android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: તારાપુરના પચે ગામમાંથી નકલી ડોક્ટર આખરે સકંજામાં આવ્યો
calendar_today September 4, 2026

Anand: તારાપુરના પચે ગામમાંથી નકલી ડોક્ટર આખરે સકંજામાં આવ્યો

તારાપુર તાલુકામાં ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરોનો ભય યથાવત છે. કાયદાની છટકબારીઓનો પૂરતો લાભ ઉઠાવીને વારંવાર ગેરકાયદે પ્રેક્ટિસ શરૂ કરી દેતા એક જ બોગસ ડોક્ટરને અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રીજી વખત ઝડપી લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી વચ્ચે પશ્ચિમ બંગાળના ધોરણ-10 પાસ મિલટોન ઉર્ફે મિલન સાધુ નામના શખ્સે પચેગામમાં દરબારની ડેલીમાં આવેલા એક મકાનમાં ગેરકાયદે ક્લિનિક શરૂ કર્યું હતું. તારાપુર પોલીસ ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ખડા)ના મેડિકલ ઓફ્સિર ડો. આશિયાના સૈયદને સાથે રાખી દરોડો પાડયો હતો. સ્થળ પરથી એલોપેથીક સારવાર આપતો આ નકલી ડોક્ટર રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે રૂા.29,689/-ની કિંમતની એલોપેથીક દવાઓ જપ્ત કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963 મુજબ ગુનો નોંધ્યો છે. છેલ્લા માત્ર છ માસના ટૂંકા ગાળામાં તારાપુર તાલુકાના સાંઠથી બે, ટોલ, રીંઝા, મિલરામપુરા અને ખડામાંથી કુલ 7 જેટલા બોગસ ડોકટરો ઝડપાઈ ચૂકયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ જાતની ડિગ્રી વગર આટલા બધા નકલી ડોકટરો લાંબા સમય સુધી દવાખાના ચલાવે છે, છતાં આરોગ્ય વિભાગની નજર કેમ નથી પડતી ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર પકડાવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વગર સ્થળ બદલીને લોકોના જીવ સાથે રમત રમતાઆવા લેભાગુ તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: ભંગાર માર્ગના પાપે મહિનામાં 20થી વધારે અકસ્માત
calendar_today September 4, 2026

Kheda: ભંગાર માર્ગના પાપે મહિનામાં 20થી વધારે અકસ્માત

મહેમિયાદના નેનપુરથી હલધરવાસ તરફ્ જતા માર્ગ પર ઘોડાલીના આંબલી પાટિયા પાસે છેલ્લા એક મહિનામાં 20થી વધુ અકસ્માતો સર્જાયા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રોડની ખસ્તાહાલ સ્થિતિને કારણે વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ખાસ કરીને દ્વિ-ચક્રી વાહનચાલકો અકસ્માતનો વધુ ભોગ બની રહ્યા છે. મહેમિયાદ તાલુકાના નેનપુર થી હલધરવાસ તરફ્ના ઘોડાલી ગામના આંબલી પાટિયા નજીકના સ્ટેટ હાઇવેનો રસ્તો ખુબજ ખરાબ હાલતમાં આવી ગયો છે. રોડ ઉપર જાણે આડી ગીસીઓ પડી ગઈ છે જેને કારણે એક તરફ્ના રોડનો સ્થાનિકો ઉપયોગ જારવાથી પણ બચે છે. આ રોડ ઉપર રોજના હજજારો વાહનોની આવન જાવન રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંબલી પાટિયા નજીકનો રસ્તો લાંબા સમયથી બિસમાર હાલતમાં હોવાથી સામાન્ય ઝડપે વાહન ચલાવવું પણ મુશકેલ બન્યું છે. 30 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન પસાર થાય ત્યારે વાહન ફ્ંગોળાઈ જવાની સ્થિતિ સર્જાય છે અને અચાનક સંતુલન ગુમાવતા અકસ્માત થાય છે. દ્વિચક્રી વાહનો ઉપરાંત ફોર વ્હીલર વાહનો પણ રોડની સાઈડમાં ઉતરી જવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અનેક અકસ્માતોમાં લોકો ઈજાગ્રસ્ત થઈ હોસ્પિટલ સુધી પહોંચ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. તેમ છતાં માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા રસ્તાની યોગ્ય મરામત કે પુનઃનિર્માણ માટે કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો સવાલ છે કે વધુ કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે કે શું ? તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી રસ્તાનું મજબૂત સમારકામ કરાવે અને અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ ગંભીર ક્ષતિ બહાર આવતાં કડક કાર્યવાહી
calendar_today September 4, 2026

Anand: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ ગંભીર ક્ષતિ બહાર આવતાં કડક કાર્યવાહી

આણંદ શહેરમાં મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આણંદ-વિદ્યાનગર માર્ગ ઉપર આવેલ સુખડીયા સ્વીટ, સિલ્વર ડ્રેગન ચાઇનીઝ ,ડન્ગીડમ્સ અને બેકરીમાં સ્વચ્છતાનો અભાવ, હાઇજેનિક સહિતના માપદંડો અને તપાસમાં એક્સપાયર્ડ ડેટ વગરની કેક, હેલ્થ સર્ટિફિકેટનો અભાવ સહિતના નિયમભંગ બદલ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ખાદ્ય એકમોમાં સ્વચ્છતાના ધોરણો અને ફુડ સેફ્ટીના નિયમોનું પાલન સહિતના મુદ્દે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણીતા એકમોમાં ગંબીર બેદરકારી સામે આવતા મનપાના આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બેકરીમાં રાખવામાં આવેલી કેક પર મેન્યુફેક્ચરીંગ તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું માલુમ પડયુ હતું. જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ખાદ્યપદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ પાસે કાયદેસરના હેલ્થ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હતા. તદ્ઉપરાંત તપાસણી દરમિયાન સ્થળ પર ગંભીર અસ્વચ્છતા અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો જણાઇ આવતા ટીમ દ્વારા તત્કાલિન અસરથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સુખડીયા સ્વીટ એન્ડ ફરસાણ ખંભાતવાળાને સૌથી વધુ 25 હજારનો દંડ, સિલ્વર ડ્રેગન ચાઇનીઝ અને કભીબી બેકરી બન્ને એકમોને 10-10 હજારનો દંડ તેમજ ડન્ગીડમ્સ નામના એકમ પાસેથી નિયમોના ઉલંઘન બદલ 5 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward