android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: અનાવાડા ગામે કેદારનાથ જેવું જ શિવ મંદિર બનશે : આજે ભૂમિ પુજન
calendar_today September 4, 2026

Patan: અનાવાડા ગામે કેદારનાથ જેવું જ શિવ મંદિર બનશે : આજે ભૂમિ પુજન

પાટણ સહિત જિલ્લાભરમાં લોકોને હવે કેદારનાથ ખાતેના શિવ મંદિર જેવું જ શિવ મંદિર હવે પાટણ નજીકના અનાવાડા ગામ ખાતે બનવા જઈ રહ્યું છે. જેના માટે આજે પવિત્ર જન્માષ્ટમીના દિવસે ભુમિ પુજન વિધી હાથ ધરવામાં આવશે. મંદિરનું નિર્માણ થયાં બાદ પાટણ સહિતના લોકોને કેદારનાથ મંદિર જેવી જ અનુભૂતિ થવા પામશે તેમ જાણવા મળ્યું હતું.પાટણ તાલુકાના અનાવાડા ગામે આવેલ શ્રી હરિઓમ ગૌશાળામાં ભગવાન શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ કાર્ય કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન ઘાટમાં નિર્માણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. જેથી પાટણ નજીક જ કેદારનાથ ધામ જેવું જ શિવ મંદિર બનતા પાટણ સહીત પંથકના લોકોને કેદારનાથ ધામ જેવી અનુભૂતિ થશે. ગૌશાળા લાંબા સમયથી બીમાર અશક્ત અને ઘાયલ ગૌમાતાઓ માટે આશ્રાય સ્થાન બની રહી છે તેમજ ગૌ માતાઓની સારવાર અને સેવા માટે ગૌશાળામાં જ હોસ્પિટલ પણ બનાવવામાં આવેલી છે. જેથી ગૌસેવા સાથે જોડાયેલી આ ગૌશાળા ધીમે ધીમે લોકોની આસ્થા અને શ્રાદ્ધાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગૌશાળામાં કથાકાર રમેશભાઈ ઓઝાની ભવ્ય ભાગવત કથા સાથે ગૌભક્તિ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લાખ્ખો લોકોએ લાભ લીધો હતો ત્યારે હવે ગૌશાળામાં આગામી સમયમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ પામનાર છે. જેમાં ચારધામ પૈકીના એક પવિત્ર તીર્થધામ કેદારનાથની પ્રતિકૃતિ કરાવે તેવા ઘાટમાં મંદિરનું નિર્માણ કરવાની યોજના હોવાથી મંદિર તૈયાર થયા બાદ સમગ્ર પાટણ શહેર સહિત જિલ્લા અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકોને કેદારનાથ ધામની યાત્રા જેવી જ આધ્યાત્મિક અને સુખદ અનુભૂતિ થશે. જેના માટે આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે વહેલી સવારે જ ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે : કાનુડાના જયઘોષ ગુંજશે
calendar_today September 4, 2026

Patan: આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે : કાનુડાના જયઘોષ ગુંજશે

પાટણ સહિત જિલ્લાભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની એટલે કે જન્માષ્ટમીના પર્વની લોકો દ્વારા ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે કૃષ્ણ ભક્તિનો મહિમા જોવા મળશે અને લોકોના નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી જેવા જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠશે. પાટણ જિલ્લામાં આજે શ્રાવણ માસના તહેવારોનો અંતિમ તબક્કો એટલે કે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે જિલ્લાવાસીઓ છેલ્લા કેટલાક સમયથી ઉત્કૃષ્ટ હતાં ત્યારે આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ જિલ્લામાં આવેલા કૃષ્ણ મંદિરોને નવોઢાની જેમ શણગારવામાં આવશે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમો તેમજ સ્વાધ્યાય પરિવાર દ્વારા શેરી નાટકો પણ ભજવાશે. મોટા ભાગે દરેક જગ્યાએ બપોરના સમયે મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ઉંચા પર રસ્સી વડે બાંધેલી મટકીમાં દહીં રાખીને કૃષ્ણનું પાત્ર ભજવનાર વ્યક્તિ દ્વારા તેને ફોડવામાં આવશે. આ સમયે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી જેવા જયઘોષથી વાતાવરણ કૃષ્ણમય બની જશે. બીજી તરફ્ કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કેટલાક લોકો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવતાં હોય છે. તદ્પરાંત હાલમાં પણ વર્ષો પુરાણી પરંપરા મુજબ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ દ્વારા માટીમાંથી રાધા કાનજીની બનાવેલ પ્રતિમા ગામના ચોક વચ્ચે મુકીને દેશી ઢોલના તાલે ઝુમી ઉઠશે અને આ ધાર્મિક પ્રક્રિયા પણ કેટલાક દિવસો સુધી ચાલી રહેતી હોય છે. આમ આજે પાટણ સહિત સમગ્ર જિલ્લો કૃષ્ણમય બની રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: ધાનેરાના જીવાણા ગામે દૂધ મંડળીની સભામાં હોબાળા બાદ સમાધાન, વીડિયો વાઈરલ
calendar_today September 4, 2026

Banaskantha: ધાનેરાના જીવાણા ગામે દૂધ મંડળીની સભામાં હોબાળા બાદ સમાધાન, વીડિયો વાઈરલ

ધાનેરા તાલુકાના જીવાણા ગામ ખાતે આવેલી દૂધ મંડળીની સાધારણ સભા દરમિયાન અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સભા દરમિયાન કોઈ બાબતે વિવાદ સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ, જીવાણા ગામની દૂધ મંડળી ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન પ્રમુખ ની વરણી ના મુદ્દા પર ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં હોબાળો મચી ગયો હતો અને કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાના પગલે સભાસ્થળે થોડા સમય માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સભા દરમિયાન ઘર્ષણ અને મારામારીના દ્રશ્યો કેમેરામાં 7 કેદ થયા છે. વિડીયો વાયરલ થતાં જ જીવાણા સહિત સમગ્ર ધાનેરા પંથકમાં આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારામારી પાછળનું ચોક્કસ કારણ કે કયા મુદ્દે વિવાદ સર્જાયો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. પોલીસે વાયરલ વિડીયો અને પ્રત્યક્ષદર્શીઓના આધારે ઘટનાક્રમ તેમજ સંડોવાયેલા લોકો સામે તપાસ તેજ કરી છે.જોકે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તથા પોલીસે સમાધાન બન્ને પક્ષ વચ્ચે કરાવી ગામની શાંતિ જળવાઈ રહે તેવી સરાહનીય કામગીરી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward