android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી
calendar_today September 2, 2026

Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી

રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે. જે સાંભળતા વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર જણાઈ શકે છે, જોકે હવામાન વિભાગે આગાહી કરી છે તે જાણીને થોડી નિરાશ થઈ શકે છે. રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે (Gujarat Weather Update) આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદ અંગેનું ખાસ બુલેટિન જાહેર કર્યું છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાનમાં 4 વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આમ છતાં, રાજ્યમાં સાર્વત્રિક કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં જ પડે તેવી સંભાવના છે. જે કારણે રાજ્યમાં ચોમાસુ નબળુ રહેવાની શક્યતા વધી રહી છે. આવામાં ખેડૂતો અને સામાન્ય જનતા માટે મુશ્કેલી વધી શકે છે.મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે, વરસાદમાં 15 ટકાની ઘટવરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે રાજ્યમાં બફારા અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત, વર્તમાન ચોમાસાની મોસમમાં રાજ્યમાં હજુ પણ સરેરાશ વરસાદમાં 15 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે, જે આગામી સામાન્ય વરસાદથી આંશિક રીતે ભરાય તેવી આશા છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેશેહવામાન વિભાગ (Gujarat Weather Update)ની આગામી સપ્ટેમ્બર 3 થી સપ્ટેમ્બર 9, 2026 માટે કરેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં જોવા મળશે.દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવનાદક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડું સારું રહી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા અને ભરૂચ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળો પર જ વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.આ પણ વાંચો - દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

Read Full Story arrow_forward
Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ
calendar_today September 2, 2026

Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ

ગીર સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર દર્શનાર્થે અને પવિત્ર સ્નાન અર્થે આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા તેમજ સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે પહોંચે છે, પરંતુ સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડાં બદલવા યોગ્ય કે સુરક્ષિત ચેન્જિંગ રૂમ ઉપલબ્ધ ન હોવાનો ગંભીર આક્ષેપ યાત્રિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ પવિત્ર સ્થળે મહિલાઓની પ્રાઈવસી જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.મહિલાઓ ખુલ્લામાં કપડાં બદલવા મજબૂરઘાટ પર ઉભી કરવામાં આવેલી સુવિધાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્રિવેણી સંગમ ઘાટ પર બનાવેલા કાયમી ચેન્જિંગ રૂમ મોટાભાગે તાળાં મારેલી બંધ હાલતમાં જોવા મળે છે, જ્યારે મહિલાઓની સુવિધા માટે મૂકવામાં આવેલા પ્લાસ્ટિકના ચેન્જિંગ બોક્સ પણ તૂટીને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિના કારણે પવિત્ર સ્નાન કર્યા બાદ મહિલા શ્રદ્ધાળુઓને આડશ શોધવા માટે દોડધામ કરવી પડે છે અથવા તો નાછૂટકે ખુલ્લામાં જ કપડાં બદલવાની નોબત આવે છે.સોમનાથ ટ્રસ્ટની કામગીરી સામે રોષઆ સમગ્ર મામલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થા અને લાલિયાવાડી સામે યાત્રિકોમાં తీవ్ర આક્રોશ વ્યાપી ગયો છે. દૂર-દૂરથી આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા અને સન્માનની જવાબદારી આખરે કોની? તેવા તીખા પ્રશ્નો ભક્તો પૂછી રહ્યા છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ માગ કરી રહ્યા છે કે તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ગંભીર બાબતની તુરંત નોંધ લેવામાં આવે અને ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓ માટે સુરક્ષિત તેમજ સ્વચ્છ ચેન્જિંગ રૂમની સુવિધા સત્વરે પુનઃ શરૂ કરવામાં આવે.આ પણ વાંચો : Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું...

Read Full Story arrow_forward
Surat News: શેરચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ટાસ્ક ઈન્વેસ્ટના નામે આચરી હતી ઠગાઈ, આરોપીને પોલીસે સેલવાસથી ઝડપ્યો
calendar_today September 2, 2026

Surat News: શેરચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ટાસ્ક ઈન્વેસ્ટના નામે આચરી હતી ઠગાઈ, આરોપીને પોલીસે સેલવાસથી ઝડપ્યો

ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઈમને રોકવા માટે સાયબર સેન્ટર ફોર એક્સેલન્સની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગનારા તત્વો સામે પોલીસે સક્રિયતા દાખવી છે. તેવામાં સુરત સાયબર સેલ પોલીસની સાયબર ક્રાઈમને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ઓનલાઈન કમાણી અને ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર આરોપીને સેલવાસથી પકડી પાડ્યો છે. સોશિયલ મીડિયા અને ટાસ્ક ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે શેરચેટ, ઇન્સ્ટાગ્રામ અને ટાસ્ક આધારિત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે લોકોને જાળમાં ફસાવતો હતો.ઘરબેઠા સરળતાથી કમાણી કરવાની લાલચ આપીને તે લોકો પાસે મોટા પ્રમાણમાં રોકાણ કરાવતો હતો.આ પ્રકારે આરોપીએ અનેક નિર્દોષ નાગરિકોને કુલ મળીને રૂ. 26.12 લાખનો ચૂનો લગાવ્યો હતો.આરોપીની ધરપકડ બાદ તેના બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતા સાયબર સેલ પણ ચોંકી ઉઠ્યું હતું.આરોપીના બેન્ક ખાતામાંથી આશરે રૂ.3.51 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતાં. આરોપી સાથે દેશના અન્ય ભાગોમાં પણ ફરિયાદરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ આ આરોપી અને તેની મોડસ ઓપરેન્ડી વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે.સેલવાસથી આદિત્ય પાંડેને ઝડપી પાડ્યા બાદ સાયબર પોલીસે તેને સુરત લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં તેની સાથે અન્ય કેટલા સાગરીતો જોડાયેલા છે. આટલા મોટા પ્રમાણમાં આવેલા નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ ફ્રોડ નેટવર્કના તાર ક્યાં સુધી ફેલાયેલા છે.આ પણ વાંચોઃ Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...

Read Full Story arrow_forward