની કહેવત સાથે પીવાના પાણીની સમસ્યા અંગેની પીડા વ્યકત કરી હતી. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે આ કહેવત કોઈ મજાક નહીં, પરંતુ ધંધૂકામાં વર્ષો પહેલા રહેલી પાણીની વિકટ સમસ્યાની કડવી હકીકત સાથે જોડાયેલી હતી. પાણીની અછત એવી ગંભીર હતી કે લોકો માટે રોજિંદું જીવન જ મુશ્કેલ બનતું હતું અને આ પરિસ્થિતિએ લોકકહેવતનું સ્વરૂપ લઈ લીધું હતું. આ પ્રસંગે વડાપ્રધાનની વાત માત્ર એક સ્મૃતિ નહોતી, પરંતુ ધંધૂકા પંથકની ભૂતકાળની પીડા, લોકજીવનની વાસ્તવિકતા અને સમય સાથે બદલાતી સ્થિતિનું જીવંત ચિત્ર હતું. તેમની વાતે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ક્ષણભર માટે ભાવવિભોર કરી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward