android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટયુટના સંયુક્ત ઉપક્રમે પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગ્રીનપાર્ક ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. સ્પેરીના શ્રદ્ધા પંડયા અને શિવમ ઠાકરના વડપણ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં શાળાના માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓએ પોતાની તર્કશક્તિ અને વિષયજ્ઞાનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટીમ એ ની વિદ્યાર્થિની શિઝા સમીર મન્સૂરી અને ખુશી પ્રવીણ પ્રજાપતિએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. વિજેતાઓને સ્પેરી તરફથી પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : બોરસદમાં 40 દિવ્યાંગ બાળકોને સાધન-સહાયનું વિતરણ કરાયું
calendar_today October 22, 2026

Anand : બોરસદમાં 40 દિવ્યાંગ બાળકોને સાધન-સહાયનું વિતરણ કરાયું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે બોરસદ ખાતે આવેલા સાથી મનો દિવ્યાંગ શાળામાં સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે શાળામાં અભ્યાસ કરતા 40 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય પૂરી પાડવાના આ સેવાકર્ય થકી તેમના જીવનમાં ખુશીઓની નવી આશા જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોને સહાય મળતાં તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગ વિકાસ આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિઓ માનવતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરૂં પાડયું હતું. બાળકોના ચહેરા પરની ખુશી એ જ સાચી સેવાનો સંતોષ છે. તે ભાવના સાથે આયોજીત આ કાર્યક્રમ દિવ્યાંગ બાળકોના જીવનમાં આનંદની ક્ષણો લઈને આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli : આસો સુદ પૂનમ અને શરદોત્સવ પ્રંસગે શામળાજી મંદિરના સમયમાં ફેરફાર
calendar_today October 22, 2026

Aravalli : આસો સુદ પૂનમ અને શરદોત્સવ પ્રંસગે શામળાજી મંદિરના સમયમાં ફેરફાર

શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આસો સુદ 15 અને સોમવારના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે ભક્તિસભર દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિશેષ દિવસે ભગવાન શામળિયાજીના દર્શન અને આરતીના સમયમાં વિશેષ નિયમો જાળવવામાં આવ્યા છે, જેનાથી ભક્તો સરળતાથી દર્શનનો લાભ લઈ શકે. મંદિરના સમયપત્રક મુજબ સવારે 6:00 કલાકે મંદિર ખુલશે અને 6:45 કલાકે મંગળા આરતી યોજાશે. ત્યારબાદ સવારે 8:30 કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 થી 12:15 કલાક દરમિયાન રાજભોગ ધરાવવા માટે મંદિર બંધ રહેશે અને 12:15 કલાકે રાજભોગ આરતી પછી બપોરે 1:00 કલાકે ઠાકોરજી પોઢી જશે. બપોરે 2:15 કલાકે ઉત્થાપન દર્શન માટે મંદિર પુનઃ ખુલશે. સાંજ અને રાત્રિના દર્શન માટે સાંજે 6:30 કલાકે સંધ્યા આરતી તથા રાત્રિના 8:15 કલાકે શયન આરતી યોજાશે, ત્યારબાદ રાત્રે 8:30 કલાકે મંદિર મંગલ થશે. નોંધનીય છે કે તા. 25-10-2026ના રવિવારના રોજ શરદોત્સવ રાત્રે 9:15 થી 11:15 સુધી ઉજવાશે અને રાત્રિના 12:00 કલાકે મંદિર મંગલ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward