Mehsana: પતંગની દોરીથી અકસ્માતો અટકાવવા પહેલ, સેફટી ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ
પતંગની દોરીથી અકસ્માતો અટકાવવા મહેસાણા ટ્રાફિક પોલીસે બાઈકને સેફટી ગાર્ડ લગાવી વાહન ચાલકોને સેફટી અંગે સમજણ આપી હતી. પતંગની ધારદાર દોરી અનેક માટે જીવલેણ સાબિત થાય છે. ખાસ કરીને ટૂ-વ્હીલર પર પસાર થતા વાહનચાલકો માટે આ દોરી ગંભીર જોખમ બની રહી છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે મહેસાણા ટ્રાફિક પોલીસ દ્વારા આગમચેતીરૂપે સેફ્ટી વાયર ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. પતંગ ઉડાડવામાં ઉપયોગમાં લેવાતી દોરી વાહન ચાલકો અને પક્ષીઓ માટે જોખમરૂપ બની જાય છે. રસ્તા પરથી પસાર થતા સમયે અચાનક દોરી ગળામાં ફસાઈ જવાથી અનેક અકસ્માતો સર્જાતા હોય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward