android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: પતંગની દોરીથી 8 પક્ષીઓના મોત
calendar_today January 14, 2026

Vadodara News: પતંગની દોરીથી 8 પક્ષીઓના મોત

આભમાં ઉડતા રંગબેરંગી પતંગો અને 'કાપ્યો છે' ના ગુંજતા નારાઓ વચ્ચે પાદરામાં પક્ષીઓ માટે ઉત્તરાયણનો તહેવાર કાળ સાબિત થયો છે. પાદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં પતંગની જીવલેણ દોરીના કારણે અનેક નિર્દોષ પક્ષીઓ લોહીલુહાણ થયા હોવાની ઘટનાઓ સામે આવી છે.પક્ષીઓના મોત મળતી માહિતી અનુસાર, ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં પતંગબાજીની મજા માણતા લોકોની દોરી પક્ષીઓ માટે ફાંસો બની ગઈ હતી. પાદરામાં પતંગની ધારદાર દોરીની લપેટમાં આવવાથી અત્યાર સુધીમાં અંદાજે 8 જેટલા નિર્દોષ પક્ષીઓના કરુણ મોત નીપજ્યા છે. આ પક્ષીઓ દોરીથી કપાઈને જમીન પર પટકાયા હતા, જેમના જીવ બચાવી શકાયા ન હતા. જીવરક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ઘાયલ પક્ષીઓની વહારે સ્થાનિક પ્રાણી જીવરક્ષક સંસ્થા આવી પહોંચી હતી. સંસ્થાના સ્વયંસેવકોએ દિવસભર દોડીને અંદાજે 10 જેટલા નાના-મોટા પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા. આ પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જીવરક્ષક સંસ્થાની સતર્કતાને કારણે અનેક પક્ષીઓને નવજીવન મળ્યું છે. સેવાની અપીલ જીવદયા પ્રેમીઓએ નાગરિકોને અપીલ કરી છે કે, પક્ષીઓ જ્યારે સવારે માળામાંથી નીકળે અને સાંજે પરત ફરે તે સમયે પતંગ ન ચગાવવા જોઈએ. પાદરામાં બનેલી આ ઘટનાને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ધારદાર ચાઇનીઝ દોરીનો ઉપયોગ પક્ષીઓ માટે કેટલો જોખમી છે તે આ આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાય છે. આ પણ વાંચો - Makar Sankranti 2026: ગુજરાતમાં આભે પતંગની જંગ અને બજારમાં ઊંધિયા-જલેબી માટે પડાપડી! જુઓ Photos

Read Full Story arrow_forward
Makar Sankranti 2026: અમદાવાદમાં બપોરે પવન પડતા લોકોમાં નિરાશા, પવન વગર સૂમસામ બન્યા ધાબા, પતંગરસિકોમાં ગણગણાટ
calendar_today January 14, 2026

Makar Sankranti 2026: અમદાવાદમાં બપોરે પવન પડતા લોકોમાં નિરાશા, પવન વગર સૂમસામ બન્યા ધાબા, પતંગરસિકોમાં ગણગણાટ

અમદાવાદમાં ઉત્તરાયણની સવાર પતંગબાજી માટે ખૂબ જ સાનુકૂળ રહી હતી, પરંતુ બપોર થતાની સાથે જ પવનની ગતિ એકાએક ધીમી પડતા પતંગરસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. વહેલી સવારથી જ 'કાપ્યો છે' ના અવાજથી ગુંજી ઉઠેલા ધાબાઓ પર બપોરના સમયે સન્નાટો છવાઈ ગયો છે. પવન સાવ ઓછો થઈ જવાથી આકાશમાં ઉડતા પતંગો જમીનદોસ્ત થવા લાગ્યા છે. અનેક પતંગબાજો પતંગને આકાશમાં ટકાવી રાખવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ પવનના અભાવે પેચ લડાવવાની મજા બગડી છે.અમદાવાદીઓ પવનની પ્રતીક્ષામાં પતંગરસિકોના જણાવ્યા મુજબ, સવારે પવનની લહેરખીઓ પતંગ ચગાવવા માટે ઉત્તમ હતી, પરંતુ બપોરે પવન સાવ પડી જવાથી આકાશ ખાલીખમ ભાસી રહ્યું છે. જોકે, હજુ પણ પતંગબાજો હિંમત હાર્યા નથી અને સાંજે પવનની ગતિ ફરી વધશે તેવી આશા સેવી રહ્યા છે. મોટાભાગના લોકો હવે સાંજની 'ઢીલ' અને રોશનીવાળા ફાનસ (ટુકલ) ચગાવવા માટે પવનની પ્રતીક્ષા કરી રહ્યા છે. ટેરેસ પર મ્યુઝિક સિસ્ટમ અને ઊંધિયાની મોજ તો ચાલુ છે, પણ પતંગબાજોની નજર હવે માત્ર આકાશમાં પવનના પુનરાગમન પર ટકેલી છે. આ પણ વાંચો : Rajkot News : ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, ઉત્તરાયણની મજા વચ્ચે ગામમાં તોડફોડ કરી મચાવ્યો હોબાળો

Read Full Story arrow_forward
Patan News: ઉત્તર ગુજરાતના કોળી સમાજે નિયમો બનાવ્યા, મોંઘવારીને ધ્યાનમાં રાખી બંધારણ ઘડાયું
calendar_today January 14, 2026

Patan News: ઉત્તર ગુજરાતના કોળી સમાજે નિયમો બનાવ્યા, મોંઘવારીને ધ્યાનમાં રાખી બંધારણ ઘડાયું

તાજેતરમાં બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાટણના રાધનપુરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા સમાજનુ બંધારણ ઘડવામાં આવ્યું છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં આ બંધારણ ઘડવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે. રાધનપુરમાં કોળી સમાજ દ્વારા બંધારણ ઘડાયું રાધનપુરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ બંધારણમાં મોંઘવારીને લઈને મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ડામવા માટે 15 નિયમ ઘડવામાં આવ્યા છે. લગ્ન પહેલા સગાઈમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઈ શકશે. જ્યારે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત હલ્દી રસમ, પ્રિ વેડિંગ અને ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. લગ્ન પ્રસંગે કન્યા પક્ષે સોના ચાંદીના દાગીના આપવાના રહેશે. જેમાં ઝાંઝરી, ચૂડી, મંગળસુત્ર અને ચૂની આપવાની રહેશે. આ પણ વાંચોઃ Uttarayan 2026 : રાજ્યમાં પતંગની દોરી બની જીવલેણ, જંબુસરના પીલુદરામાં એકનું મોત, અરવલ્લીના ચોઇલામાં સગીરનું મોત

Read Full Story arrow_forward