Surendranagar: જાનીવડલા, ઉપરિયાળા અને સુદામડાના રહેણાક મકાનમાં વિદેશી દારૂના દરોડા
સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, વજાભાઈ સહિતનાઓને ચોટીલા તાલુકાના જાનીવડલા ગામે રહેતો રણુ અનકભાઈ ખાચર તેના રહેણાક મકાનમાં દારૂ રાખી વેચાણ કરાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી.જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે મકાનમાંથી વિદેશી દારૂના 1296 ચપલા કિંમત રૂપીયા 3,56,400ના કબજે કર્યા હતા. આરોપી રણુ ખાચર સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે. જયારે પાટડી પોલીસને ઉપરીયાળા ગામે મોટા ગોરૈયા રોડ પર રહેતો મનીશ કાળુભાઈ ઠાકોર તેના મકાનમાં દારૂ સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે દારૂના 12 ચપલા કિંમત રૂપીયા 1200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મનીશ ઠાકોર સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એસ.વી.કલોતરા ચલાવી રહ્યા છે. બીજી તરફ સાયલા ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી.ચુડાસમાની સુચનાથી સુદામડાના હિતેશ બાવકુભાઈ ધાધલના રહેણાક મકાને રેડ કરી હતી. જેમાં પોલીસે દારૂની ર બોટલ કિંમત રૂપીયા 2400ની જપ્ત કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward