android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: ધાનેરાના જીવાણા ગામે દૂધ મંડળીની સભામાં હોબાળા બાદ સમાધાન, વીડિયો વાઈરલ
calendar_today September 4, 2026

Banaskantha: ધાનેરાના જીવાણા ગામે દૂધ મંડળીની સભામાં હોબાળા બાદ સમાધાન, વીડિયો વાઈરલ

ધાનેરા તાલુકાના જીવાણા ગામ ખાતે આવેલી દૂધ મંડળીની સાધારણ સભા દરમિયાન અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સભા દરમિયાન કોઈ બાબતે વિવાદ સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ, જીવાણા ગામની દૂધ મંડળી ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન પ્રમુખ ની વરણી ના મુદ્દા પર ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં હોબાળો મચી ગયો હતો અને કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાના પગલે સભાસ્થળે થોડા સમય માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સભા દરમિયાન ઘર્ષણ અને મારામારીના દ્રશ્યો કેમેરામાં 7 કેદ થયા છે. વિડીયો વાયરલ થતાં જ જીવાણા સહિત સમગ્ર ધાનેરા પંથકમાં આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારામારી પાછળનું ચોક્કસ કારણ કે કયા મુદ્દે વિવાદ સર્જાયો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. પોલીસે વાયરલ વિડીયો અને પ્રત્યક્ષદર્શીઓના આધારે ઘટનાક્રમ તેમજ સંડોવાયેલા લોકો સામે તપાસ તેજ કરી છે.જોકે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તથા પોલીસે સમાધાન બન્ને પક્ષ વચ્ચે કરાવી ગામની શાંતિ જળવાઈ રહે તેવી સરાહનીય કામગીરી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા કલેક્ટરને રજૂઆતગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ
calendar_today September 4, 2026

Patan: પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા કલેક્ટરને રજૂઆતગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ

પાટણ શહેરમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના તેમજ માંસ-મટન અને ઇંડાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવા અંગે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય શાહ ધીરજલાલ પુનમચંદ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખીત રજુઆત કરી માંગ કરી હતી. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય ધીરજલાલ શાહ દ્વારા કલેકટર સમક્ષ કરેલી લેખીત રજુઆતમાં માંગ કરી છે કે પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજની ધાર્મિક લાગણી અને અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પાટણ શહેરમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તથા માંસ-મટન અને ઇંડાની દુકાનો બંધ રાખવા જરૂરી આદેશ કરી તેનો કડક અમલ કરાવવા માંગ કરવામાં આવી છે. તેમણે 9 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર એમ 9 દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટે માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કુંજરાવના 9 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગોનું દાન
calendar_today September 4, 2026

Anand: કુંજરાવના 9 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગોનું દાન

આણંદ તાલુકાના કુંજરાવની કુમાર શાળામાં ધોરણ-બેમાં અભ્યાસ કરતો 9 વર્ષિય આકાશ અને તેના મોટાભાઇ પ્રકાશ સાથે 28 ઓગષ્ટના રોજ તરસાડ-તલાવડી રોડ પરથી ચાલીને ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા આકાશને માથામાં ગંભીર ઇજાઓ થતા તે બેભાન થઇ ગયો હતો. તેને તત્કાલિન 108 એમ્બ્યુલન્સમાં સારસા સીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંતી વધુ સારવાર અર્થે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક ઇન્ટેસીવીસ્ટ ડૉ.અમીત શાહના વડપણ હેઠળ સારવાર શરૂ કરાઇ હતી. ઇજાગ્રસ્ત આકાશના સીટીસ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.જીતેન્દ્ર દેસાઇ, ડૉ.ભવદિપ મુંગલા, ડૉ.મીરાંત દોશી, ડૉ.અમીત શાહએ આકાશને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ડૉ.શાહે ડોનેટ લાઇફની આણંદ ટીમના નિખિલ શાસ્ત્રી અને સુનિલ શાહનો સંપર્ક કરી આકાશના બ્રેઇનડેડ અંગે જાણ કરી હતી. બાદ ડોનેટ લાઇફના ટ્રષ્ટી પ્રકાશ પટેલ સહિતના સભ્યોએ કરમસદ મેડિકલ સ્સ્પિટલ ખાતે પહોંચી ડૉ.જીતેશ દેસાઇ સાથે રહીને આકાશના દાદા વાઘજીભાઇ, દાદી શારદાબેન, ફુવા દેવેન્દ્રભાઇ, ચિમનભાઇ તેમજ પરિવારના સભ્યો સાથે અંગદાનના મહત્વ અંગે ચર્ચા કરી હતી. બન્ને કિડની અને લીવર અમદાવાદની આઇકેડીઆરસીને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલ બે કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાત દર્દીઓમાં અમદાવાદની આઇકેડીઆરસીમાં કરવામાં આવશે. જ્યારે ચક્ષુઓનું દાન કરમસદ મેડિકલે સ્વિકાર્યુ છે. કિડની અને લીવર સમયસર અમદાવાદ પહોંચાડવા કરમસદ મેડિકલથી અમદાવાદ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસ તેમજ માર્ગમાં આવતા તમામ પોલીસના જવાનોએ સહકાર પુરો પાડયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward