android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji News : ભક્તોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન! ફૂડ સેફ્ટી વાન દોડતી થઈ, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ચેકિંગ
calendar_today September 2, 2026

Ambaji News : ભક્તોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન! ફૂડ સેફ્ટી વાન દોડતી થઈ, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ચેકિંગ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા મિની કુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળા અગાઉ બનાસકાંઠા જિલ્લાનું ફૂડ સેફ્ટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મહામેળા દરમિયાન દેશ-વિદેશમાંથી આવતા લાખો માઈભક્તો અને પદયાત્રીઓને શુદ્ધ અને સલામત ભોજન મળી રહે તે હેતુથી અંબાજી અને આસપાસના વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વાન સાથેની ખાસ ટુકડીએ અંબાજી વિસ્તારની કુલ 72 જેટલી ખાદ્ય પેઢીઓ અને દુકાનોમાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.83 સેમ્પલનું સ્થળ પર ટેસ્ટિંગ, બળેલું તેલ અને કલરનો કરાયો નાશઆ તપાસ ઝુંબેશ દરમિયાન ફૂડ સેફ્ટી વાનની મોબાઈલ લેબ દ્વારા વિવિધ ખાદ્ય સામગ્રીના 83 જેટલા સેમ્પલનું સ્થળ પર જ તાત્કાલિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા 7 લીટર બળેલા (દાઝિયા) તેલ, 3 કિલો અખાદ્ય પેપર અને 2 ડબ્બી જેટલા સિન્થેટિક કલરનો જથ્થો મળી આવતાં અધિકારીઓએ તેનો સ્થળ પર જ તુરંત નાશ કર્યો હતો. અખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી.યાત્રાળુઓના આરોગ્યની સુરક્ષા માટે તંત્રની કડક ઝુંબેશભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે તંત્ર માટે પ્રાથમિકતા છે. જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેળાના સમયગાળા દરમિયાન પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. કોઈ પણ વેપારી મિલાવટી કે અખાદ્ય સામગ્રી વેચતો પકડાશે તો તેની સામે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો : Bhavnagar News : કોઈ નોટિસ આપ્યા વગર જ તોડી પાડ્યા દબાણો! કુંભારવાડામાં ડિમોલેશન સામે સ્થાનિકોમાં ભારે રોષ

Read Full Story arrow_forward
Bharuch News: ટંકારીયામાં જુગારધામ પર LCB ત્રાટકી, હાઇટેક કેસિનો સ્ટાઈલમાં જુગાર રમતા 19 શકુનિ ઝડપાયા
calendar_today September 2, 2026

Bharuch News: ટંકારીયામાં જુગારધામ પર LCB ત્રાટકી, હાઇટેક કેસિનો સ્ટાઈલમાં જુગાર રમતા 19 શકુનિ ઝડપાયા

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાખોરી સામે લાલ આંખ કરીને એક મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની ગોડર સ્ટ્રીટ ખાતે આવેલા એક મકાનના પ્રથમ માળે ધમધમતા હાઇટેક જુગારધામ પર બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા અને રમાડતા કુલ 19 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહીથી શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓમાં ફફડાટ ફેલાયો છે.એન્ટ્રી ફી અને ટોકન સિસ્ટમથી ચાલતું હતું હાઈટેક જુગારધામLCB પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નિમેષ નવિનભાઈને બાતમી મળી હતી કે, ટંકારીયાનો રફીક સુલેમાનભાઈ સાપા પોતાના જૂના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે. પોલીસે વોરંટ મેળવી દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મુખ્ય સંચાલક રફીક સાપા ખેલાડીઓ પાસેથી રૂ. 500 એન્ટ્રી ફી અને કલાક દીઠ રૂ. 500 ટેબલ ચાર્જ વસૂલતો હતો. રોકડ રકમ જમા કરાવીને બદલામાં રૂ. 20, રૂ. 50, રૂ. 100 અને રૂ. 200 મૂલ્યના પ્લાસ્ટિકના ટોકન આપી જુગાર રમાડવામાં આવતો હતો.રૂ. 2.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયોપોલીસે ઘટના સ્થળેથી દાવ પરથી અને અંગઝડતીમાંથી રૂ. 1,16,815 ની રોકડ રકમ, 17 મોબાઇલ ફોન જેમાં એન્ડ્રોઇડ તેમજ કીપેડનો સમાવેશ થાય છે, 151 પ્લાસ્ટિક ટોકન કોઈન, સ્ટીલ-પ્લાસ્ટિકની ટોકરીઓ, જુગાર બોર્ડ અને પત્તાની કેટ સહિત કુલ રૂ. 2,42,315 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા 19 આરોપીઓની યાદી અને વધુ કાર્યવાહીદરોડા દરમિયાન રફીક સુલેમાનભાઈ સાપા, લતીફ ઇસ્માઇલ રબદા, ફિરોઝ અમીર શેખ, આસીફ કાસમભાઈ મલેક, હારૂન ઇબ્રાહીમ સુતરીયા, જીતેશ પરસોત્તમભાઈ માછી, ભીખા કેસુરભાઈ વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઇસ્માઇલભાઈ બાલા, અયુબ ઇસ્માઇલભાઈ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઇબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઇબ્રાહીમ પટેલ, ફારૂક ઇસ્માઈ કાપડીયા, ઈમરાન ઇબ્રાહીમભાઈ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનની ધરપકડ કરવામાં આવી છે.રેડ દરમિયાન નાસભાગમાં એક ઈજાગ્રસ્તદરોડા વેળાએ નાસભાગમાં યાવર હુસેન ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. LCB પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે કેસ પાલેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.આ પણ વાંચો - Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

Read Full Story arrow_forward
Mahisagar : લગ્નના 4 દિવસમાં દુલ્હન ગાયબ, ખેડૂત પુત્ર સાથે બનાવટી લગ્ન કરી 5.27 લાખ લઈ ઠગ ટોળકી ફરાર
calendar_today September 2, 2026

Mahisagar : લગ્નના 4 દિવસમાં દુલ્હન ગાયબ, ખેડૂત પુત્ર સાથે બનાવટી લગ્ન કરી 5.27 લાખ લઈ ઠગ ટોળકી ફરાર

મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામે લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂત પુત્ર સાથે લગ્ન કરાવીને માત્ર 4 દિવસમાં જ દુલ્હન અને તેની સાથે સંકળાયેલો પરિવાર ફરાર થઈ જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ખેડૂત પુત્ર પાસેથી રોકડ અને સોનાના દાગીના સહિત કુલ 5.27 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.વચેટીયાએ કરાવી લગ્નની વાતપ્રાપ્ત વિગતો મુજબ ખારોલ ગામના વિરાટ પટેલના લગ્ન માટે વચેટીયા નટુભાઈએ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે લગ્નની વાત કરાવી હતી. યુવતી સાથે લગ્ન નક્કી થયા બાદ લગ્નની વિધિ કરવામાં આવી હતી.5.27 લાખની રકમ પડાવાઇ આરોપ છે કે લગ્ન કરાવવા અને વિવિધ ખર્ચના નામે અગાઉ રોકડ રકમ લેવામાં આવી હતી. આ ઉપરાંત સોનાના દાગીના સહિત કુલ 5.27 લાખની રકમ પડાવવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.લગ્નના 4 દિવસ બાદ તેડવા આવ્યા, પછી દુલ્હન થઈ ગાયબ!લગ્નના માત્ર 4 દિવસ બાદ યુવતીને તેડવા માટે તેનો પરિવાર આવ્યો હતો. યુવતી પરિવાર સાથે ગઈ બાદ ફરી પરત ન આવતા શંકા ઊભી થઈ હતી. વિરાટ પટેલે દુલ્હન અને તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતાં મામલો વધુ શંકાસ્પદ બન્યો હતો. વચેટીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન પણ બંધ હોવાનું સામે આવ્યું હતું.તપાસ કરતાં સામે આવી છેતરપિંડીની આશંકાદુલ્હન, તેના પરિવાર અને વચેટીયા તમામ લોકો સંપર્કથી દૂર થઈ જતાં ખેડૂત પરિવારે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈઆખરે ખેડૂત પુત્ર વિરાટ પટેલે દુલ્હન, તેના માતા-પિતા અને લગ્ન કરાવનાર વચેટીયાઓ સહિતના લોકો સામે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરી છે. લગ્નના નામે ખેડૂત પરિવાર સાથે ખરેખર સુનિયોજિત છેતરપિંડી થઈ છે કે નહીં, તે હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward