android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળી યુવકે કર્યો આપઘાત
calendar_today January 15, 2026

Gandhinagar News : ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળી યુવકે કર્યો આપઘાત

ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળીને યુવકે આપઘાત કર્યો છે અને આપઘાત કરવા પાછળ તે લોકોને જવાબદાર ગણાવ્યા છે, તો પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને સાસરિયા-પત્નીની પણ પૂછપરછ કરી છે, સમગ્ર ઘટનામાં મૃતકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો પણ પોલીસે તપાસ માટે લીધો છે. કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળી યુવકનો આપઘાત ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળીને યુવકે આપઘાત કર્યો છે અને યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે, યુવકે ભાઇને વીડિયો કોલ કરી આપવીતી જણાવી હતી અને મને છેલ્લી વાર જોઇ લો કહી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતુ અને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો છે, લક્ષ્મણ પરમારે આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.આપઘાત કરતા પહેલા યુવકે ભાઈને વીડિયો કોલ કર્યો અને આપવિતી જણાવી લક્ષ્મણભાઈ દલપતભાઈ પરમાર નામના યુવકના આપઘાતથી પરિવારમાં પણ દુખની લાગણી છે અને સાસરિયા રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, રૂપિયાની માંગણી કરાતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મને છેલ્લી વાર જોઈ લો તેમ કહી કેનાલમાં ઝંપલાવ્યું છે અને વીડિયોમાં યુવકે કીધુ કે મારા બંને બાળકોનું ધ્યાન રાખજો આપઘાત અંગે મૃતકના ભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકોના મોત

Read Full Story arrow_forward
Rajkotમાં યોજાયેલી મેચમાં વિરાટને મળવા યુવક 6 ફૂટની રેલીંગ પરથી છલાંગ લગાવી ગ્રાઉન્ડમાં ઘૂસ્યો, સ્ટેડિયમમાં ફેન-કોહલી મુલાકાતના દ્રશ્યો
calendar_today January 15, 2026

Rajkotમાં યોજાયેલી મેચમાં વિરાટને મળવા યુવક 6 ફૂટની રેલીંગ પરથી છલાંગ લગાવી ગ્રાઉન્ડમાં ઘૂસ્યો, સ્ટેડિયમમાં ફેન-કોહલી મુલાકાતના દ્રશ્યો

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં એક અનોખી ઘટના સામે આવી. હતી જેમાં 15 વર્ષનો એક ક્રેઝી ફેન વિરાટ કોહલીને મળવા માટે ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતોચાહક 6 ફૂટ ઊંચી રેલિંગ પરથી છલાંગ લગાવીને સ્ટેડિયમમાં ઘુસ્યોચાલુ મેચમાં વિરાટનો આ ચાહક 6 ફૂટ ઊંચી રેલિંગ પરથી છલાંગ લગાવીને સ્ટેડિયમમાં ઘુસ્યો હતો જેથી ઉત્તજના છવાઇ ગઇ હતી. તે મેદાનમાં દોડીને સીધો જ વિરાટ કોહલીને મળવા પહોંચ્યો હતો ફેન વિરાટ કોહલીની હાજરીમાં ભાવુક થઈ ગયો સ્ટેડિયમમાં પ્રથમ જ મુલાકાત દરમિયાન ફેન વિરાટ કોહલીની હાજરીમાં ભાવુક થઈ ગયો. કોહલીએ ફેનનો સહજ અને સ્નેહભર્યો અભિગમ દાખવીને થોડો સમય સાથે વાત કરી.  આ ઘટનાને જોઈ રહેલા દર્શકો માટે આ દ્રશ્ય ખુબ જ અદભૂત રહ્યું.  પોલીસે તાત્કાલિક ફેનને ગ્રાઉન્ડની બહાર કાઢ્યો સુરક્ષા કર્મીઓ અને પોલીસે તાત્કાલિક ફેનને ગ્રાઉન્ડની બહાર કાઢ્યો હતો. આ ઘટનાની ગંભીરતા જોઈને, જામનગરના આ 15 વર્ષીય ફેન વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ પણ વાંચો----   BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

Read Full Story arrow_forward
Gandhinagar માં ટાઈફોઈડનો હાહાકાર, 24 કલાકમાં ત્રણ નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
calendar_today January 15, 2026

Gandhinagar માં ટાઈફોઈડનો હાહાકાર, 24 કલાકમાં ત્રણ નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જળજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ટાઈફોઈડના નવા 3 કેસ નોંધાયા છે, જેને પગલે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 221 પર પહોંચી ગયો છે. હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 26 દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં અશુદ્ધ પાણી જ આ રોગચાળાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.પાણીના સેમ્પલ ફેઈલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 6873 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 136 સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા છે એટલે કે તે પાણી પીવાલાયક નથી. દૂષિત પાણીના કારણે ઘર-ઘરમાં ટાઈફોઈડના દર્દીઓ જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર દ્વારા પ્રદૂષિત પાણીની લાઈનો તપાસવાની કામગીરી તેજ કરવામાં આવી છે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા તથા આરોગ્ય બાબતે સાવચેતી રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે જેથી આ રોગચાળાને નિયંત્રણમાં લાવી શકાય. આ પણ વાંચો : Ahmedabad News : પતંગની મજા બની પક્ષીઓની સજા, 400 થી વધુ પક્ષીઓની ઈમરજન્સી સારવાર કરાઈ

Read Full Story arrow_forward