android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: જાપાની ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આહ્વાન, રાજ્યના પ્રતિનિધિ મંડળે 20 બેઠકો કરી
calendar_today October 21, 2026

Gandhinagar News: જાપાની ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ માટે આહ્વાન, રાજ્યના પ્રતિનિધિ મંડળે 20 બેઠકો કરી

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત પ્રતિનિધિમંડળે આજે ટોક્યોમાં જાપાનના સરકારી અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગગૃહો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.આ સંવાદોનો ઉદ્દેશ ગુજરાતમાં નવા રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને ઔદ્યોગિક વિસ્તરણની તકોને પ્રોત્સાહન આપવાનો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિમંડળે જાપાનના વિદેશ મંત્રાલય ખાતે વિદેશ રાજ્ય મંત્રી નાકાસોને યાસુતાકા સાથે બેઠક યોજી હતી.બંને પક્ષોએ ભારત–જાપાન અને ખાસ કરીને ગુજરાત–જાપાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અંગે વિચારવિમર્શ કર્યો હતો.ભવિત પ્રોજેક્ટ્સ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યોઇવાતે પ્રીફેક્ચરના ગવર્નર તાકુયા તાસો સાથેની બેઠકમાં પ્રાદેશિક વિકાસ,ઔદ્યોગિક નીતિઓ અને પરસ્પર ક્ષમતા નિર્માણ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જાપાનના અર્થતંત્ર,વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય METIના ડાયરેક્ટર જનરલ તનાકા કાઝુશિગે સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા, રોકાણને પ્રોત્સાહન આપવા અને નીતિગત સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ સુઝુકી મોટર કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટિવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકી સાથે બેઠક યોજી હતી.તેમાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના વિસ્તરણ,ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમ અને વેન્ડર પાર્ક્સના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જાપાનની અગ્રણી ઊર્જા કંપની જેરાના સીઈઓ ઇઝુમી કાઈ સાથે ગુજરાતમાં સ્વચ્છ ઊર્જા, વીજ ઉત્પાદન અને ગ્રીન ટ્રાન્ઝિશન સંબંધિત સંભવિત પ્રોજેક્ટ્સ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.વ્યવસાયની સરળતા માટેની સુવિધાઓ અંગે માહિતી ટોક્યો ઇલેક્ટ્રોન લિમિટેડના ચેરમેન તાકેશી ઓકુબો સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇક્વિપમેન્ટ સપ્લાય ચેઇન અને ગુજરાતના સેમિકન્ડક્ટર હબમાં સંભવિત રોકાણ અંગે ચર્ચા થઈ હતી.વૈશ્વિક અગ્રણી કંપનીઓ સાથેના સંવાદના ભાગરૂપે પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી મોટી લાઈવ એન્ટરટેઇનમેન્ટ કંપની લાઈવ નેશનના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. પ્રતિનિધિમંડળે હોન્ડા મોટર, ક્યોવા લેધર, સનરિયો, મેઇરાકુ કોર્પોરેશન, નિસ્સેઇ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રિયલ, જેએફઇ સ્ટીલ, ઓત્સુકા ફાર્માસ્યુટિકલ્સ, એમયુએફજી બેંક અને એસએમબીસી સહિતના જૂથો સાથે પણ બેઠકો યોજી હતી.સમગ્ર દિવસ દરમિયાન પ્રતિનિધિમંડળે ગુજરાતના વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ, સરકારી સહાય અને વ્યવસાયની સરળતા માટેની સુવિધાઓ અંગે માહિતી આપી હતી.આ પણ વાંચોઃ Surat News: ધીરુ ગજેરાનો ખાનગી બસો દ્વારા બેફામ ભાડાં વસૂલવાનો આક્ષેપ, જાણો એસોસિએશને શું દાવો કર્યો?

Read Full Story arrow_forward
Rajkot: મનપામાં 1784 કરોડના વિકાસ કામો પર AI થી નજર, દેશમાં પ્રથમ વખત બનશે ખાસ કંટ્રોલ રૂમ!
calendar_today October 21, 2026

Rajkot: મનપામાં 1784 કરોડના વિકાસ કામો પર AI થી નજર, દેશમાં પ્રથમ વખત બનશે ખાસ કંટ્રોલ રૂમ!

રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં વિકાસ કામોના નામે ચાલતી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની કથિત મિલીભગત, હલકી ગુણવત્તાનું બાંધકામ અને સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરવાની જૂની પદ્ધતિઓ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકવા વહીવટી તંત્રે કમર કસી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ મનપા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એક અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.AI અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ તૈયાર આ સમગ્ર પ્રોજેક્ટ છેલ્લા 6 મહિનાની ભારે જહેમત બાદ કાર્યરત કરાયો છે અને સમગ્ર દેશભરની મહાનગરપાલિકાઓમાં આવી સિસ્ટમ સૌપ્રથમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરમાં હાલ ચાલી રહેલા અંદાજે ₹1,784 કરોડના વિકાસ કામોની શરૂઆતથી લઈને પૂર્ણાહુતિ સુધીની તમામ ક્ષણ-ક્ષણની વિગતો હવે આ AI સોફ્ટવેર મારફતે સીધી કમિશનરના રડારમાં રહેશે.પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અને ખાસ કમાન્ડ કંટ્રોલ રૂમમનપા ભવન ખાતે આ સિસ્ટમ માટે ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાંથી તમામ કામોની સમીક્ષા થશે. પ્રતિદિન 15 જેટલા વિશેષ પ્રશિક્ષિત કર્મચારીઓ આ સોફ્ટવેર અને ફિલ્ડ સાઇટનું લાઈવ મોનિટરિંગ કરશે.કોર્પોરેટર દ્વારા રજૂ કરાતા વિકાસ કામોની ખરેખર જરૂરિયાત છે કે નહીં તે આ ડેટાબેઝ દ્વારા ચકાસ્યા બાદ જ મંજૂરી અપાશે. સાઇટ પર કયું મટીરિયલ વપરાઈ રહ્યું છે અને કામ કેટલી ટકાવારી પૂર્ણ થયું છે તે રીઅલ-ટાઇમ અપડેટ થશે.કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે ફરજિયાત ઓનલાઇન અપડેટદરેક કોન્ટ્રાક્ટરે પોતાની દૈનિક કામગીરીની પ્રગતિની વિગતો ફરજિયાતપણે દરરોજ સિસ્ટમમાં અપલોડ કરવી પડશે.સાઇટ વિઝિટ માટે જતા મનપાના એન્જિનિયરો અને અધિકારીઓએ સ્થળ પરથી જ જીઓ-ટેગિંગવાળા ફોટોગ્રાફ્સ સાથેનો ડેટા સિસ્ટમમાં સબમિટ કરવો પડશે.તમામ પ્રોજેક્ટ્સની આ માહિતી જાહેર પ્લેટફોર્મ પર ઓનલાઇન મુકાશે, જેથી સામાન્ય નાગરિકો પણ વિકાસ કામોની સ્થિતિ જોઈ શકશે.વિજિલન્સ તપાસ માટે ફૂલપ્રૂફ વ્યવસ્થાઅત્યાર સુધી વિજિલન્સ ટીમ નીકળે ત્યારે કોન્ટ્રાક્ટરોને પહેલેથી માહિતી મળી જતી હોવાની ફરિયાદો રહેતી હતી.હવે જો કોઈ કામમાં ગેરરીતિની આશંકા જણાશે અને વિજિલન્સ તપાસની જરૂર ઊભી થશે, તો તપાસ ટીમના જીપીએસ પર માત્ર ૨૦૦ મીટર પહેલાં જ ચોક્કસ સાઇટનું લોકેશન ખુલશે.આ ગુપ્તતાના કારણે તપાસ ટીમને પણ છેલ્લી ઘડી સુધી ખબર નહીં હોય કે તેઓ કઈ સાઇટની તપાસ કરવા જઈ રહ્યા છે, જેનાથી માહિતી લીક થવાની શક્યતા શૂન્ય થઈ જશે.આ પણ વાંચો: Surat: સાયણ-હજીરા હાઇવે પર કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ; ₹1.20 કરોડના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા, 3 ફરાર

Read Full Story arrow_forward
Gandhinagar News : ગરબાની તકરાર લોહિયાળ બની, અરવિંદસિંહ ચાવડા પર 3 રાઉન્ડ ફાયરિંગ, 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
calendar_today October 21, 2026

Gandhinagar News : ગરબાની તકરાર લોહિયાળ બની, અરવિંદસિંહ ચાવડા પર 3 રાઉન્ડ ફાયરિંગ, 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા વરસોડા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અરવિંદસિંહ ચાવડા નામના ખેડૂત પર જૂની તકરારનો ખાર રાખીને કેટલાક માથાભારે તત્વો દ્વારા અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવના કારણે શાંત ગણાતા વરસોડા ગામ સહિત સમગ્ર માણસા પંથકમાં ભારે સન્નાટો અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.ગરબાના સાઉન્ડ સિસ્ટમનો વિવાદમળતી પ્રાથમિક વિગતો અનુસાર, અગાઉ નવરાત્રી દરમિયાન ગરબામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા મુદ્દે અરવિંદસિંહ ચાવડાને સ્થાનિક કેટલાક લોકો સાથે બોલાચાલી અને જૂની અદાવત ચાલી રહી હતી. આ જ વિવાદનું વેર રાખીને 8 જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે એકસંપ થઈને ખેડૂત પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ અરવિંદસિંહને લક્ષ્ય બનાવીને તાબડતોબ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ દરમિયાન ત્રીજી ગોળી ખેડૂતના જમણા પગના ભાગે વાગી જતાં તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.ઈજાગ્રસ્ત ખેડૂત અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળઘટના બની તુરંત જ આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ખેડૂત અરવિંદસિંહ ચાવડાને તાત્કાલિક અસરથી વધુ અને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મળેલી માહિતીના આધારે માણસા સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર 8 આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Kutchના મુન્દ્રામાં કાળમુખી માલગાડીનો આતંક, 17થી વધુ ગૌવંશ કચડાયા, પશુપ્રેમીઓમાં ભારે રોષ!

Read Full Story arrow_forward