android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: છેલ્લા 19 વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 19 લાખ લોકોનો જીવ બચાવ્યો
calendar_today September 2, 2026

Gujarat News: છેલ્લા 19 વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 19 લાખ લોકોનો જીવ બચાવ્યો

ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે નાગરિકો માટે આશીર્વાદરૂપ બનેલી 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 99 લાખથી પણ વધુ ઈમરજન્સી કેસોને પ્રતિસાદ આપીને રાજ્યના લાખો પરિવાર માટે સાચા અર્થમાં લાઈફલાઈન બની છે.કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ,ગંભીર બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવાના ઉદાત્ત હેતુથી સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી હતી.ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ 108 નંબર પર આવતા 99 ટકા જેટલા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ સક્ષમતા દર્શાવે છે.સમગ્ર રાજ્યમાં દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસની સારવાર માટે રવાના થાય છે.સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13.09 મિનિટ છે. મેડિકલ,પોલીસ અને ફાયર સંબંધિત કટોકટી માટે 24 કલાક અવિરત સેવા આપવાના હેતુથી અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે 15 એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.અહીં લોકેશન બેઝ્ડ સર્વિસ થી સજ્જ અદ્યતન CAD Application ના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. 19 વર્ષની સેવાકીય યાત્રાના આંકડાકીય સિદ્ધિઓ108 ઈમરજન્સી સેવા દ્વારા ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 1 કરોડ 99 લાખ જેટલા કટોકટીના કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે.જેમાં મુખ્યત્વે 1 કરોડ 96 લાખ 42 હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી કેસો, 2 લાખ 55 હજારથી વધુ પોલીસ સંબંધી ઈમરજન્સી કેસો અને 8 હજાર 300 થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓમાં સમયસર મદદ પહોંચાડવામાં આવી છે.આ સફળ કામગીરી દરમિયાન 19 લાખ 66 હજારથી વધુ ગંભીર સ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને ઉગારી લેવામાં આવી છે.જ્યારે એમ્બ્યુલન્સ વાહનો દ્વારા 62 કરોડથી પણ વધુ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. માતા અને બાળ સુરક્ષા તેમજ વિવિધ મેડિકલ ઈમરજન્સીમાં યોગદાનગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના સરકારી લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો સિંહફાળો રહ્યો છે.19 વર્ષના સમયગાળા દરમિયાન 62 લાખ 97 હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં કટોકટીના સમયે મદદ પહોંચાડવામાં આવી છે.જેમાં 1 લાખ 64 હજાર 715 થી પણ વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે કે રસ્તામાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે.આ સિવાય 24 લાખ 18 હજારથી વધુ માર્ગ અકસ્માતના કેસો, 11 લાખ 77 હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને 9 લાખ 87 હજારથી વધુ હૃદયરોગના હુમલા સંબંધી કેસોમાં દર્દીઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી પ્રી-હોસ્પિટલ કેર પૂરી પાડવામાં આવી છે. ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવાનું એક વર્ષ પૂર્ણરાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘112’ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે.આ એક વર્ષના સમયગાળા દરમિયાન '112' હેલ્પલાઇન દ્વારા 10 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે.112 સેવા ખરા અર્થમાં નાગરીકો માટે લાઈફલાઈન સાબિત થઈ છે.કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ 10 કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં પોલીસ કે સંબંધિત મદદ પહોંચાડવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ

Read Full Story arrow_forward
Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...
calendar_today September 2, 2026

Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં ધમધમતા દેહવ્યાપારના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ લાલઆંખ કરી છે. એસએમસીની ટીમે બાતમીના આધારે એકસાથે 5 જેટલા સ્પા અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુટણખાનું ચલાવતા અને સંકળાયેલા કુલ 13 જેટલા આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.5 સ્થળોએ એકસાથે દરોડાSMC ના PI B.H. રાઠોડ અને તેમની ટીમની 5 અલગ-અલગ ટુકડીઓએ ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન 'ધ લક્ઝ્યુરી બ્યુટી એન્ડ સ્પા'માંથી સિદ્ધપુરના અજય રમેશભાઈ પ્રજાપતિ અને મહેસાણાના યશ રાવલ સહિત બેની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત 'ધ ગોલ્ડન સ્પા'માંથી 3, 'હોટલ મધુવન ગેસ્ટ હાઉસ'માંથી 4, 'ધ મૂન લાઈટ સ્પા'માંથી 3 અને 'એપ્પલ વન સ્પા'માંથી 1 આરોપી મળીને કુલ 13 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલોએક જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલા મોટા પાયે સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા તેમની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસની ઢીલી નીતિ વચ્ચે એસએમસીના દરોડાથી ગુનેગારોમાં ભારે ફાળ પડી છે. SMC દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે.આ પણ વાંચો : Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!

Read Full Story arrow_forward
Hathnikund Barrage: યમુના નદીના જોરદાર પ્રવાહમાં પલટી આર્મીની બોટ, વન પેરા સ્પેશિયલ ફોર્સના જવાનો ગુમ
calendar_today September 2, 2026

Hathnikund Barrage: યમુના નદીના જોરદાર પ્રવાહમાં પલટી આર્મીની બોટ, વન પેરા સ્પેશિયલ ફોર્સના જવાનો ગુમ

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં આવેલા હથનીકુંડ બેરેજ ખાતે ચાલી રહેલી એક સૈન્ય કવાયત દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે. હરિયાણા-હિમાચલ સરહદ પર આવેલા આ સંવેદનશીલ વિસ્તારમાં પૂર બચાવ અભ્યાસની કવાયત ચાલી રહી હતી, તે દરમિયાન સેનાની એક મોટર બોટ યમુના નદીના જોરદાર અને ભયજનક પ્રવાહની વચ્ચે ફસાઈ ગઈ હતી. અચાનક પ્રવાહ વધી જવાના કારણે આ બોટ પલટી ગઈ અને નદીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે સૈનિકોના ગુમ થયાની આશંકા સેવાઈ રહી છે.નાવ પલટી જતા સૈનિકો ડૂબ્યાપ્રાપ્ત માહિતી અનુસાર, આ કવાયતમાં આર્મીની પ્રતિષ્ઠિત "વન પેરા સ્પેશિયલ ફોર્સ" ના જવાનો ભાગ લઈ રહ્યા હતા. કસરત દરમિયાન મોટરબોટ અચાનક જોખમી ક્ષેત્રમાં પ્રવેશી જતાં આ દુર્ઘટના ઘટી હતી. બોટ પલટી જવાથી તેમાં સવાર કેટલાક સૈનિકો નદીમાં ફસાઈ ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે તેમાંથી ત્રણ જવાનો પોતાની કુશળતા દાખવીને લગભગ 600 મીટર સુધી તરીને સુરક્ષિત રીતે બહાર નિકળી જવામાં સફળ રહ્યા હતા. તેમ છતાં, એકથી બે સૈનિકો હજુ પણ ગુમ હોવાનું મનાઈ રહ્યું છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. અનેક સૈનિકો બચ્યા પરંતુ હજુ પણ 2 ગુમઘટનાની જાણ થતા જ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) યમુનાનગરની વિશેષ બચાવ ટીમોને પણ તાત્કાલિક ધોરણે શોધખોળ અભિયાનમાં કામે લગાવવામાં આવી છે. લાંબી જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી ડૂબી ગયેલી આર્મી મોટરબોટને બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ ગુમ થયેલા જવાનોની ભાળ મેળવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ પૂરજોશમાં ચાલુ છે.ગુમ થયેલા સૈનિકોની શોધખોળ શરૂ કરાઇઆ સંવેદનશીલ મામલે પ્રતાપનગર પોલીસે આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો વિષય ગણાવીને હાલમાં વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે. સૈન્ય પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા જવાનોની શોધખોળ માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પણ વાંચોઃ Uttarakhand માં મેઘ તાંડવ, કૈંચી ધામ પાસે શિપ્રા નદીનું રૌદ્ર સ્વરૂપ, ઘરોમાં ઘૂસ્યા પાણી, Video

Read Full Story arrow_forward