Mandal: માંડલ હાજર હનુમાન વિસ્તારમાં ગટરનું ઢાંકણ તૂટેલું હોવાથી જોખમી સ્થિતિ
અમદાવાદ જિલ્લાના માંડલ નગરમાં હાજર હનુમાન વિસ્તાર નજીક અનુસુચિત મહોલ્લા વિસ્તારમાં ગટરનું ઢાંકણું છેલ્લાં એકાદ માસથી તુટેલી હાલતમાં છે અને જે ગટરની ખુલ્લી ચેમ્બર્સ ઉપર એક લોખંડની જાળી ઢાંકી દેવામાં આવી છે.નગરના ચબુતરા કો થઈને હાજર હનુમાન વિસ્તાર થઈ દાલોદ જવાના રસ્તાં ઉપર અને બીજી બાજુ હાજર હનુમાન થઈને વરમોર-વિંઝુવાડા તરફનો એસ.ટી.બસોનો વર્ષો જુનો રૂટ છે અને તે બંને બાજુના રૂટની બસો આ વિસ્તારમાંથી પસાર થાય છે. દરરોજ નિયમિત બસો જતી હતી એમાં વિરમગામ-એરવાડા વાયા દાલોદ, વિરમગામ વણોદ વાયા વરમોર,વિંઝુવાડા, ગાંધીનગર-આદરીયાણા સહિતના એસ.ટી.બસોના રૂટો આ ગટરના તુટેલાં ઢાંકણાની સમસ્યાથી બદલવા પડયાં છે. અનુસુચિત મહોલ્લા વિસ્તારથી પસાર થતાં આ રસ્તાની વચ્ચે ગટર ચેમ્બરનું ઢાંકણું તુટેલી હાલતમાં છે અને વધુમાં નજીકમાં ર4 કલાક ચાલતાં ઈલેક્ટ્રીક લાઈટનો પોલ છે જેથી બસ અકસ્માત જેવી દુર્ઘટનાઓ ના સર્જાય અને મુસાફરોના જીવને જોખમ ના પહોંચે તેથી હાલ તમામ એસ.ટી બસો દાલોદ બાયપાસ વાળા રોડ ઉપરથી જાય છે. સવારે કંપનીઓમાં જતાં યુવાનો, મુસાફરો, અન્ય રીતે અપડાઉન કરતાં પેસેન્જરોને પણ હાજર હનુમાન વિસ્તારથી એસ.ટી બસોના રૂટો બંધ થતાં બસ સ્ટેશન સુધી જવું પડતાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી હાજર હનુમાનથી દાલોદ અને વરમોર-વિંઝુવાડા તરફ જવાના બસોના રૂટો છે અને મંદિર પાસે એક પીકઅપ સ્ટેન્ડ પણ છે પરંતુ એ પીકઅપ સ્ટેન્ડની હાલત પણ નર્કાગાર જેવી બની છે અને ચબુતરા ચોકથી હાજર હનુમાન મંદિર સુધીનો રોડ પણ તુટેલી હાલતમાં, અસહ્ય ગંદકીવાળો નર્કાગાર બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward