android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સહિત પંથકમાં શિતળા સાતમની ધાર્મિક માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરાઈ
calendar_today September 4, 2026

Patan: સહિત પંથકમાં શિતળા સાતમની ધાર્મિક માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરાઈ

પાટણ સહિત સમગ્ર પંથકમાં શ્રાવણ માસના અંતિમ તબક્કામાં આવતાં તહેવારોનો માહોલ હાલમાં પુરજોશમાં અને ધાર્મિક માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે શિતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ પાટણ સહિત જિલ્લાભરમાં લોકો દ્વારા ભવ્ય અને ધાર્મિક લાગણી સાથે શ્રાદ્ધા પુર્વક ઉજવણી કરી હતી. પાટણમાં પ્રાચીન શિતળા માતાજીના મંદિરે પરંપરાગત લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટયા હતા અને મેળાની મોજ માણી હતી.શ્રાવણ માસના વદ પક્ષમાં આવતાં નાગપંચમીથી માંડીને જન્માષ્ટમી સુધીના તહેવારોની હારમાળા હાલમાં ચાલી રહી છે. જેમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી બાદ બુધવારે રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ દ્વારા અવનવી વાનગીઓ સાથે રસોઈ બનાવી હતી. જેનો શિતળા સાતમના દિવસે ભોજનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુરૂવારે શિતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ પાટણમાં આવેલ પ્રાચીન શિતળા માતાજીના મંદિરે પરંપરાગત લોકમેળો ભરાયો હતો. જેમાં પાટણ સહિત આજુબાજુના વિસ્તારમાંથી લોકો દર્શનાર્થે ઉમટયા હતા. તેમજ માતાજીને કુલેર શ્રીફ્ળ અને પાણીની માટલી અર્પણ કરી શ્રાદ્ધા પુર્વક નમન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ચાલી આવતી પરંપરા મુજબ મહિલાઓ દ્વારા માતાજીની વાર્તા સાંભળી હતી. તો બીજી તરફ્ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિતળા સાતમ નિમિત્તે દરેક ઘરોમાં માતાજીનો સાથીયો દોરી કંકુના ચાંલ્લા કર્યા બાદ દિવો પ્રગટાવી માતાજીની સ્થાપના કરી હતી. તેમજ રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન દિવસ દરમિયાન આરોગી વર્ષોથી ચાલી આવતી ઠંડું જમવાની પ્રથા જાળવી રાખી હતી. જોકે તમામ હિન્દુ ધર્મના ઘરોમાં રાંધણ છઠ્ઠના દિવસે સાંજે ગૃહિણીઓ બે દિવસનું ભોજન બનાવ્યા બાદ ચુલો ઠારી દેતી હોય છે. ત્યારબાદ આવતીકાલે જન્માષ્ટમીના દિવસે ફરીથી ચુલો સળગાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મનગમતી રસોઈ બનાવી હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: બટાકા અને હીરા ઉદ્યોગમાં મંદી
calendar_today September 4, 2026

Deesa: બટાકા અને હીરા ઉદ્યોગમાં મંદી

બનાસકાંઠાનું મુખ્ય આર્થિક કેન્દ્ર ગણાતું ડીસા શહેર હાલમાં ભારે આર્થિક મંદી અને બેરોજગારીના વિષચક્રમાં હોમાઈ ગયું છે. ડીસાના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ સમાન બટાકાના વ્યાપારમાં ભયંકર મંદી અને બીજી તરફ હીરાના કારખાનાઓ એકપછી એક બંધ થઈ જતા સ્થાનિક સ્તરે રોજગારીનો ભારે અભાવ ઉભો થયો છે. હજારો રત્નકારો અને મજૂરો રોજગાર વિહોણા બનતા બેકારોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.આર્થિક તંગીના કારણે પરિવારનું પેટિયું રળવું મુશ્કેલ બનતાં લોકો હવે નાસ્તા અને ઠંડા પીણાની લારીઓ તરફ વળ્યા છે. ડીસામાં છેલ્લા ત્રણ મહિનાના ટૂંક સમયગાળામાં જ 100 થી વધુ નવી નાસ્તાની લારીઓ ખુલી ગઈ છે. પરિસ્થિતિ એટલી નાજુક બની છે કે કેટલીક લારીઓ તો આખા ને આખા પરિવારો મળીને ચલાવી રહ્યા છે. જોકે લારીઓ શરૂ કર્યા પછી પણ તીવ્ર હરીફાઈ અને લોકોની ઘટતી ખરીદ શક્તિના કારણે લારી ધારકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.એક તરફ બેરોજગારી વધતાં લારીઓની સંખ્યા વધી છે તો બીજી તરફ બટાકાની મંદીની અસર મુખ્ય બજારો અને શોપિંગ સેન્ટરોમાં મોટી દુકાનો અને શો-રૂમ ધરાવતા વેપારીઓ પર જોવા મળી છે ગ્રાહકોના અભાવે વેપારીઓ આખો દિવસ નવરાધૂપ બેસી રહે છે અને સાંજ સુધી બોણી પણ થતી નથી. દુકાનોના ભાડા, લાઈટબિલ અને કર્મચારીઓના પગાર ચૂકવવા વેપારીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયા છે.રોજીરોટી મેળવવા માટે બજારોના મુખ્ય રસ્તાઓ પર આડેધડ ઉભી રહેતી નાસ્તા અને ઠંડા પીણાની લીરીઓના કારણે શહેરમાં ટ્રાફિકની નવી અને વિકટ સમસ્યાઓ સર્જાઈ રહી છે. સંકુચિત બનેલા રસ્તાઓ પર વાહનચાલકો અને રાહદારીઓ માટે અડચણો વધી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા બેરોજગાર બનેલા નાગરિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ડીસાના ઉદ્યોગ ધંધાને વેગ મળે તેવા નક્કર પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-tharad: પતિ સાથે ઝઘડો થતા મહિલા આત્મહત્યા કરવા કેનાલ પર પહોંચી
calendar_today September 4, 2026

Vav-tharad: પતિ સાથે ઝઘડો થતા મહિલા આત્મહત્યા કરવા કેનાલ પર પહોંચી

થરાદ પોલીસ સ્ટેશન અંતર્ગત કાર્યરત પિલુડા જનરક્ષક 112ની ટીમ દ્વારા માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી કરી કેનાલમાં આત્મહત્યા કરવા આવેલી એક મહિલાનો અમૂલ્ય જીવ બચાવી લેવામાં આવ્યો છે.બનાવની વિગતો અનુસાર, પીઆઇ એ.જી.રબારીના જણાવ્યા અનુસાર પિલુડા બીટની 112 વાનની ટીમ ભાપી ગામની વર્ધી પૂર્ણ કરી પરત પિલુડા ફરી રહી હતી. તે દરમિયાન ભાપી ગોળીયા કેનાલના પુલ ઉપર એક મહિલા શંકાસ્પદ અને ચિંતિત હાલતમાં આંટાફેરા મારતી નજરે પડી હતી. ટીમના કર્મચારીઓએ ત્વરિત સતર્કતા દાખવી મહિલા પાસે જઈ તેની પૂછપરછ કરી હતી.પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો અને મનદુઃખ થયા બાદ તે કંટાળીને કેનાલ પર આત્મહત્યા કરવાના ઈરાદે આવી છે. ઘટનાની ગંભીરતાને પારખીને 112 ની ટીમે તાત્કાલિક ધોરણે મહિલાના પતિ તેમજ આજુબાજુના સ્થાનિક લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં બંને પતિ-પત્નીની વાત સાંભળી તેમની વચ્ચે કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ગેરસમજ દૂર થયા બાદ સમજાવટના અંતે આ મહિલાને તેના પતિ સાથે સુરક્ષિત રીતે તેમના ઘરે રવાના કરવામાં આવી હતી. સમયસરની દખલગીરી અને માનવતાવાદી અભિગમ અપનાવીને એક મહિલાને આત્મહત્યા કરતા બચાવી લેનાર થરાદ પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમની આ સરાહનીય કામગીરીને લોકહિયે ભારે બિરદાવવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward