android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navasari : મકાનના ટેરેસ પર મોબાઈલ ટાવરના જનરેટરમાં આગથી દોડધામ
calendar_today October 20, 2026

Navasari : મકાનના ટેરેસ પર મોબાઈલ ટાવરના જનરેટરમાં આગથી દોડધામ

નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જલાલપોરના ગૌરીશંકર મહોલ્લામાં સોમવારે બપોરે એક ત્રણ માળના મકાનના ટેરેસ પર ઊભા કરાયેલા મોબાઈલ ટાવરના જનરેટરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગૌરીશંકર મહોલ્લામાં મણીભાઈ નામના રહીશનું ત્રણ માળનું મકાન આવેલું છે. આશરે દસ વર્ષ પહેલાં તેમણે મકાનના ટેરેસ ઉપર મોબાઈલ ટાવર ઊભો કરવા માટે ભાડે જગ્યા આપી હતી. આ વિસ્તાર અત્યંત ગીચ વસ્તી ધરાવે છે અને આસપાસમાં શાળા તેમજ અન્ય રહેણાક મકાનો પણ આવેલા છે. સોમવારે બપોરે આશરે 2:15 વાગ્યાના અરસામાં ટેરેસ પર સ્થિત મોબાઈલ ટાવરના જનરેટરમાં વાયરિંગ શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ભૂકી ઊઠી હતી. જનરેટરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના રહીશોમાં ભારે ડરનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે તુરંત નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને સમયસૂચકતા વાપરી આગને વધુ પ્રસરાતા અટકાવી સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલાં પણ આજ મોબાઈલ ટાવરના જનરેટર રૂમમાં આગ લાગી હતી, જેને સ્થાનિક લોકોએ સમયસર બુઝાવી દીધી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi : માં બાઈક ઉપર પાંચ યુવકોની જોખમી સવારીનો વીડિયો વાયરલ
calendar_today October 20, 2026

Vapi : માં બાઈક ઉપર પાંચ યુવકોની જોખમી સવારીનો વીડિયો વાયરલ

વાપીમાં ગુંજનથી છરવાડા તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે એક જ બાઈક પર પાંચ યુવકો સવાર થઈને જોખમી રીતે સવારી કરતા નજરે પડયા હતા. આ ઘટનાનો વીડિયો સામે વાયરલ થયા બાદ જીઆઇડીસી પોલીસે બાઈક સવારો સામે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વાપીના ગુંજનથી છરવાડા તરફ જતા માર્ગ પર પાંચ યુવકો એક જ બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. બાઈક પર એક યુવક સૌથી આગળ બેઠો હતો, જ્યારે તેની પાછળ બાઈકચાલક અને અન્ય એક યુવક બેઠા હતા. આ ઉપરાંત, ત્રીજા યુવકે પોતાની બગલમાં અન્ય બે યુવકોને બેસાડયા હોવાનું વીડિયોમાં જોવા મળે છે. આ રીતે પાંચેય યુવકો જોખમી સવારી કરતા હોવાથી આસપાસથી પસાર થતાં વાહનચાલકો પણ ચોંકી ઊઠયા હતા. જાહેર માર્ગ પર આ પ્રકારે બેફામ સવારી કરીને યુવકોએ માત્ર પોતાનો જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જીઆઇડીસી પોલીસે બાઈક પર સવાર ઈસમો સામે ગુનો નોંધ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vyara : ઉચ્છલની પ્રા.શા. સયાજીગામની પ્રાથમિક શાળાની કૃતિ નેશનલ કક્ષાએ ભાગ લીધો
calendar_today October 20, 2026

Vyara : ઉચ્છલની પ્રા.શા. સયાજીગામની પ્રાથમિક શાળાની કૃતિ નેશનલ કક્ષાએ ભાગ લીધો

તાપીના ઉચ્છલ તાલુકાની સયાજીગામની પ્રાથમિક શાળાની કૃતિ સ્માર્ટ સ્કૂલ બેન્ચ વિથ બુક હોલ્ડ એન્ડ લોક સિસ્ટમે નેશનલ કક્ષા માટે પસંદગી પામી સમગ્ર રાજ્ય તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ન્યૂ દિલ્હી મુકામે તા. 12થી 14 ઓક્ટોબર-26ના રોજ 12મા નેશનલ લેવલ એક્ઝિબિશન એન્ડ પ્રોજેક્ટ કોમ્પિટિશન-2026નું આયોજન ઈન્સ્પાયર એવોર્ડ માનક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દેશના તમામ રાજ્યમાંથી કુલ 800 જેટલી કૃતિઓનું પ્રદર્શન ન્યૂ દિલ્હી ખાતે થયું હતું, જેમાં ગુજરાત રાજ્યની કુલ 20 કૃતિઓ નેશનલ કક્ષાએ સિલેકટ થઇ હતી અને જીસીઇઆરટી ગાંધીનગરના આયોજન પ્રમાણે ન્યૂ દિલ્હી ખાતે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ તાપી જિલ્લાની ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા સયાજીગામની કૃતિ સ્માર્ટ સ્કૂલ બેન્ચ વિથ બુક હોલ્ડ એન્ડ લોક સિસ્ટમે નેશનલ કક્ષા માટે પસંદગી પામી હતી. ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની શાળાની કૃતિ નેશનલ કક્ષાએ સુધી પહોંચી હતી. શાળાના બાળવૈજ્ઞાનિક યશોવી લાલસિંગ વસાવાએ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક ડો. વિમલકુમાર ભગવાન ટંડેલના માર્ગદર્શન હેઠળ કૃતિ તૈયાર કરી હતી, જેનો મુખ્ય હેતુ શાળામાં બાળકના બેગનું વધારે પડતું વજન ઓછું કરવાનો અને ડિજિટલ સ્ક્રીન દ્વારા એજ્યુકેશન એપ અને ડિજિટલ બૂક દ્વારા શિક્ષણ આપવાનો છે. આ સ્માર્ટ સ્કૂલ બેન્ચમાં બાળકો વધારાના પાઠયપુસ્તકો, કંપાસ બોક્સ મૂકી શકે છે. પાણીની બોટલ, નાની કચરાપેટી, સ્કૂલ બેગ લગાવવા માટે હૂંક, બાળકોની ઊંચાઇ પ્રમાણે એડજસ્ટેબલ કરી શકાય તેવી સોફટ સીટ અને એડજસ્ટેબલ ડેસ્ક પર ડિજિટલ સ્ક્રીન જેવી તમામ ફેસિલિટીવાળી સ્માર્ટ સ્કૂલ બેન્ચનું નિર્માણ કર્યું હતું. કૃતિ નેશનલકક્ષાએ રજૂ કરી ગુજરાત રાજ્ય તથા તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward