Surat News: ઓલપાડના મહિલા નાયબ મામલતદારે જીવન ટૂંકાવ્યું
સુરતના વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને મહિલાએ અંતિમ પગલું ભર્યું હતું.ઘરે જ ગળેફાંસો ખાધો ઘટનાની મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પતિ-પત્ની બંને નાયબ મામલતદાર આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીશા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. બંને સાથે જ રહેતા હતા અને સુખી પરિવાર હતો, ત્યારે કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તપાસ શરૂ રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે હિનીશા પટેલના પતિ અને અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પારિવારિક તણાવ કે કામનું ભારણ હતું કે, કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ પણ વાંચો - Surat News : દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતો "ડાકુ" રહેમાન ડકેત સુરત પોલીસની કસ્ટડીમાં, આરોપી મોંઘી લક્ઝુરીયસ કાર, ઘોડા અને બાઈકનો શોખીન
Read Full Story arrow_forward