android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: કફ સિરપ કાંડમાં મોટો ધડાકો, ગેરકાયદે કોડીન કૌભાંડ બાદ પ્રામા હેલ્થકેરના બંને લાયસન્સ રદ
calendar_today September 2, 2026

Ahmedabad News: કફ સિરપ કાંડમાં મોટો ધડાકો, ગેરકાયદે કોડીન કૌભાંડ બાદ પ્રામા હેલ્થકેરના બંને લાયસન્સ રદ

અમદાવાદ શહેરમાં ગેરકાયદે વેચાતા અને સપ્લાય થતાં કોડીનયુક્ત કફ સિરપના કૌભાંડમાં તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચે કરેલી ઊંડાણપૂર્વકની તપાસ અને ભલામણ બાદ પ્રામા હેલ્થકેર સામે મોટી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. સંસ્થાના બંને ડ્રગ્સ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાતાં ઔષધ બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.લાલ દરવાજા પોસ્ટ ઓફિસથી ઝડપાયો હતો કરોડોનો જથ્થોઆ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો હતો, જ્યારે SOG ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા રીલીફ રોડ પર આવેલા પોસ્ટ ઓફિસ ડિલિવરી સેન્ટર પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા પાર્સલ મારફતે સપ્લાય કરવામાં આવી રહેલી કોડીનયુક્ત કફ સિરપની 5,050 સીલબંધ બોટલો જપ્ત કરવામાં આવી હતી. કાયદેસરના કાગળો વગર મોકલવામાં આવી રહેલા આ નશીલા પદાર્થ યુક્ત જથ્થાની કુલ કિંમત રૂ. 59.41 લાખથી વધુ આંકવામાં આવી હતી.મિઝોરમ અને આસામ મોકલવાનું હતું નેટવર્કપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ગેરકાયદે કોડીનયુક્ત કફ સિરપનો જથ્થો અમદાવાદથી નોર્થ-ઇસ્ટના રાજ્યો જેવા કે મિઝોરમ અને આસામ ખાતે પાર્સલ મારફતે મોકલવાનો હતો. આ માટે પહેલાથી જ મોટા નેટવર્કની ગોઠવણ કરી દેવામાં આવી હતી. જોકે, આ જથ્થો રવાના થાય તે પહેલાં જ SOG ટીમે તેને ઝડપી પાડીને મિઝોરમ અને આસામ સપ્લાય કરવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.NDPS એક્ટ હેઠળ 2 ની ધરપકડ અને કડક કાર્યવાહીઆ મામલે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કૌભાંડમાં સંકળાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. કફ સિરપના આ ગેરકાયદે મોડસ ઓપરેન્ડીમાં પ્રામા હેલ્થકેરની સીધી સંડોવણી અને અનિયમિતતાઓ સામે આવતાં ડ્રગ્સ વિભાગે તેના બંને લાયસન્સ રદ કરી દીધા છે. હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં મોટાપાયે કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.આ પણ વાંચો: Ahmedabad Airport પર 1.928 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા દંપતીની ધરપકડ

Read Full Story arrow_forward
Mansa : પરિવાર ફોન કરે ને વૃદ્ધ ફોન ન ઉપાડે, ફ્લેટનો દરવાજો ખોલતાં સામે આવ્યું લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય
calendar_today September 2, 2026

Mansa : પરિવાર ફોન કરે ને વૃદ્ધ ફોન ન ઉપાડે, ફ્લેટનો દરવાજો ખોલતાં સામે આવ્યું લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય

માણસા તાલુકાના અંબોડ ખાતે આવેલી પ્રિયંકા ગોલ્ડ રેસિડેન્સીમાં એક વૃદ્ધની હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૂળ રાજસ્થાનના અને હાલમાં પ્રિયંકા ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતા 63 વર્ષીય બાબુભાઈ ડોડીયાની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.ગઈકાલે બપોરે ફ્લેટ પર આવ્યા હતા વૃદ્ધપ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત પાણી પુરવઠા વિભાગના પટાવાળા બાબુભાઈ ડોડીયા ગઈકાલે બપોરે પોતાના ફ્લેટ પર આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ બાબુભાઈએ ફોન ઉપાડ્યો નહોતો. ફોન પર સંપર્ક ન થતાં પરિવારજનોને શંકા ગઈ હતી અને તેઓ ફ્લેટ પર પહોંચ્યા હતા. ત્યાં ફ્લેટનો દરવાજો લોક જોવા મળતાં પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા હતા.માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યાની આશંકાફ્લેટની અંદર તપાસ કરતાં બાબુભાઈ ડોડીયા મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યાઘટનાની જાણ થતાં માણસા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફ્લેટ અને આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના કારણ અને આરોપી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વૃદ્ધના ફોન ન ઉપાડવાથી પરિવારજનોને શંકા ગઈ અને ફ્લેટ સુધી પહોંચતાં આ સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલ્યો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ અને હત્યારાની ઓળખ બહાર આવશે. આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Ayodhya Ram mandir CEO: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO,  3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત
calendar_today September 2, 2026

Ayodhya Ram mandir CEO: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO, 3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આજે તેના સીઈઓની જાહેરાત થઇ.  રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામમંદિરના પ્રથમ સીઇઓ બન્યા છે.  આ પહેલા, ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અયોધ્યાથી મદન મોહન પાંડે, દિલ્હીથી મહેશ ભાગચંદકા અને શિકોહાબાદથી નિર્મલા યાદવ.રામ મંદિરને મળ્યા પ્રથમ સીઇઓ નોંધનીય છે કે રામ મંદિર દાન ભંડોળના દુરુપયોગ અંગેના આરોપો બાદ ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું હતું. આ વિવાદને પગલે, ટ્રસ્ટની છબી અને વહીવટી કામગીરી સુધારવા માટે 6 જુલાઈના રોજ સીઈઓની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.સીઈઓ પદ માટે કુલ 5585 અરજીઓ મળી હતી. ન્યાયાધીશ (નિવૃત્ત) પ્રમોદ કોહલીની આગેવાની હેઠળની સ્ક્રીનીંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને ટ્રસ્ટના પ્રમુખને ત્રણ નામો ધરાવતું સીલબંધ પરબિડીયું સુપરત કર્યું છે.

Read Full Story arrow_forward