Price Hike : દિવાળી પર્વ પહેલાં જ પ્રજા પર મોંઘવારીનો વધુ એક પ્રહાર, ફટાકડાના ભાવમાં થયો 25 ટકા સુધીનો અધધ વધારો!
દિવાળીના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક આકરો ફટકો પડ્યો છે. આ વર્ષે તહેવારો ટાણે ફટાકડાના ભાવમાં 25 ટકા સુધીનો સીધો વધારો નોંધાયો છે. એક તરફ લોકો પહેલાથી જ વિવિધ ચીજવસ્તુઓના ભાવવધારા અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે, તેવામાં ફટાકડાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું તહેવારનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.5 થી 16 હજાર રૂપિયા સુધીના ફટાકડા મોંઘા થયાબજારના વેપારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, નાના બાળકોના ફટાકડાથી લઈને મોટા ફેન્સી આઈટમો અને આતશબાજીના બોક્સ કે જે અગાઉ 5 થી 16 હજાર રૂપિયા ના બજેટમાં મળી રહેતા હતા, તેના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ફટાકડાના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ (રો મટીરીયલ) ના ભાવવધારા અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાના કારણે ઉત્પાદકો દ્વારા ભાવ વધારવામાં આવ્યા છે, જેના લીધે રિટેલ બજારમાં ફટાકડા ખૂબ જ મોંઘા બન્યા છે.ભાવવધારા અને મંદી વચ્ચે બજારોમાંથી ઘરાકી ગાયબફટાકડાના ભાવમાં થયેલા આ અધધ વધારાના કારણે બજારોમાં તહેવારો જેવો માહોલ જોવા મળી રહ્યો નથી. ફટાકડાના શોરૂમ્સ અને સ્ટોલ પરથી ઘરાકી સાવ ગાયબ થઈ ગઈ છે. ગ્રાહકો મોંઘવારીના કારણે ખરીદી મર્યાદિત કરી રહ્યા છે અથવા ફટાકડા ખરીદવાનું ટાળી રહ્યા છે. મંદી અને ભાવોના ભડકા વચ્ચે ઘરાકી ન નીકળતા ફટાકડાના વેપારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે અને તહેવારો ટાણે મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.આ પણ વાંચો : Suratના ઉધના સ્ટેશન પર દિવાળી-છઠ્ઠ પૂજાનો મહાસૈલાબ, 15 હજારથી વધુ મુસાફરો ઉમટતાં તંત્ર હાઇએલર્ટ પર!
Read Full Story arrow_forward