android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar : ધ્રોલ શહેરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાંથી 17.58 લાખના દાગીનાની ચોરી કરતા સનસનાટી, દુકાનમાં બાકોરુ પાડી પ્રવેશ્યા તસ્કરો
calendar_today January 15, 2026

Jamnagar : ધ્રોલ શહેરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાંથી 17.58 લાખના દાગીનાની ચોરી કરતા સનસનાટી, દુકાનમાં બાકોરુ પાડી પ્રવેશ્યા તસ્કરો

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. તસ્કરોએ દુકાનની પાછળ દિવાલ તોડી દુકાન અંદર પ્રવેશ પરી ચોરીને અંજામ આપ્યો હતો,. તસ્કરે અંદાજે ચાંદીના 3 કિલો દાગીના અને 15 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.મોબાઇલ મારફતે ચેક કરતાં શંકાસ્પદ હલચલ નજરે પડી ગઈ કાલે સંક્રાંતની રાત્રિના આશરે પોણા અગિયાર વાગ્યાની આસપાસ, દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા બંધ દેખાતા માલિકના પુત્ર ચિરાગભાઈએ મોબાઇલ મારફતે ચેક કરતાં શંકાસ્પદ હલચલ નજરે પડી હતી. રેકોર્ડિંગમાં અજાણ્યા ઇસમો દુકાનની પાછળથી દિવાલમાં બખોલ પાડી અંદર પ્રવેશ કરતા અને એક ઇસમ કેમેરા પર કપડું ઢાંકી દેતો દેખાયો હતો.  3 કિલો દાગીના તથા સોનાના આશરે 15 તોલા દાગીના ગાયબ બાદમાં માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચી તપાસ કરતા દુકાનની પાછળની દિવાલમાં બખોલ અને કેમેરા ઢાંકેલ હાલતમાં તેમજ દુકાનમાં સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. દુકાનની તીજોરી અને શોકેસમાંથી ચાંદીના અંદાજે 3 કિલો દાગીના તથા સોનાના આશરે 15 તોલા દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. 17.58 લાખના દાગીનાની ચોરી ચોરાયેલા સોના-ચાંદીના દાગીનાની કુલ કિંમત અંદાજે રૂ. ૧૭,૫૮,૦૦૦/- આંકવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર ગ્રામ્ય dYSP, SOG, LCB ધ્રોલ PI સહિતના પોલીસે ડોગ સ્કોડ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો---  BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

Read Full Story arrow_forward
Banaskantha: રાજકીય રણમેદાનમાં મહાભારતનું દ્રષ્ટાંત,ગેનીબેન ઠાકોરનો વિરોધીઓ પર સીધો પ્રહાર
calendar_today January 15, 2026

Banaskantha: રાજકીય રણમેદાનમાં મહાભારતનું દ્રષ્ટાંત,ગેનીબેન ઠાકોરનો વિરોધીઓ પર સીધો પ્રહાર

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના અંદાજમાં સત્ય વાત કહેવા માટે મશહૂર છે. લાખણીના સેદલા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે તેમણે ભક્તિના મંચ પરથી જોરદાર નિવેદન આપ્યું હતું. તેમણે મહાભારતના યુદ્ધનું દ્રષ્ટાંત ટાંકીને વર્તમાન રાજકારણ અને સંગઠન શક્તિ પર જોરદાર પ્રહાર કર્યા હતા.મહાભારત અને જીતની રણનીતિ ગેનીબેને જણાવ્યું હતું કે, મહાભારતનું યુદ્ધ એ માત્ર કૌરવો અને પાંડવો વચ્ચેની લડાઈ નહોતી, પરંતુ તે યોગ્ય ટેકેદાર પસંદ કરવાની સમજ હતી. તેમણે કહ્યું કે, મહાભારત આપણને શીખવે છે કે જો તમારો ટેકેદાર મજબૂત હોય, તો વિજય નિશ્ચિત છે. અહીં તેમનો ઈશારો સ્પષ્ટ હતો કે ભલે તમારી પાસે મોટી ફોજ ન હોય, પણ જો તમારી સાથે ભગવાન કૃષ્ણ જેવા મક્કમ અને બુદ્ધિશાળી સમર્થકો હોય, તો ગમે તેવું મોટું યુદ્ધ જીતી શકાય છે. સંખ્યાબળ કરતાં ગુણવત્તા પર ભાર તેમણે વધુમાં ઉમેર્યું કે, ટેકેદારોની સંખ્યા ઓછી હોય તો ચાલે, પણ તે મજબૂત હોવા જોઈએ. જો લડનારા સાથીદારો મક્કમ હોય, તો અડધું યુદ્ધ તો ત્યાં જ જીતી જવાય છે." આ વિધાન દ્વારા તેમણે પોતાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને વિરોધીઓને આડકતરો સંદેશ આપ્યો હતો કે રાજકારણમાં માત્ર ભીડ એકઠી કરવાથી જીત મળતી નથી, પરંતુ વફાદાર અને નીડર સાથીઓની જરૂર હોય છે. ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યા ગેનીબેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને દિલ્હી સુધી પહોંચનાર ગેનીબેને આડકતરી રીતે એ સ્વીકાર્યું છે કે તેમની જીત પાછળ અડીખમ ઊભા રહેનારા મજબૂત ટેકેદારોનો મોટો હાથ છે. ભાગવત કથા જેવા પવિત્ર મંચ પરથી અપાયેલું આ રાજકીય જ્ઞાન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે.આ પણ વાંચોઃ Porbandarમાં વિકાસના નામે વાહનોની ખરીદી કે ભ્રષ્ટાચારની સવારી? ટેન્ડર પ્રક્રિયા વિરુદ્ધ કરાયા આક્ષેપો

Read Full Story arrow_forward
14 કિમી ટનલ બનાવી, હવે ₹52 કરોડમાં બંધ! ઉત્તરકાશીમાં સરકારનો ચોંકાવનારો નિર્ણય કેમ?
calendar_today January 15, 2026

14 કિમી ટનલ બનાવી, હવે ₹52 કરોડમાં બંધ! ઉત્તરકાશીમાં સરકારનો ચોંકાવનારો નિર્ણય કેમ?

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં લોહારીનાગ પાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાગીરથી નદી (ગંગાનો મુખ્ય પ્રવાહ) ને ટનલ મારફતે વાળવા માટે બનાવવામાં આવેલી 14 કિલોમીટર લાંબી ટનલને હવે સંપૂર્ણ રીતે ભરવામાં આવી રહી છે. આ કામ માટે અંદાજે ₹52 કરોડનો ખર્ચ થશે. આ નિર્ણય માત્ર ટેક્નિકલ નથી, પરંતુ પર્યાવરણ, સમાજ અને ભવિષ્યની દૃષ્ટિએ ખૂબ મહત્વનો છે. પ્રોજેક્ટ NTPC દ્વારા 2006માં શરૂ આ પ્રોજેક્ટ NTPC દ્વારા 2006માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ 600 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનો હતો. પરંતુ 2010માં કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો. તે સમય સુધીમાં પ્રોજેક્ટનું લગભગ 60 ટકા કામ પૂરું થઈ ચૂક્યું હતું અને અંદાજે ₹650 કરોડ ખર્ચાઈ ગયા હતા. કુલ પ્રોજેક્ટ ખર્ચ લગભગ ₹2,000 કરોડનો હતો. સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓએ કર્યો વિરોધ આ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓએ શરૂઆતથી જ વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે ગંગા જેવી પવિત્ર અને મહત્વની નદીનો કુદરતી પ્રવાહ ટનલોમાં બંધ કરવો યોગ્ય નથી. આ વિરોધને વધુ બળ મળ્યું સ્વામી જ્ઞાનસ્વરૂપ સાણંદ (પૂર્વે IITના પ્રોફેસર જી.ડી. અગ્રવાલ)ના બલિદાનથી. તેમણે ગંગાને બચાવવા માટે 111 દિવસ સુધી ઉપવાસ કર્યો અને નદીની “અવિરતતા” જાળવવાની માગ કરી. ટનલ પ્રોજેક્ટ્સ આ વિસ્તાર માટે જોખમી હિમાલય વિસ્તાર પહેલેથી જ ભૂગર્ભ અને પર્યાવરણીય રીતે અત્યંત નાજુક છે. 2013ની ધારાલી જેવી દુર્ઘટનાઓ બાદ સરકારને પણ સમજાયું કે મોટા બાંધકામ અને ટનલ પ્રોજેક્ટ્સ આ વિસ્તાર માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી, આર્થિક નુકસાન સહન કરીને પણ પર્યાવરણને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. કુદરત અને નદીના જીવનને વધુ મહત્વ હાલમાં ટનલ બંધ કરવાની પ્રક્રિયા ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI)ના વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં ટનલની અંદર ભરાયેલું પાણી અને કાંપ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ માટી અને કાટમાળથી આખી ટનલ ભરી દેવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેનો કોઈ ઉપયોગ ન થઈ શકે. આ નિર્ણય ભારતીય ઇતિહાસમાં એક અનોખું ઉદાહરણ છે, જ્યાં વિકાસ કરતાં કુદરત અને નદીના જીવનને વધુ મહત્વ આપવામાં આવ્યું. લોહારીનાગ પાલા પ્રોજેક્ટનો અંત ગંગાના અવિરત પ્રવાહ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહેશે. આ પણ વાંચો : Army Day Parade 2026: ભૈરવ બટાલિયનથી બ્રહ્મોસ સુધી, જયપુરમાં દેખાઈ ભારતની શક્તિ

Read Full Story arrow_forward