android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhara: ગોધરામાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા
calendar_today January 11, 2026

Godhara: ગોધરામાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા

ગોધરામાં કેન્દ્ર સરકારના ફ્ટિ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ હેઠળ પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ સ્વાસ્થ્યપ્રેમી લોકો જોડાયા હતા.આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક જીવનમાં વ્યાયામનું મહત્વ સમજાવવા તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહન સાધન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલિંગથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના બામરોલી રોડ પરથી આ રેલી શરૂ થઈ હતી, જે ગદુકપુર બાયપાસ ચોકડી, પરવડી ચોકડી, દાહોદ રોડ થઈને પરત બામરોલી રોડ પર પહોંચી હતી. ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના આયોજકોના જણાવ્યા અનુસાર, આ રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sahera: પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાયો, રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today January 11, 2026

Sahera: પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાયો, રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરાના ગુણેલી ગામ પાસેથી વન વિભાગે પંચરાઉ લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડીને 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતાં લાકડાચોરોમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે.શહેરા વન વિભાગ ના આર.એફ્.ઓ રોહિત પટેલની સૂચનાથી ગુણેલી રાઉન્ડ ફેરેસ્ટર કે.ડી.ગઢવી અને બોડીદ્રા ખુર્દના બીટ ગાર્ડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ્ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગુણેલી થી લવારીયા તરફ્ના રસ્તા ઉપર વન વિભાગ ની ટીમે લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઊભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી નહી આવતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ એ ટ્રક અને લાકડા મળીને 4.50લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lunavada: યુવાનો માટે પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો
calendar_today January 11, 2026

Lunavada: યુવાનો માટે પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહીસાગર જિલ્લાના યુવાનો પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરી શકે તે હેતુથી આજે પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા પોલીસ, પ્રાયોજના કચેરી અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરાયુ હતું.આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોને શારીરિક કસોટી માટેની તૈયારીલેખિત પરીક્ષા માટેનુંઆયોજન અનેભરતી પ્રક્રિયાના નિયમોની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાનો હતો. આ પ્રસંગે રેન્જ આઈ.જી. આર. વી. અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward