android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Makar Sankranti 2026: DyCM હર્ષ સંઘવીનો અનોખો અંદાજ, પુત્રી માટે પતંગની કિન્યા બાંધી
calendar_today January 14, 2026

Makar Sankranti 2026: DyCM હર્ષ સંઘવીનો અનોખો અંદાજ, પુત્રી માટે પતંગની કિન્યા બાંધી

ગુજરાતના લોકપ્રિય ગૃહ રાજ્ય મંત્રી અને DyCM હર્ષ સંઘવીએ આજે ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મંત્રીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી પરિવાર સાથે પતંગબાજીનો આનંદ માણ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.પરિવાર સાથે માણી પતંગ ચગાવવાની મજા હર્ષ સંઘવીએ સુરત સ્થિત પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો સાથે પતંગ ચગાવ્યા હતા. આ ઉજવણીમાં ખાસ વાત એ રહી કે, તેમણે એક આદર્શ પિતા તરીકે પોતાની પુત્રી માટે જાતે પતંગની કિન્યા બાંધી આપી હતી. નેતાના આ સાદગીભર્યા અંદાજે લોકોના દિલ જીતી લીધા હતા. પતંગની ખેંચતાણ અને 'કાપ્યો છે' ના નારાઓ સાથે સંઘવી પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિ અને ગૌસેવા સાથે દિવસની શરૂઆત ઉત્તરાયણ માત્ર મનોરંજનનો નહીં પણ દાન-પુણ્યનો પણ ઉત્સવ છે. હર્ષ સંઘવીએ દિવસની શરૂઆત ધાર્મિક વિધિઓ સાથે કરી હતી. તેઓ સુરતના પીપલોદ સ્થિત ગોવર્ધન હવેલી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં તેમણે વિધિવત રીતે પૂજા-પાઠ કર્યા હતા અને ત્યારબાદ 'ગૌ માતા'ની પૂજા કરી તેમને ઘાસચારો ખવડાવ્યો હતો. લોકોનો જનસૈલાબ ઉમટ્યો પીપલોદ હવેલી ખાતે જ્યારે હર્ષ સંઘવી પહોંચ્યા ત્યારે તેમને મળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને સુરતીઓને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા નમ્ર અપીલ પણ કરી હતી. આ પણ વાંચો - Makar Sankranti 2026 : ઉતરાયણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી, લોકોને સલામતીની કરી અપીલ

Read Full Story arrow_forward
Rajkot News: જેતપુરના સરદાર ચોકમાં પતંગની દોરી બની જીવલેણ
calendar_today January 14, 2026

Rajkot News: જેતપુરના સરદાર ચોકમાં પતંગની દોરી બની જીવલેણ

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ઉત્તરાયણ પર્વ પર પતંગની ઘાતક દોરીએ વધુ એક નિર્દોષને શિકાર બનાવ્યો છે. જેતપુર શહેરના વ્યસ્ત ગણાતા સરદાર ચોક વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકના મોઢાના ભાગે પતંગની દોરી ફસાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુરના નિલેશભાઈ ખત્રી નામના યુવક આજે પોતાના કામ અર્થે બાઈક લઈને સરદાર ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક આકાશમાંથી કપાઈને આવેલી પતંગની ધારદાર દોરી તેમના મોઢાના ભાગે આવી ગઈ હતી. બાઈકની સ્પીડ અને દોરીની ધારને કારણે નિલેશભાઈને મોઢાના ભાગે ગંભીર કાપ પડ્યો હતો અને તેઓ બાઈક પરથી નીચે ફસડાઈ પડ્યા હતા. સારવાર હેઠળ નિલેશ ખત્રી ઈજાગ્રસ્ત નિલેશભાઈને મોઢાના ભાગેથી અતિશય લોહી વહેતું જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તબીબો તેમની સારવાર કરી રહ્યા છે. વાહનચાલકો માટે ચેતવણી ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં પતંગોની જંગ જામતી હોય છે, પરંતુ રસ્તા પર ચાલતા વાહનચાલકો માટે આ દોરી કાળ સમાન સાબિત થાય છે. તંત્ર દ્વારા વાહનચાલકોને ગળામાં રૂમાલ બાંધવા અથવા વાહન પર સુરક્ષા ગાર્ડ લગાવવા અપીલ કરવામાં આવી છે. જેતપુરની આ ઘટનાએ ફરી એકવાર પતંગરસિકોની બેદરકારી અને પ્રતિબંધિત દોરીના ઉપયોગ સામે સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો -  Rajkot News : રાજકોટમાં સ્વાદની ઉત્તરાયણ, ઊંધિયું-જલેબી લેવા માટે સવારથી જ ખાણીપીણી બજારમાં કતારો

Read Full Story arrow_forward
Rajkot News : ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, ઉત્તરાયણની મજા વચ્ચે ગામમાં તોડફોડ કરી મચાવ્યો હોબાળો
calendar_today January 14, 2026

Rajkot News : ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, ઉત્તરાયણની મજા વચ્ચે ગામમાં તોડફોડ કરી મચાવ્યો હોબાળો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે ઉત્તરાયણના પવિત્ર પર્વ પર અસામાજિક તત્વોએ આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ ગામની અલગ-અલગ શેરીઓમાં ઘૂસીને જાહેર સંપત્તિને નિશાન બનાવી હતી. આ અસામાજિક તત્વોએ ગામની પીવાના પાણીની પાઈપલાઈન, ગટર લાઇન અને જાહેર રસ્તા પર લોકોના બેસવા માટે રાખવામાં આવેલા બાંકડાઓની નિર્મમ તોડફોડ કરી હતી. આટલું જ નહીં, પોતાનું પાપ છુપાવવા માટે આ તત્વોએ ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષા માટે લગાવવામાં આવેલા ૩ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા અને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.શાંતિ ડહોળવાનો પ્રયાસ ઉત્તરાયણની ઉજવણીમાં મગ્ન ગામમાં બનેલી આ ઘટનાને પગલે વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શાંતિપ્રિય ગામમાં ભયનું વાતાવરણ ઉભું કરવાના ઈરાદે જ આ કૃત્ય કરવામાં આવ્યું છે. તોડફોડની જાણ થતા જ ઉપલેટા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ તપાસવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામજનોએ આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી છે. આ પણ વાંચો : Makar Sankranti 2026 : થરાદના શિવનગરમાં અધ્યક્ષની ઉત્તરાયણ, શંકર ચૌધરીએ પતંગ ચગાવી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો

Read Full Story arrow_forward