android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: 175 સસ્તા અનાજની દુકાનોના પરવાના રિન્યૂ કરાયા
calendar_today January 7, 2026

Mehsana: 175 સસ્તા અનાજની દુકાનોના પરવાના રિન્યૂ કરાયા

મહેસાણા જિલ્લાની 175 સસ્તા અનાજની દુકાનદારોના લાયસન્સ પુરવઠા વિભાગે રિન્યૂ કર્યા છે. સસ્તા અનાજના દુકાનદારો પાસેથી રૂ.5 હજારની ડિપોજીટ લઈ લાયન્સની ખરાઈ કરવામાં આવી હતી. ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ 2025 હેઠળ પાંચ વર્ષ માટે રિન્યૂ થતાં દુકાનદારોના લાયસન્સ નિયમિત ત્રણ વર્ષ માટે રિન્યૂ થશે. આ તમામ સસ્તા અનાજના દુકાનદારોના પરવાના રિન્યૂ કરી બાયોમેટ્રીક લેવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકામાં સસ્તા અનાજની 10 દુકાનોના પરવાના રિન્યૂ કર્યા હતા. જયારે ખેરાલુ તાલુકામાં 12, ઊંઝા તાલુકામાં 12, વિસનગર તાલુકામાં 19, વડનગર તાલુકામાં 20, વિસનગર તાલુકામાં 34, મહેસણા તાલુકામાં 39, બેચરાજી તાલુકામાં 5, કડી તાલુકામાં 21 અને જોટાણા તાલુકામાં 3 દુકાનદારોના લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યાં હતાં. મહેસાણા જિલ્લાના 2.94 લાખથી વધુ પરિવારો રસ્તા અનાજનો જથ્થો દુકાનદારો પાસેથી મેળવી શકશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજ નજીક આધેડને બાઈક-ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ
calendar_today January 7, 2026

Patan: હારીજ નજીક આધેડને બાઈક-ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ

હારીજ નજીક રાધનપુર હાઇવે પર મોડી સાંજે લઘુશંકા માટે જતાં એક આધેડ રસ્તો ઓળંગવા જતાં સમયે રાધનપુર તરફ્થી આવી રહેલ બાઈક ચાલકે અડફેટે લેતાં તેઓ નિચે પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને તુરંત સારવાર માટે 108 મા હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા બાદ વધુ સારવાર માટે ધારપુર ખસેડાયા હતા જ્યાંથી ગંભીર હાલતમાં મહેસાણા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હોવાનું પારિવારિક સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.હારીજ નજીક રાધનપુર હાઇવે પર ફુટપાથ પર વસવાટ કરતા આશરે 50 વર્ષિય અમરસીભાઈ બળદેવભાઈ વાલ્મિકી મોડી સાંજે લઘુશંકા માટે ગયાં હતાં તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે રાધનપુર રોડ તરફ્થી આવતાં બાઈક ચાલકે કોઈ અગમ્ય કારણોસર અડફેટે લેતાં આધેડ નિચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ જતાં 108 વાનને જાણ કરતા હારીજ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર અને ત્યાંથી મહેસાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.આ અંગે લખાય છે ત્યાં સુધી પોલીસ ફરીયાદ નોંધાવવા પામી ન હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: કલેક્ટર કચેરી ખાતે વીબી જી રામ જી બિલ અંગેની જાણકારી આપી
calendar_today January 7, 2026

Patan: કલેક્ટર કચેરી ખાતે વીબી જી રામ જી બિલ અંગેની જાણકારી આપી

પાટણ કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં બીલ અંગે માહિતી આપતાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલ વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જી રામ જી અધિનિયમ 2025 દેશના ગ્રામીણ પરિવારોને મળતી રોજગારની ગેરંટી 100 દિવસમાંથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. આ યોજનામાં બેરોજગારી ભથ્થાનો અધિકાર, વેતનની સમયસર ચુકવણી, ગ્રામ સ્તરે યોજના નિર્માણની સ્વાયત્તતા જેવી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. ઉપરાંત યોજનામાં કામોની ચાર મુખ્ય કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાં જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામો, ગ્રામીણ માળખાકીય સુવિધા સંબંધિત કામો, આજીવિકા વૃદ્ધિ સંબંધિત કામો અને આબોહવા પરિવર્તન અને પ્રતિકુળ હવામાન સામે પ્રતિકારકતાના કામોનો સમાવેશ થાય છે. તેમજ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક જોડાણ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવશે.કૃષિ ક્ષેત્રે અને મજુર શક્તિ વચ્ચે સંકલન વધારવા સાથે વહીવટી ખર્ચની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.યોજાયેલ કોન્ફરન્સમાં ધારાસભ્ય લવીંગજી ઠાકોર, બળવંતસિંહ રાજપૂત, કલેકટર તુષાર ભટ્ટ, જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward