android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
deesa : ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડીસાના છાત્રો ઝળક્યા
calendar_today October 22, 2026

deesa : ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડીસાના છાત્રો ઝળક્યા

ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ 2026 અંતર્ગત પાલનપુર જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનિસ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં એન્જલ્સ શાળાની વિદ્યાર્થીની અને સાંઈબાબા સ્પોર્ટ્સ કલબના ખેલાડી અંડર11 ટુર્નામેન્ટમાં વિરા ઠક્કર ચેમ્પિયન રહી હતી અને અયાના મેવાડાએ બ્રોન્ઝ મેડલ-3 મેળવ્યો, અંડર 17 માં જીનીશા ઠક્કરે બ્રોન્ઝ મેડલ-3 મેળવ્યો અને રેની પરમારે 4 નંબર મેળવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
deesa : સોયલા ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે 24 ઓક્ટોબરે પદયાત્રાનું આયોજન
calendar_today October 22, 2026

deesa : સોયલા ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે 24 ઓક્ટોબરે પદયાત્રાનું આયોજન

ભીલડી વિસ્તારના આજુબાજુના ગામોના લોકો માટે લાંબા સમયથી મુખ્ય પ્રશ્ન બની ગયેલા સોંયલા ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનતાના હક, અધિકાર અને સુરક્ષિત અવરજવરના પ્રશ્નને લઈને આ પદયાત્રા યોજાઈ રહી છે. સોંયલા ફાટક પર ઓવરબ્રિજ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, કર્મચારીઓ, મહિલાઓ, વડીલો અને રોજિંદા અવરજવર કરતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે હવે સૌએ એકજૂથ થવાનો સમય આવી ગયો છે. આ પદયાત્રા તારીખ 24 ઓક્ટોબર, 2026, શનિવારના રોજ સવારે 9:00 વાગ્યે રસણીયા હનુમાન મંદિર, નેસડા ખાતેથી શરૂ થશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહ દેસાઈ દ્વારા સોંયલા ફાટક પર બ્રિજ બને અને જનતાની મુશ્કેલીઓ દૂર થાય તેમાટે આ હાકલ કરવામાં આવી છે. તેમણે તમામ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોને મોટી સંખ્યામાં પધારી પોતાના હક માટે અવાજ ઉઠાવવા નમ્ર વિનંતી કરી છે. નાગરિકોની સલામત અવરજવર માટે જનતાનો સહયોગ અને સહભાગિતા જ આ ચળવળની મુખ્ય શક્તિ બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
deesa : તાલુકા પંચાયતની સાધારણ સભા યોજાઈ
calendar_today October 22, 2026

deesa : તાલુકા પંચાયતની સાધારણ સભા યોજાઈ

ડીસા તાલુકા પંચાયતની સાધારણ સભા તાલુકા પંચાયત સભાખંડમાં યોજાઈ હતી આ સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ચૂંટાયેલા ભાજપ અને કોંગ્રેસના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી જે.બી.ચૌધરીએ સમગ્ર સભાનું સંચાલન કર્યું હતું. આ સભામાં 26/27 ના 16માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોની બહાલી આપવામાં આવી હતી અને ગામડાઓનો વિકાસ થાય તે હેતુલક્ષી સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી જોકે આ સાધારણ સભામાં કોંગ્રેસના સદસ્યોએ પોતાની પોતાના વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવાઈ ન હોવાના આક્ષેપો કર્યા હતા અને તેઓ ની માંગણી મુજબ કામ ન થતા હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો સાથે સ્ટેપ ડયુટીની બે કરોડની ગ્રાન્ટ પડેલ હોવા છતાં કામ થતા ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસના સદસ્યોના આક્ષેપો વચ્ચે આ સાધારણ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward