android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આદિવાસીઓના હક-અધિકાર મુદ્દે કુકરમુંડા તાલુકા સેવાસદનમાં ધરણાં
calendar_today September 3, 2026

આદિવાસીઓના હક-અધિકાર મુદ્દે કુકરમુંડા તાલુકા સેવાસદનમાં ધરણાં

કુકરમુંડા તાલુકામાં આદિવાસી હક-અધિકારની વિવિધ મુદ્દાઓને લઇને તાલુકા સેવા સદન કુકરમુંડા ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી ધરણા અને અંદોલન કરવાની મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી હતી. ધરણા આંદોલન દરમિયાન ફૂલવાડી ગ્રામ પંચાયતના મુખ્ય મથક કુકરમુંડા ગામે સરકારી જમીન પર કોમર્શિયલ હેતુસર પાકી દુકાનો બનાવવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઉપરાંત વર્ષ 2014થી આદિવાસી સમાજના આર્થિક વિકાસ માટે ગ્રામ હાટ બજાર માટે રૂ.5.35 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં આજદિન સુધી બાંધકામ ન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં વધુ રૂ.2 કરોડનો મામલો અને ફૂલવાડી ગ્રામ પંચાયતના સરપંચ તથા માજી સરપંચ સામે વિવિધ સરકારી યોજનાઓમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે આરટીઆઇ આધારિત સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઉમરગામમાં ટાસ્કફોર્સનું ચેકિંગ 28 દુકાનદારોને 5600નો દંડ
calendar_today September 3, 2026

ઉમરગામમાં ટાસ્કફોર્સનું ચેકિંગ 28 દુકાનદારોને 5600નો દંડ

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા ઉમરગામ તાલુકામાં તમાકુના બિનઅધિકૃત વેચાણ અને આનુસંગિક નિયમોના પાલન માટે સઘન અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તેમજ ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગની સ્ટિયરિંગ કમિટીએ માર્ગ પરના નાના-મોટા પાનના ગલ્લા અને પાર્લર સહિત કુલ 28 દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી નિયમોનો ભંગ કરનાર દુકાનદારો પાસેથી કુલ રૂ. 5600નો દંડ વસૂલ કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નાનાપોંઢા તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકાના સ્વતંત્ર મહેકમ, અલગ વધઘટ કેમ્પની માંગ
calendar_today September 3, 2026

નાનાપોંઢા તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકાના સ્વતંત્ર મહેકમ, અલગ વધઘટ કેમ્પની માંગ

નવરચિત નાનાપોંઢા તાલુકામાં કપરાડા, વાપી અને પારડી તાલુકાના કેટલાક ગામોના સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકાની રચના થયા બાદ હાલ સુધી સુધી શિક્ષકોના વધઘટ કેમ્પનું કોઈ આયોજન નથી કરાયું. આ બાબતે નવરચિત નાનાપોંઢા તાલુકાશિક્ષક સંઘના પ્રમુખ મિતેષ પટેલની આગેવાનીમાં શિક્ષકાઓનું એક પ્રતિંનિધિ મંડળની રચના કરવામાં આવી છે. શિક્ષકોના પ્રતિનિધિ મંડળે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનેેલેખિત રજૂઆત કરી, તાલુકામાં શિક્ષકોનું સ્વતંત્ર મહેકમ તૈયાર કરવા તથા શિક્ષકોના વધઘટ કેમ્પ યોજવાની માંષણી કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward