android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: મચ્છુન્દ્રી નદીના કિનારે બીમાર માદા દીપડીનું મોત, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ
calendar_today January 12, 2026

Gir Somnath: મચ્છુન્દ્રી નદીના કિનારે બીમાર માદા દીપડીનું મોત, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીકથી પસાર થતી મચ્છુન્દ્રી નદીના કિનારે એક બીમાર અને અશક્ત હાલતમાં માદા દીપડી મળી આવી હતી. સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પરંતુ કમનસીબે દીપડીને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.રેસ્ક્યુ દરમિયાન જ પ્રાણ પંખેરું ઉડી ગયુંઘટનાની વિગતો મુજબ, મચ્છુન્દ્રી નદીના કિનારે એક માદા દીપડી અત્યંત બીમાર અને હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાની જાણ વન વિભાગને થઈ હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા અને જરૂરી સાધનો સાથે દીપડીને બચાવવા માટે પહોંચી હતી. જોકે, દીપડી એટલી હદે બીમાર અને અશક્ત હતી કે તેનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.વૃદ્ધાવસ્થા અને બીમારી હોવાનું અનુમાનવન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, મૃતક માદા દીપડીની ઉંમર અંદાજે 11 વર્ષ જેટલી છે. વધુ ઉંમરના કારણે દીપડી શિકાર ન કરી શકતી હોય અથવા લાંબા સમયથી બીમાર હોવાને કારણે તે અશક્ત થઈ ગઈ હોવાનું મનાય છે. વન વિભાગે દીપડીના મૃતદેહનો કબજો મેળવીને તેને વધુ તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડી છે.PM રિપોર્ટ બાદ સત્ય બહાર આવશેદીપડીનું મોત કુદરતી છે કે અન્ય કોઈ બીમારીના કારણે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ગીરના જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલા આ ગામોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે, ત્યારે આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.આ પણ વાંચો: રાજ્યના TRB જવાનો માટે સરકારનો મોટો નિર્ણય, દૈનિક વેતનમાં 50 ટકાનો ધરખમ વધારો

Read Full Story arrow_forward
Ahmedabad: એરપોર્ટ પર 'સ્માર્ટ' તસ્કરી નિષ્ફળ મલેશિયાથી આવેલા મુસાફરના જીન્સમાંથી 44 લાખનું સોનું ઝડપાયું
calendar_today January 12, 2026

Ahmedabad: એરપોર્ટ પર 'સ્માર્ટ' તસ્કરી નિષ્ફળ મલેશિયાથી આવેલા મુસાફરના જીન્સમાંથી 44 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે કાર્યવાહી કરીને સોનાની દાણચોરી કરતા એક મુસાફરને ઝડપી પાડ્યો છે. મલેશિયાથી આવેલા આ મુસાફરે અત્યંત ચાલાકીપૂર્વક પોતાના કપડામાં સોનું છુપાવ્યું હતું, પરંતુ કસ્ટમ અધિકારીઓની સતર્કતાને કારણે તે પકડાઈ ગયો છે.જીન્સના ખિસ્સામાં છુપાવી હતી સોનાની પેસ્ટઘટનાની વિગતો મુજબ, મલેશિયાના કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવેલી ફ્લાઇટના મુસાફરોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ અધિકારીઓએ તેને અટકાવી તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે  મુસાફરે પોતે પહેરેલા જીન્સના પેન્ટમાં એક ગુપ્ત ખિસ્સું (ચોરખાનું) બનાવ્યું હતું.આ ખિસ્સામાં તેણે સોનાને પેસ્ટ ફોર્મમાં છુપાવી રાખ્યું હતું જેથી મેટલ ડિટેક્ટરમાં આસાનીથી બચી શકાય.310 ગ્રામ સોનું અને ₹44 લાખની કિંમતકસ્ટમ વિભાગે મુસાફર પાસેથી કુલ 310.12 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વર્તમાન ભાવો મુજબ, આ જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે 44 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી મુસાફરની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.સ્મગલિંગ નેટવર્કની તપાસ તેજઆ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ મુસાફર કોઈ મોટી સ્મગલિંગ ગેંગનો 'કેરિયર' છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર જીન્સ, અન્ડરગાર્મેન્ટ્સ કે શરીરના ગુપ્ત ભાગોમાં સોનું છુપાવીને લાવવાના કિસ્સાઓ વધતા કસ્ટમ વિભાગે 'રેડ ચેનલ' પર દેખરેખ વધારી દીધી છે.આ પણ વાંચો: મચ્છુન્દ્રી નદીના કિનારે બીમાર માદા દીપડીનું મોત, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ

Read Full Story arrow_forward
Vande Bharat Sleeper ટ્રેનનું ભાડું કેટલું હશે? વાંચો અહેવાલ
calendar_today January 12, 2026

Vande Bharat Sleeper ટ્રેનનું ભાડું કેટલું હશે? વાંચો અહેવાલ

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરશે. પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડશે. આ ટ્રેન 958 કિલોમીટર લાંબા હાવડા-કામાખ્યા રૂટ પર દોડશે. આ પ્રીમિયમ ક્લાસની ટ્રેનના ભાડાને લઈને મુસાફરોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાવડાથી માલદા ટાઉનનું ભાડું કેટલા રૂપિયા રહેશે? સૂત્રોના જણાવ્યા મુજબ હાવડાથી કામાખ્યા સુધીનું 3AC ભાડું રૂિયા 2,299 નક્કી કરવામાં આવ્યું છે. હાવડાથી ન્યૂ જલપાઇગુડીનું ભાડું રૂપિયા 1,334 અને હાવડાથી માલદા ટાઉનનું ભાડું રૂપિયા 960 રહેશે. સેકન્ડ એસીમાં હાવડાથી કામાખ્યાનું ભાડું 2,970 રૂપિયા હશે. તે જ વર્ગમાં હાવડાથી ન્યૂ જલપાઇગુડીનું ભાડું 1,724 રૂપિયા અને હાવડાથી માલદા ટાઉનનું ભાડું 1,240 રૂપિયા હશે. ફર્સ્ટ ક્લાસ એસીમાં હાવડાથી કામાખ્યાનું ભાડું 3,640 રૂપિયા હશે, જ્યારે હાવડાથી ન્યૂ જલપાઇગુડીનું ભાડું 2,113 રૂપિયા અને હાવડાથી માલદા ટાઉનનું ભાડું 1,520 રૂપિયા હશે. ટિકિટ પર મુસાફરોએ ચુકવવો પડશે GST કામાખ્યા અને માલદા ટાઉન વચ્ચેનું ભાડું થર્ડ એસી માટે 1,522 રૂપિયા, સેકન્ડ એસી માટે 1,965 રૂપિયા અને ફર્સ્ટ એસી માટે 2,409 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. કામાખ્યા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચેનું ભાડું થર્ડ એસી માટે 962 રૂપિયા, સેકન્ડ એસી માટે 1,243 રૂપિયા અને ફર્સ્ટ એસી માટે 1,524 રૂપિયા છે. મુસાફરોએ ટિકિટ પર 5% GST પણ ચૂકવવો પડશે. ભારતીય રેલ્વેની આ પ્રીમિયમ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ભાડું નક્કી કરવા માટે ઓછામાં ઓછું અંતર 400 કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે.આ પણ વાંચો: National News : ભારતના Zen-G રિસ્ક લેવાથી પાછળ ન હટે, સરકાર તમારી સાથે છે: PM મોદી

Read Full Story arrow_forward