android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM Yogi Meet PM Modi: કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે CM યોગી મળ્યા PM Modiને, જાણો શું થઇ ચર્ચા
calendar_today January 5, 2026

CM Yogi Meet PM Modi: કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે CM યોગી મળ્યા PM Modiને, જાણો શું થઇ ચર્ચા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની PM નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પૂર્ણ થઈ છે. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. ઉત્તર પ્રદેશમાં આગામી મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે મંત્રીમંડળ વિસ્તરણમાં પ્રાદેશિક અને સામાજિક સંતુલન જાળવવામાં આવશે. જેમાં તમામ વર્ગો અને પ્રદેશોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે. વધુમાં SIR અંગે ચર્ચા કરવામાં આવી હતી. SIRને લઇને થઇ ચર્ચા સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય નેતૃત્વ તરફથી વારંવાર ચેતવણી આપવા છતાં ઘણા પાયાના નેતાઓએ SIRને જરૂરી તેટલી ગંભીરતાથી લીધી ન હતી. આ જ કારણે બેઠકમાં આ મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આજે બપોરે 3:30 વાગ્યે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળ વિસ્તરણ અંગેની તેજ ચર્ચાઓ વચ્ચે આવી છે. યુપી મંત્રીમંડળમાં ફેરબદલની તૈયારીઓ! યોગી આદિત્યનાથના વર્તમાન મંત્રીમંડળમાં મૂળ 54 મંત્રીઓ હતા, જેમાંથી છ પદ ખાલી હતા. 2024ની લોકસભા ચૂંટણી પછી બે વધુ મંત્રીઓ, જીતેન્દ્ર પ્રસાદ અને અનુપ પ્રધાનને કેન્દ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક મંત્રીમંડળના પદ ખાલી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. વધુમાં કેટલાક મંત્રીઓને સંગઠનમાં મોકલવામાં આવી શકે છે, અને કેટલાક સંગઠનાત્મક વ્યક્તિઓને સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે.CM Yogi Meet PM Modi:  મંત્રી મંડળમાં આવી શકે નવા ચહેરા કેટલાક રાજ્ય મંત્રીઓનું કદ વધી શકે છે અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવી શકે છે. બોર્ડ અને કોર્પોરેશનોમાં નવા ચહેરાઓનો પણ સમાવેશ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ વધી શકે છે કારણ કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પૂર્વના છે. બ્રાહ્મણ ધારાસભ્યોની તાજેતરની બેઠકનો પણ મંત્રીમંડળ પર પ્રભાવ પડી શકે છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ચહેરાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. પાર્ટીનો પ્રાથમિક ઉદ્દેશ્ય 2027ની ચૂંટણી પહેલા એક મજબૂત ટીમ બનાવવાનો છે.

Read Full Story arrow_forward
Surendranagar news: ચોટીલા હાઈવે પર હોટલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
calendar_today January 5, 2026

Surendranagar news: ચોટીલા હાઈવે પર હોટલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. હાઈવે પર વધી રહેલા દબાણો અને આગામી સિક્સ લેન હાઈવેની કામગીરીમાં અવરોધરૂપ બનતા બાંધકામો પર પ્રાંત અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે મઘરીખડા નજીક આવેલી અમરદીપ હોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.પ્રાંત અધિકારીની કડક કાર્યવાહી ચોટીલાના પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. હાઈવે પર સરકારી જમીન દબાવીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે તંત્ર છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયું છે. અમરદીપ હોટલનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા તેને નોટિસ બાદ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સિક્સ લેન હાઈવે માટે માર્ગ મોકળો રાજકોટ-અમદાવાદ હાઈવે હવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. આ રસ્તાના વિસ્તૃતિકરણમાં અનેક હોટલો અને વ્યાપારી એકમોના ગેરકાયદે બાંધકામો નડતરરૂપ બની રહ્યા છે. વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ દબાણો હટાવવા અનિવાર્ય બન્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા અને દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ કેટલીક હોટલો અને બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. આ પણ વાંચો - Chotila News : જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર, પૂનમના પર્વે લાખો ભક્તો ઉમટ્યા

Read Full Story arrow_forward
Gandhinagar News : કોળી સમાજ ગજવશે ગાંધીનગર, નવનીત બાલધિયા કેસને લઈ CMને રજૂઆત કરવા જતા પહેલા આગેવાનોએ યોજી બેઠક
calendar_today January 5, 2026

Gandhinagar News : કોળી સમાજ ગજવશે ગાંધીનગર, નવનીત બાલધિયા કેસને લઈ CMને રજૂઆત કરવા જતા પહેલા આગેવાનોએ યોજી બેઠક

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા પણ બેઠકમાં હાજર છે અને રાજેશ ચુડાસમા, હીરા સોલંકી સહિતના આગેવાનો હાજર છે, બગદાણા વિવાદ મુદ્દે મુખ્યમંત્રીને કરશે રજૂઆત અને લોક કલાકાર માયાભાઇ આહિરના પુત્ર પર માર મારવાનો આરોપ કરવામાં આવ્યો છે. નવનીત બાલધિયાની મુલાકાત બાદ હીરા સોલંકીએ કહ્યું હતુ કે, પીડિતને ન્યાય અપાવીને રહીશું. હીરા સોલંકી પીડિતને ન્યાય આપવા માટે પહોંચ્યા હતા બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પડઘા કોળી સમાજમાં પડયા છે, આ હુમલાને લઈ કોળી સમાજમાં પણ રોષની લાગણી છે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રએ આ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તો કોળી સમાજના આગેવાનોએ પીડિતની મુલાકાત લીધી હતી અને તેને ન્યાય અપાવવા માટે લડત લડવામાં આવી રહી છે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલને કોળી સમાજના આગેવાનો મળી શકે છે. પોલીસે આ કેસમાં 8 આરોપીના મોબાઈલ જપ્ત કર્યા છે ભાવનગરના બગદાણામાં કોળી યુવકને માર મારવાના ચકચારી કેસમાં પોલીસ તપાસ હવે ડિજિટલ પુરાવા તરફ વળી છે, આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે ઝડપાયેલા તમામ 8 આરોપીઓના મોબાઈલ ફોન કબ્જે કરી લીધા છે. હાલમાં આ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ છે, પરંતુ હુમલા સમયે તેઓ કોના સંપર્કમાં હતા અને આ ઘટના પાછળ કોઈ પૂર્વઆયોજિત કાવતરું હતું કે કેમ, તે જાણવા માટે મોબાઈલ ડેટાની તપાસ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ પણ વાંચો : Morbi News : ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90% જેટલો, લીપેક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ મોરબી બની શકે છે ગુજરાત રાજ્યનો અગ્રણી જિલ્લો

Read Full Story arrow_forward