android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palitana News: ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી, બાઇક સવાર યુવક ખાડામાં ખાબક્યો
calendar_today January 3, 2026

Palitana News: ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી, બાઇક સવાર યુવક ખાડામાં ખાબક્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજની કામગીરી માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક સ્થાનિક યુવક બાઇક સહિત ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ સલામતીના કોઈ પણ સાધનો રાખવામાં આવ્યા નથી.સ્થાનિક યુવક બાઇક સહિત ખાડામાં પડ્યોવાહન વ્યવહાર માટે રોડ સત્તાવાર રીતે બંધ હોવા છતાં, ત્યાં રહેતા રહીશો અને શાળાએ જતા બાળકો માટે અવરજવર ચાલુ છે. કામગીરીના સ્થળે કોઈપણ પ્રકારના બેરીકેટ કે ડાયવર્ઝન બોર્ડ ન લગાવવામાં આવ્યા હોવાથી અંધારામાં કે અજાણતા આ યુવક સીધો ખાડામાં પડ્યો હતો. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ભેગા થઈને યુવકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયોરહીશોનો આક્ષેપ છે કે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ગોકળગતિએ ચાલી રહી છે. તંત્રની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સલામતી માટે યોગ્ય બેરીકેટિંગ અને સૂચના બોર્ડ લગાવવામાં આવે, જેથી અન્ય કોઈ વ્યક્તિ કે બાળક આવી દુર્ઘટનાનો ભોગ ન બને. જો તંત્ર જાગશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે લક્ઝુરિયસ BMW કારનો અકસ્માત
calendar_today January 3, 2026

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે લક્ઝુરિયસ BMW કારનો અકસ્માત

રાજકોટના જાણીતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર વહેલી સવારે એક લક્ઝુરિયસ BMW કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સિટીના મુખ્ય ગેઈટ પાસે કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે BMW કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. જોકે, એરબેગ્સ ખુલી જવાને કારણે કે અન્ય કોઈ નસીબજોગ સંજોગોમાં ચાલકનો બચાવ થયો હતો.BMW કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માતઆશ્ચર્યની વાત એ છે કે, અકસ્માત થયા બાદ કાર ચાલક પોલીસ કે અન્ય કોઈને જાણ કર્યા વગર જ પોતાની કિંમતી કાર રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે કારને કબજે કરી તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કારની ગતિ મર્યાદા કરતાં વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીંસદનસીબે, આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન કે રાહદારી અડફેટે ન આવતા મોટી જાનહાની ટળી હતી. યુનિવર્સિટી પોલીસ હવે આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે જેથી જાણી શકાય કે અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને ચાલક શા માટે ફરાર થઈ ગયો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
calendar_today January 3, 2026

Ahmedabad: ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર અમદાવાદ શહેર પીસીબી (PCB) એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. સ્વામિનારાયણ સર્કલ પાસે આવેલા સેતુ સોલીડ ફ્લેટમાં પત્તા-પાનાનો જુગાર રમતા 11 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.ફ્લેટ નંબર D-701 માં ચાલતો હતો જુગારમળતી માહિતી મુજબ, ચાંદખેડા ટી.પી. 44 વિસ્તારમાં આવેલા સેતુ સોલીડ ફ્લેટના ફ્લેટ નંબર D-701 માં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા ફ્લેટમાં જામ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશિષ ઉર્ફે શેરો પટેલ નામના શખ્સ સહિત કુલ 11 ખેલાડીઓને દબોચી લીધા હતા.કુલ 11 ખેલાડીઓને દબોચી લીધા પોલીસે દરોડા દરમિયાન માત્ર રોકડ જ નહીં પરંતુ લક્ઝુરિયસ વાહનો અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે. રોકડ રકમ ₹2,20,090/- (અંગજડતી અને દાવ પરના મળીને) મોબાઈલ ફોન 14 નંગ (કિંમત ₹2,80,000/-) 1 ફોર વ્હીલર અને 6 ટુ-વ્હીલર મળી કુલ 7 વાહનો (કિંમત ₹13,00,000/-) ગંજીપાના 104 નંગ કુલ મત્તા, ₹18,00,090/-ઝડપાયેલા આરોપીઓની યાદીપકડાયેલા તમામ આરોપીઓ ચાંદખેડા ગામ અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ છે. આશિષ ઉર્ફે શેરો રમેશભાઈ પટેલ, કિશનસિંહ રમેશસિંહ વાઘેલા, રણજીતસિંહ ચંદ્રસિંહ વાઘેલા, જયેશ જશુભાઈ પટેલ, દશરથસિંહ ધનાજી રાઠોડ, દિનેશ હીરાભાઈ પારેખ, રાકેશ લાલજી ઠાકોર, શૈલેષસિંહ પોપટસિંહ વાઘેલા, કેયુર ડાહ્યાભાઈ પટેલ, સમિરસિંહ જોગેન્દ્રસિંહ વાઘેલા ધુર્વાંગ ભરતભાઈ ઠાકોરજુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીપીસીબી અમદાવાદ શહેર દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રહેણાંક ફ્લેટમાં આ પ્રકારે મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હોવાથી આસપાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચાંદખેડા પોલીસને સોંપી છે.આ પણ વાંચો: નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર ત્રાટકી વન વિભાગની ટીમ, બે શિકારી ઝડપાયા

Read Full Story arrow_forward