android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhara: તળાવમાંથી મળેલ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પૂરવાર થયું
calendar_today January 11, 2026

Godhara: તળાવમાંથી મળેલ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પૂરવાર થયું

ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે આવેલા તળાવમાં તા.1 જાન્યુઆરી 2026 ના રોજ કોઈક અજાણ્યા શખ્સો શંકાસ્પદ માંસના થેલા ભરીને નાખી ગયા હતા.ઘટનાની જાણ થતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ્ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પોલીસે ગ્રામજનોની ફરિયાદને આધારે જાણવાજોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ માંસનો જથ્થો ગૌ માંસ છે કે કેમ તેના નમૂના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.બીજી તરફ્ પરીક્ષણ દરમિયાન આ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થયું છે. આમ અજાણ્યા ઈસમોએ ગૌમાંસનો જથ્થો ભામૈયા ગામના તળાવમાં નાખીને તેમજ વોટર વર્કસની પાણીની ટાંકીમાં નાખીને પાણી દુષિત કર્યું છે, તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું છે, જેને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધીને અજાણ્યા ઇસમોની શોધખોળ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Malekpur: ખાનપુર તા.ના. બાકોર ખાતે સરકારી પુસ્તકાલય ખંડેર હાલતમાં ફેરવાયું
calendar_today January 11, 2026

Malekpur: ખાનપુર તા.ના. બાકોર ખાતે સરકારી પુસ્તકાલય ખંડેર હાલતમાં ફેરવાયું

ખાનપુર તાલુકામાં બાકોર ગામમાં પોસ્ટ ઓફ્સિ પાસે આવેલ સરકારી પુસ્તકાલયની હાલત ખંડેર જેવી થઇ ગઇ છે. વર્ષોથી જાળવણીના અભાવે પુસ્તકાલયની ઈમારત જર્જરિત બની ગઈ છે .બાકોર ગામના જાગૃત નાગરિક કમલભાઈ ચૌધરી અને સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ પુસ્તકાલયને ફરીથી ચાલુ કરવામાં આવે તો ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમજ સામાન્ય જનતાને વાંચન માટે મહત્વપૂર્ણ સુવિધા મળી શકે તેમ છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. ગામજનો દ્વારા સંબંધિત વિભાગ અને સત્તાધીશોને વિનંતી કરવામાં આવી છે કે પુસ્તકાલયની તાત્કાલિક મરામત કરી તેને ફરી કાર્યરત કરવામાં આવે, જેથી બાકોર ગામના વિદ્યાર્થીઓ અનગ્રામજનો તેનો લાભ લઇ શકે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Malekpur: મલેકપુર પંથકમાં કાતિલ ઠંડીનું જોર, લોકો તાપણાંને સહારે
calendar_today January 11, 2026

Malekpur: મલેકપુર પંથકમાં કાતિલ ઠંડીનું જોર, લોકો તાપણાંને સહારે

મલેકપુર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પવનોના સુસવાટા સાથે હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડી પડી રહી છે.વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધતાં જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાં કરી રહ્યા છે તેમજ ગરમ કપડાંનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને મજૂર વર્ગ, વૃદ્ધો અને નાના બાળકોને વધુ મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારે કામે જનાર લોકો ઠંડી સામે બચાવ માટે ગરમ કપડાં, શાલ અને સ્વેટરનો સહારો લઈ રહ્યા છે. બજારોમાં પણ ઠંડીના કારણે સવારના સમયે ઓછી ચહલપહલ જોવા મળે છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગ નું અનુમાન છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward