android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad: જિલ્લા પ્રભારી સચિવની નિમણૂંક કરાઇ, IAS એમ.નાગરાજનને પ્રભારી સચિવ બનાવાયા
calendar_today January 15, 2026

Vav Tharad: જિલ્લા પ્રભારી સચિવની નિમણૂંક કરાઇ, IAS એમ.નાગરાજનને પ્રભારી સચિવ બનાવાયા

ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ઓર્ડર મુજબ, વરિષ્ઠ IAS અધિકારી એમ. નાગરાજનને જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. કોણ છે એમ. નાગરાજન? એમ નાગરાજન ગુજરાત કેડરના અનુભવી અને બાહોશ IAS અધિકારી છે.તેઓ ટેકનોલોજી અને ડિઝિટલ ગવર્નન્સમાં ઉંડી રૂચિ ધરાવે છે અને અગાઉ અનેક મહત્વના વિભાગોમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેમની કાર્યશૈલી હંમેશા પરિણામલક્ષી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને આ સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારની કમાન સોંપવામાં આવી છે. નાગરાજન સરકારી યોજનાઓનું સીધું નિરીક્ષણ કરશે વાવ અને થરાદ પંથક રાજસ્થાનની સરહદે આવેલા છે. આ વિસ્તારોમાં નર્મદા કેનાલ, ખેતી અને સ્થાનિક વહીવટને લગતા પ્રશ્નો સતત ચર્ચામાં રહેતા હોય છે. પ્રભારી સચિવ તરીકે એમ. નાગરાજન હવે આ વિસ્તારોમાં ચાલતી સરકારી યોજનાઓનું સીધું નિરીક્ષણ કરશે. તેઓ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને વિકાસકામોને વેગ આપવાનું કાર્ય કરશે. વાવ-થરાદના વિકાસના પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે સામાન્ય વહીવટ વિભાગના આ આદેશ બાદ હવે વાવ-થરાદના વિકાસના પ્રોજેક્ટ્સમાં ઝડપ આવવાની અપેક્ષા છે. ખાસ કરીને ગ્રામીણ વિકાસ અને સરકારી નીતિઓના અમલીકરણમાં આવતી અડચણો દૂર કરવા માટે પ્રભારી સચિવની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે. આગામી સમયમાં જ્યારે આ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન છે, ત્યારે એમ. નાગરાજનની નિમણૂંક વહીવટી દૃષ્ટિએ માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Junagadh: બાઈકચાલકને બચાવવા જતાં કાર ચબૂતરા સાથે અથડાઇ, એકનું મોત

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગરના ઝુંડાલ પાસે લકઝુરીયસ કારના ચાલકે એકટિવા ચાલકને ટક્કર મારી, કારનો ચાલક કાર મૂકીને ફરાર થયો
calendar_today January 15, 2026

Gandhinagar News : ગાંધીનગરના ઝુંડાલ પાસે લકઝુરીયસ કારના ચાલકે એકટિવા ચાલકને ટક્કર મારી, કારનો ચાલક કાર મૂકીને ફરાર થયો

ગાંધીનગરના ઝુંડાલ પાસે લકઝુરીયસ કારના ચાલકે એકટિવાના ચાલકને ટક્કર મારી છે અને તેના કારણે અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને અકસ્માતને પગલે રોડ પર ચક્કાજામ થયો છે, મર્સિડિઝ કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો છે અને કાર સ્થળ પર મૂકી છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઝુંડાલ પાસે મર્સિડિઝ કાર ચાલકે અકસ્માત સર્જ્યો ગાંધીનગરના ઝુંડાલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જયો છે અને કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી છે, ઈજાગ્રસ્ત રમણ પટેલ ઝુંડાલ વતની છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, કાર ચાલક સામે પોલીસ ગુનો પણ નોંધશે અને મહત્વની વાત તો એ છે કે, કારના ચાલકે નશો કરીને કાર ચલાવી હતી કે નહી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. અકસ્માત સ્થળે બમ્પ બનાવવાની સ્થાનિકોની માગ છેગાંધીનગરના ઝુંડાલમાં અકસ્માતની ઘટના બની છે જે સ્થળે અકસ્માત સર્જાયો છે તે સ્થળે બમ્પ બનાવવાની માગ પણ સ્થાનિકોએ કરી છે પણ હજી સુધી બમ્પ બન્યો નથી અને તેના કારણે અકસ્માત થતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, આ અકસ્માતમાં હજી સુધી પોલીસ કારના ચાલકને પકડી શકી નથી.  આ પણ વાંચો : Extra Comment : ગિગ વર્કર્સ : 10 મિનિટ સિવાયના સવાલોનું શું ?

Read Full Story arrow_forward
Kutch News : નો રોડ, નો ટોલના નારા સાથે કુકમા ટોલનાકા પર ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ
calendar_today January 15, 2026

Kutch News : નો રોડ, નો ટોલના નારા સાથે કુકમા ટોલનાકા પર ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ

કચ્છ જિલ્લાના કુકમા ટોલનાકા પર આજે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું હોવા છતાં કંપની દ્વારા પૂરતો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા વાહનચાલકોએ "નો રોડ, નો ટોલ" ના સૂત્રોચ્ચાર કરીને માંગ કરી હતી કે જ્યાં સુધી રસ્તાનું કામ સંપૂર્ણ રીતે પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનોમાં નુકસાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.હાઇવેનું કામ અધૂરું ને ટોલ પૂરો? આ આંદોલનને પગલે ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર પોતાની ટ્રકો ઉભી રાખીને ચક્કાજામ સર્જ્યો હતો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં હાઈવેના કામમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી અને ટેક્સના નામે જનતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાન્સપોર્ટરોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો ટૂંક સમયમાં રસ્તાની કામગીરી સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ પણ વાંચો : Porbandar News : ભારતીય જળસીમામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 9 ક્રૂ મેમ્બરોની ધરપકડ

Read Full Story arrow_forward