android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આકાશમાં ગુજરાતનો ડંકો, સંસ્કારધામના નાના વૈજ્ઞાનિકોની મોટી ઉડાન! સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરાશે
calendar_today January 12, 2026

આકાશમાં ગુજરાતનો ડંકો, સંસ્કારધામના નાના વૈજ્ઞાનિકોની મોટી ઉડાન! સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરાશે

ગુજરાત માટે આજે એક સુવર્ણ અક્ષરે લખવા જેવી ક્ષણ છે. ભારતના અંતરિક્ષ ઈતિહાસમાં પ્રથમ વખત, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવેલ 'સંસ્કારસેટ-1' સ્ટુડન્ટ સેટેલાઇટ આજે સવારે 10.17 કલાકે શ્રીહરિકોટાથી અવકાશમાં ઝંપલાવશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના ભરોસાપાત્ર રોકેટ PSLV C-62 દ્વારા આ ગૌરવવંતા મિશનને લોન્ચ કરવામાં આવી. અમદાવાદનું ગૌરવ સંસ્કારધામ સંસ્થા આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ અમદાવાદની સંસ્કારધામ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે. આ પ્રોજેક્ટની સૌથી વિશેષ વાત એ છે કે ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ આ મિશનમાં શરૂઆતથી અંત સુધી પ્રત્યક્ષ કામ કર્યું છે. જે ઉંમરે બાળકો સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો વાંચતા હોય છે, તે ઉંમરે આ વિદ્યાર્થીઓએ જટિલ સેટેલાઇટ ટેકનોલોજી પર કામ કરીને વિશ્વને પોતાની તાકાત બતાવી છે. શું છે ‘સંસ્કારસેટ-1’? આ એક લઘુ ક્યુબસેટ (CubeSat) છે. તે કદમાં નાનો અને ક્યુબ આકારનો હોવાથી તેને અન્ય મોટા ઉપગ્રહો સાથે 'પિગીબેક પેલોડ' તરીકે સરળતાથી મોકલી શકાય છે. આ સેટેલાઇટ મુખ્યત્વે વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સનું વાસ્તવિક જ્ઞાન આપવા. અંતરિક્ષમાંથી મળતા ડેટાનું પૃથ્થકરણ કેવી રીતે કરવું તે શીખવા. પૃથ્વી અને સેટેલાઈટ વચ્ચેના સંવાદની પ્રક્રિયા સમજવા માટે તૈયાર કરાયો છે. ભવિષ્યની પેઢી માટે પ્રેરણા આ મિશન માત્ર એક લોન્ચિંગ નથી, પરંતુ ભારતની આવનારી પેઢીના વૈજ્ઞાનિક અભિગમનું પ્રતીક છે. આના માધ્યમથી વિદ્યાર્થીઓ ડેટા પ્રાપ્તિ અને વિશ્લેષણની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે, જે ભવિષ્યમાં ભારતના સ્પેસ સેક્ટરમાં નવા ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે સક્ષમ બનશે. આ પણ વાંચોઃ Surat News : સુરત પોલીસને મળી સફળતા, 19 વર્ષથી નાસતો ફરતો લૂંટનો આરોપી MPના ઝાબુંઆથી ઝડપાયો

Read Full Story arrow_forward
Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો, જુઓ Video
calendar_today January 12, 2026

Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો, જુઓ Video

માઉન્ટ આબુમાં ઠંડીમાં ઠુઠવાયા લોકો અને સહેલાણીઓ, આબુમાં ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો છે અને તાપમાન નીચુ જતા બરફની ચારદ છવાઇ છે, લોકોના ઘરો, વાહનો, મેદાનમાં સફેદ ચાદર છવાઇ છે અને આબુમાં સહેલાણીઓએ ઠંડીની મોજ માણી છે. આજે લઘુત્તમ તાપમાન શીત બિંદુ નજીક રહેવાની શક્યતા છે અને આબુમાં ઠંડી વધતા તાપણાનો સહારો લોકો લઈ રહ્યાં છે, વાહનો અને મકાનો પર જામી બરફની પતલી પરત. બીજી તરફ આબુનું તાપમાન શૂન્ય તરફ પહોંચી રહ્યું છે. માઉન્ટ આબુ, અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર, હાલમાં શીત લહેરની ઝપેટમાં છે. ​આબુમાં જોરદાર ઠંડીનો માહોલ રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ તેની સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું છે. નીચા તાપમાનને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું છે, આબુમાં દર શિયાળામાં તાપમાન માઈનસમાં પહોંચે છે અને આવા સમયે પ્રવાસીઓ ઠંડીનો અનુભવ લેવા માટે પણ આબુ પહોંચતા હોય છે. આ પણ વાંચો : Surat News : ઓળી ઝોળી પીપળ પાન, સુરત પોલીસે પાડ્યું 'હસ્તી'નામ, ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે કરી છઠ્ઠીની વિધિ 

Read Full Story arrow_forward
Ahmedabad News: દરિયાપુરમાં બંધ મકાનમાં લાગી ભીષણ આગ
calendar_today January 12, 2026

Ahmedabad News: દરિયાપુરમાં બંધ મકાનમાં લાગી ભીષણ આગ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા દરિયાપુરમાં ગત રોજ મોડી રાત્રે એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રહેણાંક વિસ્તારમાં લાગેલી આ આગને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, દરિયાપુર વિસ્તારમાં આવેલા નાના વાઘજીપુરામાં એક બંધ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. મકાન લાંબા સમયથી બંધ હોવા છતાં અંદરથી ધુમાડાના ગોટા અને જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની કામગીરી ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાંકડી ગલીઓ હોવા છતાં ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગને વધુ પ્રસરતી અટકાવવા માટે સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.https://x.com/sandeshnews/status/2010526093682589810 કોઈ જાનહાનિ નહીં આગ લાગી ત્યારે મકાન બંધ હોવાથી અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, આગના કારણે મકાનમાં રહેલી ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગનું કારણ અકબંધ બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે, પરંતુ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad News: જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ પહોંચ્યા, વડાપ્રધાન મોદી અને ફ્રેડરિક મર્ઝે મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી

Read Full Story arrow_forward