android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: આઈસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
calendar_today January 11, 2026

Palanpur: આઈસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

આઈસીડીએસ કચેરી પાલનપુર ઘટક-1 દ્વારા જામપુરા પ્રાથમિક શાળા પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે માહિતી અપાઈ હતી. આયર્નની ગોળીનું મહત્વ, પુર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદા, તેમજ અંગત સ્વચ્છતા અને મેન્સ્ટુઅલ હાઈજીન વિષયક જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓનું બીએમઆઈ, વજન, ઉંચાઈ તેમજ હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ ઉત્તમ હિમોગ્લોબિન ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ઈનામ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઈસીડીએસના સુપરવાઈઝરો, પીએસઈ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઈઝર, આઈસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: નવા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને સહાય ચેકોનું વિતરણ
calendar_today January 11, 2026

Palanpur: નવા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને સહાય ચેકોનું વિતરણ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં આવેલી બજાર સમિતિ પાલનપુરના સહકાર અંતર્ગત અકસ્માત સહાય યોજના તેમજ નવીન ફુવારા અપનાવેલ ખેડૂત સહાય યોજનાનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બજાર સમિતિના ચેરમેન શામળભાઈ ધરીયા, વા.ચેરમેન યશવંતભાઈ પટેલ, ડિરેક્ટરો ભુગભાઈ પટેલ, ફતાભાઈ ધરીયા, લાલજીભાઈ કરેણ, કાનજીભાઈ પટેલ, ડી.કે.રાણા, દિનેશભાઈ કુણિયા, બાબુભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, મહેશભાઈ લોહ, વિજયભાઈ પટેલ, મિતભાઈ મોદીના હસ્તે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી અરવિંદભાઈ ખસોર, આંકડાશાસ્ત્રી ડોહજીભાઈ પટેલે આયોજનનું સફળ સંચાલન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kadi: અંગદાન જાગૃત્તિ અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું
calendar_today January 11, 2026

Kadi: અંગદાન જાગૃત્તિ અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું

કડીની જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા ગત વર્ષે પણ વોકાથોનનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું.જેની સફ્ળતા બાદ આ વર્ષે વોકાથોન -2 નું રવિવારે વહેલી સવારે કરાયું હતું જેનો પ્રારંભ કડી હનુમંત પ્લાઝા ખાતેના રીધમ હોસ્પિટલથી કરવામાં આવ્યો હતો,.વોકાથોન -2માં 1000 થી વધુ લોકોએ રજીસ્ટર કરાવવામાં આવ્યું હતું જેમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા ટોપી અને ટીશર્ટ પેહરી રીધમ હોસ્પિટલથી પ્રસ્થાન કરી રેલવે ફાટક, રાજમંદિર ચોકડી,ગાયત્રી મંદિર,પાણીની ટાંકી ,ભાવપુરા ટાઉનહોલ થઈ રીધમ હોસ્પિટલ ખાતે પાંચ કિલોમીટરના રૂટ પૂર્ણ કરી પરત ફરી હતી.જેમાં લકી ડ્રોનો વિજેતા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કડીના લોકોનું જીવન સ્વસ્થ અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે જે હેતુથી કડીની જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ,રીધમ હોસ્પિટલ અને અમદાવાદની કે.ડી હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward