android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ, 34 રાઇડ્સને મંજૂરી નહીં
calendar_today September 2, 2026

Rajkot News: આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ, 34 રાઇડ્સને મંજૂરી નહીં

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ એવા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરાસતથી વિકાસ લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. આજે સાંજે 4:30 કલાકે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ ભવ્ય લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે જ રાઇડ્સને લઈને લોકોમાં નિરાશા જોવા મળી છે.કડક સુરક્ષા માપદંડો અને એસઓપીના કડક અમલના કારણે પ્રથમ દિવસે 34 જેટલી મોટી યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી જેના કારણે રાઇડ્સ વિના મેળો ફીક્કો લાગી રહ્યો છે.  મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીંજિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.જોકે, આ 34 રાઇડ્સનો જરૂરી અભિપ્રાય હજુ સુધી અધ્યક્ષ અને ડીસીપી જગદીશ બાંગારવાને મળ્યો નથી.ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણેમોટી રાઇડ્સની સુરક્ષા ચકાસણી માટે રચાયેલી 13 સભ્યોની કમિટી દ્વારા ગ્રાઉન્ડ પર એસઓપી મુજબ મશીનરી,બેઠક વ્યવસ્થા અને મજબૂતીની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.આ 13 સભ્યોની કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે.ત્યારબાદ જ લાયસન્સ આપવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાઇડ્સ શરૂ થવાની શક્યતા સુરક્ષા અને ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા નિયમોનું પાલન થયા બાદ રાઇડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.લાયસન્સ મળ્યા બાદ જ મુલાકાતીઓ માટે ચકડોળ અને અન્ય મોટી રાઇડ્સ ખુલ્લી મૂકાશે જેથી મેળો બીજા દિવસથી ખીલશે તેવી આશા સેવાઈ રહી છે.  આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

Read Full Story arrow_forward
Gandhinagar News: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી, 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરાયા
calendar_today September 2, 2026

Gandhinagar News: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી, 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરાયા

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.11 દવાઓના બનાવટના પરવાના રદઆ અંગે વધુ વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર,8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે.લેબોરેટરીની તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે રાજ્યમાં તપાસ કરવામાં આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ પૈકી 3ને ક્લોઝર ઓર્ડર તથા 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં કુલ 588 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહીનશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓમાં FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત એસ.ઓ.જી.સાથેની સંયુક્ત તપાસ માં વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS ACT હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ કરવામાં આવી રહી છે,જે અંતર્ગત J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્તઆ કાર્યવાહી દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈનનો પર્દાફાશ થયો છે.સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ કપડવંજ ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટે રતવાની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું જ્યાંથી 66400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્તઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલ સઘન ઝુંબેશ હેઠળ કુલ 2238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસણી કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યચીજોના 2591જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા.આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ પાડવામાં આવેલ દરોડામાં તેલ,મરચા પાઉડર અને દૂધ સહિતની શંકાસ્પદ ખાદ્યચીજનો કુલ 42988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેની અંદાજિત કિંમત રૂ.93,47,13 જેટલી થાય છે.રાજ્યના વિવિધ સ્થળોએ હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત પાટણમાં 14709 કિગ્રા તેલ અને 6495 કિગ્રા ખાદ્ય તેલ ,કામરેજ -સુરતમાં 5157 કિગ્રા ઘી, જામનગરમાં 7138 કિગ્રા દૂધ તેમજ ડીસા- બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતુંરાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા સુનિશ્ચિત કરવા 1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું.જેમાં ક્ષતિઓ જણાતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ્દ કરવા જેવી કડક કાર્યવાહી કરાઈ હતી.આ ઉપરાંત,ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે 3078 પેઢીઓની તપાસ કરી 145 શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને રૂ.7,54,386ની કિંમતનો 2553.10 કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

Read Full Story arrow_forward
Heavy Rain Uttarakhand: ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર અત્યાર સુધીમાં 7નાં મોત
calendar_today September 2, 2026

Heavy Rain Uttarakhand: ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર અત્યાર સુધીમાં 7નાં મોત

મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. બીજી તરફ, ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓએ મુશ્કેલીઓ વધારી દીધી છે.ઉત્તરાખંડમાં અલ્મોડા, બાગેશ્વર, ટેહરી, નૈનીતાલ, ઉધમસિંહ નગર અને પૌડી સહિતના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 7 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.172થી વધુ રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિતભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં 172થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક મહત્વપૂર્ણ હાઇવે પણ અસરગ્રસ્ત થયા છે. અનેક સ્થળોએ પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળ અને પથ્થરો રસ્તા પર આવી ગયા હોવાથી વાહનવ્યવહાર અટકી ગયો છે.બંધ રસ્તાઓને ફરી શરૂ કરવા માટે જેસીબી અને અન્ય ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. જોકે સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.ગૌલા અને ખકરા નદીઓમાં વધ્યું જળસ્તરસતત વરસાદ બાદ હલ્દ્વાની વિસ્તારમાં ગૌલા નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. નદીમાં અંદાજે 27 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉધમસિંહ નગરના કિચ્છા, પુલભટ્ટા, શાંતિપુરી અને સૂર્યનગર જેવા વિસ્તારોમાં લોકોને નદીથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક બજારોના કામકાજ પર પણ અસર પડી છે.ખટીમામાં પરિવારોને ખસેડવામાં આવ્યાખટીમાના વનગાંવ વિસ્તારમાં ખકરા નદીનું જળસ્તર વધતાં બે ડઝનથી વધુ પરિવારો પાણી ભરાવાની સમસ્યાથી પ્રભાવિત થયા છે. પ્રશાસન, SDRF અને પોલીસની ટીમોએ કેટલાક લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં પહોંચાડ્યા છે.રઘુલિયા પ્રાથમિક શાળાને અસ્થાયી રાહત કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવી છે. અહીં અસરગ્રસ્ત લોકોને ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.પૌડીમાં કરુણ ઘટના, માતા અને પુત્રીના મોતપૌડી જિલ્લાના કોટદ્વાર વિસ્તારમાં વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. સ્નેહ વિસ્તારમાં કોલ્હૂ નદી પાર કરતી વખતે દોઢ વર્ષની બાળકી અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતી તેની 26 વર્ષીય માતા પણ નદીના પ્રવાહમાં વહી ગઈ હતી. SDRF અને પોલીસની ટીમોએ શોધખોળ બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા.બાગેશ્વરમાં હાઇવે સહિત અનેક માર્ગો બંધબાગેશ્વરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે NH-109 સહિત 16 મોટર માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તો બંધ થતાં બસ, ટેક્સી અને અન્ય વાહનો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા. નૈનીતાલ જિલ્લામાં પણ કોસી અને શિપ્રા નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે રાજ્યમાં આગામી સમયમાં પણ સતર્ક રહેવાની જરૂર છે.આ પણ વાંચો: Weather Update: રાજધાની દિલ્હીથી લઇને બંગાળ સુધી વરસાદી માહોલ, પહાડો પર લેન્ડસ્લાઇડનો ખતરો વધ્યો

Read Full Story arrow_forward